Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

ઉમેદવારોનો અનોખો પ્રચાર: આપના ચૈતરે જલેબી બનાવી તો કોંગ્રેસના ધાનાણીએ હીરા ઘસ્યા, ભાજપના ધવલ પટેલની 'મારિયો' ગેમ વાઇરલ- જુઓ વિડીયો

02:57 PM Apr 25, 2024 IST | V D

Loksabha Election 2024: રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસ અને ‘આપ'ના સંયુકત ઉમેદવાર પરેશભાઇ ધાનાણી રાજકોટ લોકસભા વિસ્‍તારના પ્રવાસે છે. ગઇકાલે તેઓએ જસદણની હીરા બજારમાં રત્‍ન કલાકારો સાથે હીરા ઘસ્‍યા હતા.તો વલસાડ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર(Loksabha Election 2024) ધવલ પટેલનો ચૂંટણી પ્રચાર માટે નવતર પ્રયોગ સામે આવ્યો છે. જેમાં સુપર ધવલ નામની એક ગેમનો વિડીયો બનાવવામાં આવ્યો છે. આ ગેમમાં ધવલ પટેલને નિરક્ષરતા, તૃષ્ટિકરણ અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર વિજય મેળવતા બતાવવામાં આવ્યા છે.

Advertisement

ગેમમાં જમીન સરક્ષણ રામ મંદિરના મુદ્દા નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે વલસાડ લોકસભા બેઠક પર આ ગેમ નો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેનું સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.તેમજ જંબુસરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ચૈતર વસાવા એક દુકાન પર જલેબી બનાવવા બેસી ગયા હતા. આ તકનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, ઉપરાંત યુઝર્સ મિશ્ર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

વીડિયો ગેમમાં ભાજપના ઉમેદવાર
વલસાડ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર ધવલ પટેલનો એક વીડિયો હાલમાં વાઈરલ થયો છે. જેમાં તેઓ અનોખી રીતે વીડિયો ગેમથી ચૂંટણી પ્રચાર કરતા જોવા મળે છે. વીડિયોમાં સુપર મારિયો ગેમ છે, જેમાં મારિયો કેરેક્ટર પર ધવલ પટેલનો ચહેરો મોર્ફ કરીને લગાવવામાં આવ્યો છે. વીડિયોમાં કેરેક્ટર આગળ વધે તેમ બેરોજગારી, નિરક્ષરતા, તુષ્ટિકરણ અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ છે, જેના પર ધવલ પટેલનું કેરેક્ટર જીત મેળવીને આગળ વધતા દેખાય છે.

Advertisement

પ્રચારનો નવતર પ્રયોગ
ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સોશિયલ મીડિયા સાથે વર્ષોથી સંકળાયેલા છે. તેમના એક સમર્થકે સુપર મારિયો ગેમમાં ધવલ પટેલનો ફોટો અને વલસાડ લોકસભામાં ધવલ પટેલના વિઝનને આવરી લઈને એક ગેમ બનાવી છે. જેમાં સુપર ધવલ અનેક અવરોધો પાર કરીને વિજય મેળવે છે.

Advertisement

ચૈતર વસાવાએ જલેબી બનાવી
જંબુસરમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા ચૈતર વસાવા બસ સ્ટેન્ડ પાસે મુખ્ય બજારમાં પહોંચતા તેમનું આપ-કોંગ્રેસના કાર્યકરોએ સ્વાગત કર્યું હતું. પ્રચાર કરવા માટે મુખ્ય બજારમાં પહોંચેલા ચૈતર વસાવા એક ફરસાણની દુકાનમાં જલેબી તળી રહેલા કંદોઈની જગ્યાએ બેસી ગયા હતા. ઉપરાંત ચૈતર વસાવાએ જલેબી પણ બનાવી હતી. આ તકે આપ-કોંગ્રેસના કાર્યકરો તેમની પાછળ "એક જ ચાલે, ચૈતર ચાલે" ના નારા લગાવતા દેખાયા હતા.

જનતાની પ્રતિક્રિયા
અત્રે ઉલ્લેખનીય છે કે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ અનેક ટિપ્પણી પણ સામે આવી રહી છે. જેમાં કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સનું માનવું છે કે, ચૈતર વસાવા જમીન સાથે જોડાયેલા નેતા છે તે આ વીડિયો પરથી દેખાય છે. જોકે બીજી તરફ કેટલાક યૂઝર્સ આ વીડિયોને રાજકીય પેતરા ગણી વોટ માટેના રાજકીય સ્ટંટ ગણાવી રહ્યા છે. ખેર જે પણ હોય પણ એક વાત ચોક્કસ છે કે ચૂંટણી ભલભલાને દોડતા અને વિચારતા કરી નાખે છે.

પરેશ ધાનાણીએ હીરા ઘસ્યા
રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પોતાના આગવા અંદાજમાં પ્રચાર કરતા જોવા મળ્યા હતા. જસદણ- વીંછિયા વિસ્તારના પ્રવાસે પહોંચેલા પરેશ ધાનાણીએ જસદણના પ્રખ્યાત હીરા ઉદ્યોગની ખાસ મુલાકાત લીધી હતી અને હીરા ઘસતા કારીગરો સાથે નીચે બેસી પોતે પણ હીરા ઘસ્યા હતા.

આ પછી પરેશ ધાનાણી ઊભા થતા હતા તો બાજુમાં બેઠેલા એક રત્નકલાકારે તેમને હજુ થોડો હીરો ઘસવાનો બાકી છે કહી ફરી ઘસવા કહ્યું હતું. જેને હસતાં હસતાં ધાનાણીએ જવાબ આપ્યો હતો કે, 'આખો હીરો મારી પાસે નો ઘસાવી લેતા તેમ કહી પ્રચાર વચ્ચે હળવા મૂડમાં જોવા મળ્યા હતા.તેમજ રત્નકલાકાર સાથે હીરા ઘસતા જોવા મળ્યા હતા.

Advertisement
Tags :
Next Article