For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

માનુષી છિલ્લર અને અક્ષય કુમારનો આ રોયલ લુક જોઈ તમે પણ થઇ જશો દીવાના- જુઓ 'પૃથ્વીરાજ-સંયોગિતા'ની ગ્રેટ કેમેસ્ટ્રી

03:13 PM May 11, 2022 IST | Sanju
માનુષી છિલ્લર અને અક્ષય કુમારનો આ રોયલ લુક જોઈ તમે પણ થઇ જશો દીવાના  જુઓ  પૃથ્વીરાજ સંયોગિતા ની ગ્રેટ કેમેસ્ટ્રી

અક્ષય કુમાર(Akshay Kumar) સ્ટારર ફિલ્મ ‘પૃથ્વીરાજ’નું ધમાકેદાર ટ્રેલર સોમવારે રિલીઝ થયું હતું. લોકોને ટ્રેલર ખૂબ ગમ્યું અને એક વ્યક્તિ જેણે બધાનું ધ્યાન ખેંચ્યું તે ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર(Miss World Manushi Chhillar) છે. માનુષી છિલ્લરે પોતાની અને અક્ષય કુમારની કેટલીક નવી તસવીરો શેર કરી છે.

Advertisement

Advertisement

માનુષી છિલ્લર ‘પૃથ્વીરાજ’માં રાજકુમારી સંયોગિતાનું પાત્ર ભજવતી જોવા મળશે. ટ્રેલરમાં માનુષી છિલ્લરનો રોયલ લૂક ખૂબ જ પસંદ કરવામાં આવ્યો છે. હવે માનુષી છિલ્લરે પોતાની અને અક્ષય કુમારની તસવીરો શેર કરી છે, જેમાં બંનેનો રોયલ અંદાજ જોવા મળી રહ્યો છે. સોમવારે ટ્રેલર લોન્ચ વખતે બંને એક જ લૂકમાં જોવા મળ્યા હતા.

Advertisement

આ તસવીરોમાં અક્ષય કુમારે બ્લેક શેરવાની પહેરી છે. જ્યારે માનુષી છિલ્લર પેસ્ટલ શેડના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મનું નિર્દેશન ડૉ.ચંદ્ર પ્રકાશ દ્વિવેદીએ કર્યું છે. માનુષી છિલ્લરે તેની સાથે એક તસવીર પણ શેર કરી છે.

Advertisement

માનુષી છિલ્લરે થોડા સમય પહેલા આ તસવીરો શેર કરી હતી અને તરત જ આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહી છે.

ટ્રેલર લોન્ચ પ્રસંગે પણ માનુષી છિલ્લર આ અંદાજમાં જોવા મળી હતી. સુંદર, સ્માર્ટ માનુષી છિલ્લરની ફિલ્મની રિલીઝ પહેલા જ તેની ફેન ફોલોઈંગ ખૂબ વધુ છે. ફિલ્મના ટ્રેલરમાં માનુષી છિલ્લર પણ સિમ્પલ સ્ટાઇલમાં જોવા મળી રહી છે. ટ્રેલર જોઈને અનુમાન લગાવી શકાય છે કે, માનુષી છિલ્લર પોતાની પહેલી ફિલ્મથી જ દર્શકોના દિલ જીતી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Tags :
Advertisement
Advertisement