For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

PM મોદીએ અમદાવાદથી કેસરી કોટી તો અમિત શાહે કેસરી ખેસ પહેરી આપ્યું મત- જાણો 9 વાગ્યા સુધીમાં કેટલા ટકા થયું મતદાન

10:56 AM May 07, 2024 IST | Chandresh
pm મોદીએ અમદાવાદથી  કેસરી કોટી તો અમિત શાહે કેસરી ખેસ પહેરી આપ્યું મત  જાણો 9 વાગ્યા સુધીમાં કેટલા ટકા થયું મતદાન

Lok Sabha Election 2024: ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 25 લોકસભા બેઠક જ્યારે 5 વિધાનસભા બેઠક પર મતદાન યોજાયુ છે. પોતાનો કિંમતી મત (Lok Sabha Election 2024) આપવા માટે વડાપ્રધાન મોદી મોડી રાતે ગુજરાત આવી ગયા હતા. રાત્રી દરમ્યાન તેઓએ રાજભવન ખાતે રોકાયા હતા. તેમજ સવારે મતદાન કરવા માટે રાજભવનથી નીકળ્યા હતા.

Advertisement

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપનાં નિશાન સ્કૂલનાં મતદાન કેન્દ્રમાં પોતે મતદાન કર્યું હતું. NSG દ્વારા મતદાન મથકે ચુસ્તબંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. PM મોદીએ રાણીપમાં મતદાન કર્યું હતું.

Advertisement

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કર્યું મતદાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી અમિત શાહે તેમના પરિવારના સભ્યો સાથે ગાંધીનગરના મતદાન મથક પર મતદાન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર છે તો કોંગ્રેસે ગાંધીનગરથી પાર્ટી સેક્રેટરી સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે.

Advertisement

લોકસભાની 25 અને 5 વિધાનસભા બેઠક પર મતદાન 
આજે રાજ્યની 25 બેઠકો પર મતદાન યોજાયું છે. ત્યારે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ કરી દેવામાં આવ્યું હતું. આજે ત્રીજા તબક્કાનું મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. લોકસભાની સાથે સાથે 5 વિધાનસભા બેઠક પર પણ મતદાન યોજવાનું છે. રાજ્યમાં 4,97,68,677 લોકો મતદાન કરશે. ત્યારે રાજ્યમાં 2,56,16,540 પુરૂષ મતદારો છે. 2,41,50,603 સ્ત્રી મતદારો નોંધાાયા છે.જ્યારે રાજ્યમાં 10,036 શતાયું મતદારો છે.

સવારે 9 વાગ્યા સુધીમાં 9.87 ટકા મતદાન
રાજ્યની 25 લોકસભા સીટ પર સવારે 9 વાગ્યા સુધીમાં સરેરાશ 9.87 ટકા જેટલું મતદાન થયું હતું. જ્યારે બનાસકાંઠામાં સૌથી વધુ 12.28% અને અમદાવાદ પશ્ચિમમાં સૌથી ઓછું 7.23% જેટલું મતદાન કરવામાં આવ્યું છે.

રાજ્યમાં 50,788 મતદાન મથકો પર મતદાન કરાશે
રાજ્યમાં 50,960 બીયુ મશીનનો ઉપયોગ થશે. રાજ્યમાં 49,140 વીવીપેટ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. રાજ્યમાં 50,788 મતદાન મથકો પર મતદાન કરવામાં આવશે. 17,275 શહેરી વિસ્તારોને મતદાન મથકો બનાવામાં આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 33,513 મતદાન મથકો બનાવામાં આવ્યા છે. જ્યારે 1225 મતદાન મથકો પર મહિલા સંચાલન કરશે. 24,893 મતદાન મથકો ઉપર લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવશે.

Tags :
Advertisement
Advertisement