For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

બાઈકની કિંમતમાં મળી રહી છે આ લોકપ્રિય કાર, બાઈક-સ્કૂટરની કિંમતમાં પડશે ફોરવ્હીલ

06:38 PM Jan 03, 2024 IST | V D
બાઈકની કિંમતમાં મળી રહી છે આ લોકપ્રિય કાર  બાઈક સ્કૂટરની કિંમતમાં પડશે ફોરવ્હીલ

Maruti Alto car: આજના સમયની ફાસ્ટ લાઈફ સ્ટાઈલમાં વાહન હોવુંએ એક ઝરુરીયાત બની ચુકી છે.જો આપણી પાસે આપણું પર્સનલ વાહન ન હોઈ તો અપને અમુકવાર સમયસર પહોંચી શકતા નથી.એટલે આજના સમયમાં મિડલ ક્લાસ પરિવાર બાઈક લેવાનું પસંદ કરે છે.પરંતુ ઘણા લોકોનું એવું સપનું રહેલું હોઈ છે કે તેમની પાસે પણ કાર હોવી જોઈએ.પરંતુ મોંઘવારીના માર વચ્ચે તેમનું કાર( Maruti Alto car ) ખરીદવાનું સપનુંએ સપનું જ રહી જાય છે ત્યારે આજે અમે તમને એક બાઈકની કિંમતમાં કાર કઈ રીતે ખરીદવી તે બતાવવા જઈ રહ્યા છીએ.

Advertisement

1.5 લાખ રૂપિયા ખર્ચ કરીને આ કાર લેવી જોઈએ
બાઈક ગમે તેટલું મોંઘુ ભલે હોય, પરંતુ તેમાં એક કાર કરતા ઓછી સુરક્ષા મળે છે. કારમાં એરબેગ મળી જાય છે, જે દુર્ઘટના સમયે તમારી રક્ષા કરે છે. જોવામાં આવે, તો 1.50 લાખથી 2 લાખ રૂપિયાના બજેટમાં તમને એક સારી માઈલેજવાળી સેકન્ડ હેન્ડ કાર મળી જશે. જો તમે 1.5 લાખ રૂપિયા ખર્ચ કરીને એક બાઈક ખરીદવાની યોજના બનાવી રહ્યા હોવ, તો તેના કરતા આટલા જ બજેટમાં એક સેકન્ડ હેન્ડ કાર ખરીદી લો.

Advertisement

આ કારના સર્વિસ પાર્ટ્સ ઘણા સસ્તા
અહીં અમે તમને મારુતિ સુઝુકીની અલ્ટો (Maruti Alto) વિશે જણાવી રહ્યા છીએ, જેનું સેકન્ડ હેન્ડ મોડલ તમને 1થી 1.5 લાખમાં સરળતાથી મળી જશે. મારુતિ અલ્ટોની સૌથી ખાસ વાત તેની શાનદાર માઈલેજ અને મેઈન્ટેનેન્સ પર ઓછો ખર્ચ છે. આ કાર પેટ્રોલમાં 22-25 કિલોમીટર પ્રતિ લીટર અને CNGમાં 30-32 કિલોમીટર પ્રતિ કિલોની માઈલેજ આપે છે. જાણકારી અનુસાર, 150ccની બાઈક પણ ટ્રાફિકમાં આટલી જ માઈલેજ આપે છે. અલ્ટો ચલાવવામાં ખર્ચો પણ બહુ જ ઓછો છે અને સાથે તેની સર્વિસ, પાર્ટ્સ પણ સસ્તા છે.

Advertisement

પરફોર્મેન્સના મામલે ઘણી શાનદાર
મારુતિ અલ્ટો 800માં આમ તો માત્ર 800ccનું એન્જિન મળે છે, પરંતુ તે પરફોર્મેન્સના મામલે ઘણી શાનદાર છે. કંપનીએ નાનું કદ અને હલ્કા વજનના અનુસાર, એન્જિનને ટ્યૂન કરી દીધું છે. આ એન્જિન 48 BHPનો પાવર અને 69 NMનો ટોર્ક આપે છે. આમાં બેસિક ફીચર્સની સાથે 5-સ્પીડ ગેરબોક્સ પણ મળે છે. હાલ, અલ્ટો 800 કંપની દ્વારા બંધ કરી દેવામાં આવી છે, પરંતુ હજુ પણ તેનું સેકન્ડ હેન્ડ મોડલ માર્કેટમાં મળી રહ્યું છે.

રિયર પાર્કિંગ સેન્સર અને ABS જેવા ફીચર્સ મળે છે
અલ્ટોમાં 7-ઈંચ ટચસ્ક્રીન ડિસ્પ્લેની સાથે એન્ડ્રોઈલ ઓટો અને એપ્પલ કારપ્લે આપવામાં આવ્યું છે. કારમાં કીલેસ એન્ટ્રી અને ફ્રન્ટ પાવર વિન્ડો મળે છે. સેફ્ટીના હિસાબથી આમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ, રિયર પાર્કિંગ સેન્સર અને ABS જેવા ફીચર્સ મળે છે. તો હવે આ રીતે મધ્યમ વર્ગના લોકો કારનું સપનું પૂરું કરી શકશે.તેમજ વરસાદ ,ઠંડી અથવા તો તાપ તડકામાં તમારે જરા પણ હેરાન થવાની ઝરૂર નઈ પડે.

Advertisement

Tags :
Advertisement
Advertisement