For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

જાણો ગુજરાતમાં ક્યાં પડ્યો કરા સાથે વરસાદ?

12:07 PM Apr 12, 2024 IST | V D
જાણો ગુજરાતમાં ક્યાં પડ્યો કરા સાથે વરસાદ

Heavy Rain in Dahod: રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જો કે, દાહોદ અને બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં ગઈકાલે પલટો જોવા મળ્યો હતો. દાહોદ જિલ્લાના દાહોદ શહેર અને ઝાલોદ પંથકમાં સાંજના સમયે આકરા(Heavy Rain in Dahod) તાપ વચ્ચે ભારે પવન અને કરા સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. ભારે પવન ફૂંકાતા દુકાન પાસેના શેડના છાપરા ઉડતા જોવા મળ્યા હતા.

Advertisement

ઊભા પાકમાં નુકસાન પહોંચવાની દહેશતથી ખેડૂતો ચિંતિત
ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે ઉકળાટ અને અસહ્ય ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો. દરમિયાન ભર ઉનાળે ગુરુવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં પવન ફૂંકાયો હતો અને હળવો વરસાદ પડતાં દોડધામ મચી ગઈ હતી. સાબરકાંઠાના ખેડબ્રહ્મા, ખેરોજ, વડાલી, પોશીના પંથકમાં પવન ફૂંકાવા સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો. અરવલ્લીના ભીલોડા પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો જ્યારે બનાસકાંઠામાં અમીરગઢ, દાંતા પંથકમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. પવન ફૂંકાવા સાથે પડેલા વરસાદના કારણે ઊભા પાકમાં નુકસાન પહોંચવાની દહેશતથી ખેડૂતો ચિંતિત બન્યા હતા.

Advertisement

બપોરના સમયે માવઠું થતા વાતાવરણ ઠંડું થઈ ગયું
દાહોદના કેટલાક વિસ્તારોમાં સાવરથી જ વાદળછાયું વાતાવરણ હતું અને લોકોને ગરમી સાથે ઉકળાટ અને બફારો સહન કરવો પડી રહ્યો હતો. જોકે, બપોરના સમયે માવઠું થતા વાતાવરણ ઠંડું થઈ ગયું છે. આવામાં કરા સાથે વરસાદ થવાની ઘટનાએ ખેડૂતોને વધુ ચિંતિત બનાવ્યા છે. હવામાન વિભાગે પણ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની આગાહી કરી છે.

Advertisement

હવામાન વિભાગે રાજ્યમાં હળવા વરસાદની કરી આગાહી
આ તરફ અંબાજી પંથકમાં પણ એકાએક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદી ઝાપટું થયું હતું. ખેડૂતો માવઠાના કારણે ચિંતિત થયા છે, ખેતરમાં ઉભા પાકને વરસાદથી નુકસાન થવાની ભીતી ખેડૂતોને સતાવી રહી છે. નોંધનીય છે કે, 13થી 15 તારીખ દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં હળવા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

દાહોદ શહેરમાં રસ્તા પર પાણી વહેતા થયા
દાહોદ જિલ્લાના વાતાવરણમાં ગુરુવારે સાંજના સમયે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. દાહોદ શહેરમાં આકરી ગરમી વચ્ચે જ ધોધમાર વરસાદ શરૂ થતા લોકો આશ્ચર્યમાં મૂકાયા હતા. ગણતરીની મિનિટોમાં જ શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. આકરી ગરમી વચ્ચે વરસાદ વરસતા લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો.

Advertisement

Tags :
Advertisement
Advertisement