For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

જ્યારે ગાંધીજીને ગાળો આપતા એક બનાવટી હિંદુત્વના ઠેકેદારને અસલી હિંદુ સંતે રોક્યા...

10:19 AM Dec 29, 2021 IST | Mishan Jalodara
જ્યારે ગાંધીજીને ગાળો આપતા એક બનાવટી હિંદુત્વના ઠેકેદારને અસલી હિંદુ સંતે રોક્યા

છત્તીસગઢ(Chhattisgarh)ની રાજધાની રાયપુર ધર્મ સંસદ(Religion Parliament)ના મંચ પર કાલીચરણ મહારાજે(Kalicharan Maharaj) અપશબ્દો બોલ્યા હતા. કાલીચરણની મલિન જીભ પર ખૂબ તાળીઓ પડી. રાષ્ટ્રપિતા માટે અપશબ્દો બોલનાર કાલીચરણને પણ આ મંચ પરથી જવાબ મળ્યો હતો. ચાલો તમને એવા સંત વિશે જણાવીએ જેમણે કાલીચરણને જવાબ આપ્યો. મહંત રામસુંદર દાસે(Mahant Ramsunder Das) કાલીચરણનો વિરોધ કરીને કાર્યક્રમ છોડી દીધો હતો. દૂધધારી મઠના ડાયરેક્ટર રામસુંદર દાસની હવે ખૂબ ચર્ચા થઈ રહી છે.

Advertisement

Advertisement

ધર્મની સાથે સાથે મહંત રામસુદર દાસને રાજકારણ સાથે પણ ઊંડો લગાવ છે. તેઓ કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ છત્તીસગઢ ગૌ સેવા આયોગના અધ્યક્ષ છે. તેઓ સીએમ ભૂપેશ બઘેલના પણ ખૂબ નજીક છે. મહંત રામસુંદર દાસ હંમેશા સીએમ ભૂપેશ બઘેલ સાથે કાર્યક્રમોમાં જોવા મળે છે. મહંત સુંદરદાસ જ્યારે સભામાં બોલતા ત્યારે સત્તા અને વિરોધ પક્ષના લોકો તેમની વાત ધ્યાનથી સાંભળતા.

Advertisement

મહંત રામસુંદર દાસે મંચ છોડ્યો:
કાલીચરણની નારાજગી બાદ મહંત રામસુંદર દાસ મંચ પર આવ્યા. તેમણે કહ્યું કે હું તમને બધાને પૂછવા માંગુ છું કે આ ધર્મ સંસદના મંચ પરથી શું કહેવામાં આવ્યું છે. જેના પર તમે બધાએ ખૂબ તાળીઓ પાડી. શું મહાત્મા ગાંધી ખરેખર દેશદ્રોહી હતા? 1947ની એ ઘટના યાદ કરો. જે પરિસ્થિતિમાં ભારત આઝાદ થયું. મહાત્મા ગાંધીએ શું ન કર્યું? હવે આ ધર્મ સંસદમાંથી તેમના વિશે આવી વાત? હું તમારા બધા માટે ખૂબ જ દિલગીર છું. પરંતુ હું મારી જાતને આ ધર્મ સંસદથી દૂર રાખું છું.

ત્યારે આ મુદ્દા વચ્ચે લેખક ભગીરથ જોગીયાએ કહ્યું હતું કે, હરિદ્વાર ખાતે ધર્મ સંસદમાં કહેવાતા ધાર્મિકોએ ધર્મની આડમાં દેશના મહાપુરુષોને ગાળો આપી, અન્ય ધર્મીઓ પ્રત્યે નફરતના વાવટા ફેલાવ્યા. દેશના પ્રશાસને આ અસંવૈધાનિક કૃત્ય પ્રત્યે આંખ આડા કાન કર્યા પછી અ-ધાર્મિકોની હિંમત એટલી વધી ગઈ કે બીજી સભા રાયપુર ખાતે યોજાઈ ત્યારે એક મહારાજે ચોખ્ખું કહી દીધું કે હું હરિદ્વારમાં બોલ્યો એ જ આજે બોલીશ, મને કોઈની બીક નથી.

Advertisement

વધુમાં કહ્યું છે કે, એ સભામાં ગાંધીજી વિશે એવી ગાળો બોલવામાં આવી કે મીડિયાએ પણ વિડીયોમાં અવાજ ‘બીપ’ કરી દેવો પડ્યો. પણ હજારો લોકો તાળીઓ પાડતા હતા, રાજકારણીઓ મૂંગે મોઢે તમાશો જોઈ રહ્યા હતા અને સવા છ ફૂટના એક ડઝન પોલીસ અધિકારીઓ નીચું માથું રાખીને બેઠા હતા. કોઈ આ સાંભળીને મૂછોમાં મલકાતાં હતા તો વળી કોઈને દેશદ્રોહી ગણાય જવાની બીક હતી.

પણ ગૌસેવા આયોગના અધ્યક્ષ મહંત રામસુંદરદાસ મહારાજ ભરી સભામા ઉભા થઈને બોલ્યા કે’ આ ધર્મ સંસદ પોતાના ઉદેશયોથી ભટકી ગઈ છે. અહીંયા ગાંધીજીને ગાળો બોલાય છે અને તમે લોકો તાળીઓ પાડો છો. આ મારો સનાતન ધર્મ તો નથી જ શીખવાડતો. મને માફ કરજો પણ હું હવે આ સંસદથી પોતાને અળગો કરું છું.’

ભગીરથ જોગીયાએ વધુમાં જણાવ્યું કે, બીક તો એમને ય હશે જ, હજારોના ટોળાની કટ્ટરતાનો ભોગ બનવાની, મંચ પર બિરાજમાન મોટા માથાઓની દુશ્મની વહોરી લેવાની, અને અમુક સમુદાયમાં કાયમ માટે કડવાશ ઉભી થવાની…પણ રામનું નામ જ જેના નામમાં વણાઈ ગયું હોય અને ગાંધીના વિચારોથી જેનું હૃદય કબજે થઈ ગયું હોય એને ઈશ્વર અભયની કૃપા વરસાવી જ દેતો હશે!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Tags :
Advertisement
Advertisement