For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

દાદી વારંવાર છોકરીઓને રિજેક્ટ કરી દેતા પૌત્રએ ડંડાથી ઢોરમાર મારીને આપ્યું દર્દનાક મોત

10:14 AM May 18, 2022 IST | Mishan Jalodara
દાદી વારંવાર છોકરીઓને રિજેક્ટ કરી દેતા પૌત્રએ ડંડાથી ઢોરમાર મારીને આપ્યું દર્દનાક મોત

મહારાષ્ટ્ર(Maharashtra)ના સોલાપુર(Solapur)માં જોડભવી પેઠ પોલીસ સ્ટેશન(Jodbhavi Peth Police Station)માં એક યુવક વિરુદ્ધ તેની જ દાદીની હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના 14 મેના રોજ સાંજે બની હતી જ્યારે સલીમ નદાફ નામના યુવકે તેની દાદી પર લાકડી વડે હુમલો કર્યો હતો અને સારવાર દરમિયાન હોસ્પિટલમાં દાદીનું મૃત્યુ થયું હતું. આરોપી યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેને પાંચ દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે.

Advertisement

પોલીસે જણાવ્યું કે સલીમ કર્ણાટકના કુલબર્ગી જિલ્લામાં મજૂરીનું કામ કરે છે. જ્યારે વૃદ્ધ મહિલા માલનબી હસન સાહબ નદાફ (70) અહીં સોલાપુરમાં તેની પુત્રી સાથે રહેતી હતી. મલનબી હસન સાહબ નદાફે તેના પૌત્ર સલીમને મળવા બોલાવ્યો હતો. અહીં તેણે ઘણી છોકરીઓ જોઈ પણ લગ્નની વાત કોઈની સાથે ન થઈ. સલીમ લગ્નને લઈને ટેન્શનમાં રહેતો હતો.

Advertisement

તપાસમાં સામે આવ્યું છે કે આદર્શ નગરની રહેવાસી મલનબી હસન નદાફ નામની વૃદ્ધ મહિલાએ તેના પૌત્ર સલીમ નદાફને લગ્ન માટે કર્ણાટકથી ઘરે બોલાવ્યો હતો. મહિલાના કહેવાથી સલીમ નદાફને પણ કેટલીક છોકરીઓ પસંદ હતી, પરંતુ લગ્નની વાત આગળ વધારવાને બદલે દાદી તે છોકરીઓને રિજેક્ટ કરી દેતા હતા. સલીમને લાગ્યું કે તેની દાદીએ તેને હેરાન કરવા માટે કર્ણાટકથી અહીં બોલાવ્યો હતો.

Advertisement

14 મેના રોજ સાંજે તે તેની દાદી સાથે બેઠો હતો. આ દરમિયાન બંને વચ્ચે લગ્નને લઈને ઝઘડો થયો હતો. યુવકે કહ્યું કે ‘તમે મારા લગ્ન વહેલા કેમ નથી કરાવી ડેટા. જો એવું હતું તો મેં કર્ણાટકથી અહીં કેમ બોલાવ્યો.’ આ દરમિયાન મામલો વધી ગયો હતો અને યુવકે દાદીના માથામાં લાકડી વડે હુમલો કર્યો હતો. વૃદ્ધ મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Advertisement

Tags :
Advertisement
Advertisement