For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ભારતના ઈતિહાસના સૌથી મોટા LIC IPO એ રોકાણકારોને રડાવ્યા- શેરદીઠ થયું આટલા રૂપિયાનું નુકસાન

11:11 AM May 17, 2022 IST | Mishan Jalodara
ભારતના ઈતિહાસના સૌથી મોટા lic ipo એ રોકાણકારોને રડાવ્યા  શેરદીઠ થયું આટલા રૂપિયાનું નુકસાન

LIC IPOમાં રોકાણ કરનારા રોકાણકારોને મોટો ફટકો પડ્યો છે. વાસ્તવમાં, IPOનું લિસ્ટિંગ પ્રાઇસ(IPO Listing Price) બેન્ડ એટલે કે રૂ. 872 કરતાં લગભગ 8 ટકા નીચે થયું છે. એટલે રોકાણકારોને શેરદીઠ 82 રૂપિયાનું નુકશાન થયું છે. LIC IPO દેશનો સૌથી મોટો આઈપીઓ હતો એટલે બધાની નજર તેના પર હતી. આ IPOમાં LICના પોલિસીધારકો અને છૂટક રોકાણકારો(IPO investors)એ સૌથી વધુ નાણા રોક્યા હતા. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે બજારના નબળા સેન્ટિમેન્ટને કારણે લિસ્ટિંગમાં ઘટાડો થયો છે. તે લાંબા ગાળા માટે એક સારું રોકાણ છે. એટલે કે, રોકાણકારો લાંબા ગાળામાં ઉત્તમ વળતર મેળવી શકે છે. જો કે, થોડા સમય પછી હવે આ સ્ટોક બંને સ્ટોક એક્સચેન્જમાં 900 રૂપિયાની ઉપર પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં વધુ ઝડપ જોવા મળે તેવી આશા છે.

Advertisement

રોકાણકારો હવે શું કરે છે?
નિષ્ણાતો કહે છે કે LIC IPOમાં બમ્પર લિસ્ટિંગ લાભની અપેક્ષા રાખવી ગેરવાજબી હતી. તેને લાંબા ગાળાના રોકાણ તરીકે જોવું જોઈએ. LIC પોલિસીધારકો અને છૂટક રોકાણકારોએ લાંબા ગાળા માટે શેર રાખવા જોઈએ કારણ કે કંપનીનું મૂલ્યાંકન તુલનાત્મક રીતે આકર્ષક છે. એટલે કે, રોકાણકારો લાંબા ગાળામાં ઉત્તમ વળતર મેળવી શકે છે. નિષ્ણાતો કહે છે કે કોઈપણ રોકાણકારે આ શેરને ખોટમાં વેચવાનું ટાળવું જોઈએ. તેમને આ શેરમાં વિશ્વાસ હોવો જોઈએ. મધ્યમથી લાંબા ગાળા માટે આ સ્ટોક રોકાણકારો માટે ફાયદાકારક સાબિત થશે.

Advertisement

ગ્રે માર્કેટમાંથી પહેલેથી જ સંકેતો મળ્યા હતા:
ગ્રે માર્કેટમાં LIC IPO નીચા જવાના સંકેતો પહેલેથી જ હતા. સોમવારે LIC IPO 12 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો. નેગેટિવ ગ્રે માર્કેટ પ્રીમિયમ સૂચવે છે કે LICનો સ્ટોક પ્રાઇસ બેન્ડની નીચે સૂચિબદ્ધ થશે. સોમવારે, લિસ્ટિંગના એક દિવસ પહેલા, LIC IPOનો GMP માઈનસ 25 રૂપિયા થઈ ગયો હતો.

Advertisement

રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો:
સરકારને રૂ. 20,557 કરોડની આ પ્રારંભિક જાહેર ઓફર (IPO) માટે સ્થાનિક રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. સરકારે LICના શેરની ઇશ્યૂ કિંમત 949 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. જો કે, LICના પોલિસીધારકો અને છૂટક રોકાણકારોને શેર દીઠ અનુક્રમે રૂ. 889 અને રૂ. 904ના ભાવે શેર મળ્યા હતા. LICનો IPO 9 મેના રોજ બંધ થયો હતો અને તેના શેર 12 મેના રોજ બિડર્સને ફાળવવામાં આવ્યા હતા.

3.5 ટકા હિસ્સો ઓફર કરવામાં આવ્યો હતો:
સરકારે IPO દ્વારા LICમાં 22.13 કરોડથી વધુ શેર એટલે કે 3.5 ટકા હિસ્સો ઓફર કર્યો છે. આ માટે, કિંમતની શ્રેણી 902-949 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી હતી. LICનો IPO લગભગ ત્રણ ગણો સબસ્ક્રાઇબ થયો હતો. સ્થાનિક રોકાણકારોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો, જ્યારે વિદેશી રોકાણકારોનો પ્રતિસાદ ‘ઠંડો’ હતો. દેશના ઈતિહાસમાં આ સૌથી મોટો આઈપીઓ છે.

Advertisement

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Tags :
Advertisement
Advertisement