For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરતમાં આજે રમાશે લેજેન્ડ લીગ ક્રિકેટની ફાઈનલ- જુઓ મેચ પહેલા રૈના અને હરભજને શેના ભરપેટ કર્યા વખાણ

11:18 AM Dec 09, 2023 IST | Dhruvi Patel
સુરતમાં આજે રમાશે લેજેન્ડ લીગ ક્રિકેટની ફાઈનલ  જુઓ મેચ પહેલા રૈના અને હરભજને શેના ભરપેટ કર્યા વખાણ

Legend League Cricket Finals in Surat: સુરતમાં 20 દિવસથી ચાલી રહેલાં લેજેન્ડ લીગ ક્રિકેટ હવે પોતાનાં ફાઈનલ્સ(Legend League Cricket Finals in Surat) સુધી પહોંચી ગઈ છે. ગ્રુપ સ્ટેજ અને પ્લેઓફ મેચો બાદ હવે ફાઈનલ મેચ શરૂ થવા જઈ રહી છે. સુરતમાં આવેલા લાલભાઈ ક્રિકેટ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં લિજેન્ડ ક્રિકેટ લીગ ટુર્નામેન્ટ નું આયોજન થયું હતું જેમાં ફાઇનલ મેચ આજરોજ યોજાનાર છે ત્યારે ગઈકાલે હરભજનસિંગ અને સુરેશ રૈનાની ટીમે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં આ તેઓએ સુરતના જમણ અને ક્રિકેટની પીચના ભરપૂર વખાણ કર્યા હતા સાથે જ સુરતના હોસ્પિટલિટી અને લોકોના પણ એટલા જ વખાણ કર્યા હતા.

Advertisement

આવતીકાલે અર્બન હૈદરાબાદ અને મણિપાલ ટાઈગર વચ્ચે ફાઈનલ મેચ રમાવાની છે વાંચી થી શરૂ થયેલી ટુર્નામેન્ટ ની ફાઇનલ આવતીકાલે યોજનાર છે ત્યારે હરભજન સિંઘે કહ્યું કે, "આ અમારા માટે સન્માન અને ગૌરવ ની વાત છે કે...હજુ પણ લોકો અમને એટલો જ પ્રેમ કરે છે અને અમારી મેચને જોવા માટે આવે છે અહીં ખૂબ સારું ક્રાઉન્ડ બેઠો થાય છે તથા સ્પીચ પણ એટલી જ સરસ છે તેમને ક્રિકેટ રમવાની ખૂબ મજા આવી."

Advertisement

સુરેશ રૈનાએ કહ્યું કે, સુરતનું જમણ અને કાશીનું મરણ ખૂબ પ્રખ્યાત છે આ કહેવતને અનુરૂપ અહીંનો જમવાનું પણ ખૂબ સારું છે અહીંના લોકો ખૂબ મળતાવળા છે, હું ગુજરાતમાં જ્યાં જ્યાં પણ ક્રિકેટ રમ્યો તેમાં સુરતનું ગ્રાઉન્ડ મને સૌથી બેસ્ટ લાગ્યું સુરતનું ગ્રાઉન્ડ સારું છે અહીં પીચ સારી છે સ્ટાફ સારો છે અને રમવાની પણ ખૂબ મજા આવે છે.

Advertisement

ટુર્નામેન્ટ ના આયોજકે કહ્યું કે, બધી જ ટિકિટ ફાઇનલની વેચાઈ ગઈ છે અને અહીંના લોકોમાં ક્રિકેટને લઈને ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે અમે ચોક્કસ આવતા વર્ષે પણ આ પ્રકારની લીગનું આયોજન કરીશું અને એમાં સુરતના ફાળે વધુ મેચ આવે તેવું રાખીશું. હરભજનસિંહે ફરી પ્રેસ કોન્ફેરેન્સમાં મેચ દરમિયાન શ્રીસંતને મારેલા તમાચા કાંડની જાહેરમાં માફી માંગી. હરભજનસિંહે કહ્યું,' તે સમયે જે કંઈ થયું એ મારી ભૂલ હતી. પરંતુ હવે એ સમય પસાર થઈ ગયો છે.'

Advertisement
Tags :
Advertisement
Advertisement