For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સાયન્સ સિટીના આકર્ષણમાં વધુ એક કદમ- CM ભુપેન્દ્ર પટેલે 'મલ્ટિમીડિયા લેસર એન્ડ ફાઉન્ટેન શો' નું કર્યું લોકાર્પણ

01:02 PM Nov 04, 2023 IST | Dhruvi Patel
સાયન્સ સિટીના આકર્ષણમાં વધુ એક કદમ  cm ભુપેન્દ્ર પટેલે  મલ્ટિમીડિયા લેસર એન્ડ  ફાઉન્ટેન શો  નું કર્યું લોકાર્પણ

સાયન્સ સીટી, અમદાવાદ(Ahmedabad Science City) ખાતે નવીનીકરણ પામેલા આકર્ષક મલ્ટિમિડીયા લેસર એન્ડ ફાઉન્ટેનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ૨૦૦૫માં સાયન્સ સિટી ખાતે ૧૦,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં અદ્યતન સુવિધાઓ અને ટેકનોલોજી સાથે શરૂ કરવામાં આવેલા આ મ્યુઝિકલ ફાઉન્ટેનના નવીનીકરણ બાદ દેશની સૌથી અદ્યતન સાઉન્ડ અને લાઇટ સિસ્ટમ સાથેનો નયનરમ્ય અને આકર્ષક મ્યુઝિકલ ફાઉન્ટેન મુખ્યમંત્રીએ શુક્રવારે સાંજે જાહેર જનતા માટે ખુલ્લો મુક્યો હતો.

Advertisement

Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૦૧માં ૧૦૭ હેક્ટર વિસ્તારમાં નિર્માણ થયેલા સાયન્સ સિટીમાં(Ahmedabad Science City) દર વર્ષે એક-એક નવીન ગેલેરી અને નયનરમ્ય આકર્ષણો જોડવાની રાજ્ય સરકારે પરંપરા વિકસાવી છે. તદઅનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે સાયન્સ સિટીના મ્યુઝિકલ ફાઉન્ટેનના નવીનીકરણની કામગીરી પૂર્ણ કરી છે.

Advertisement

૫૦ મીટર ઊંચાઈની સેન્ટ્રલ વોટર જેટ, ૮૦૦ જેટલી વિવિધ રંગબેરંગી લાઇટ્સ અને ૧૫ કરતાં વધુ હાર્મોનાઈઝડ મ્યુઝિકલ પેટર્ન સર્જતી ૬૦૦થી પણ વધુ નોઝલ સાથે આ ફાઉન્ટેન મુલાકાતીઓમાં આગવું આકર્ષણ જગાવશે.

Advertisement

એટલું જ નહીં, ૩૬x૧૬ મીટરની વૉટર સ્ક્રીન પર મલ્ટીમીડિયા લેઝર સાઉન્ડ શો સાથે ૧૬x૯ મીટરની બે અન્ય સ્ક્રીન અને ૩D પ્રોજેક્શનમાં ૭૦ મીટરની ૩ સ્ક્રીન દ્વારા મ્યુઝીકલ ફાઉન્ટેનનો નજારો લોકો માટે રોમાંચકારી બની રહેશે અને રાત્રીનાં સમયે આ ફાઉન્‍ટેન સમગ્ર વિસ્તારમાં રંગબેરંગી આકાશ જેવી આભા ઉપસાવશે.

સોમવાર સિવાય આ મ્યુઝિકલ ફાઉન્ટેનના દરરોજના ૨૫ મિનિટના ઓછામાં ઓછા બે સ્પેસ થીમ આધારીત શો યોજવામાં આવશે. સાયન્સ સિટીમાં આ અદ્યતન ફાઉન્ટેનનાં લોકાર્પણ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, સાયન્સ સિટીના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Tags :
Advertisement
Advertisement