For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

રૂદ્રાક્ષ ધારણ કરતા પહેલા જાણી લો આ જરૂરી નિયમો: જીવનમાં આવો રહેશે પ્રભાવ...

06:46 PM Apr 18, 2024 IST | V D
રૂદ્રાક્ષ ધારણ કરતા પહેલા જાણી લો આ જરૂરી નિયમો  જીવનમાં આવો રહેશે પ્રભાવ

Rudraksh: હિંદુ ધર્મમાં રૂદ્રાક્ષને પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે રુદ્રાક્ષ ભગવાન શિવના આંસુમાંથી બનાવવામાં આવ્યો હતો. ભોલેનાથ પોતે રુદ્રાક્ષની(Rudraksh) માળા ધારણ કરે છે. જે લોકો રૂદ્રાક્ષ ધારણ કરે છે તેમના પર ભગવાન શિવની કૃપા રહે છે. જો કે તેને ધારણ કરવાના અનેક નિયમો છે.

Advertisement

રૂદ્રાક્ષ ધારણ કરવાના નિયમો
સવારે રુદ્રાક્ષ ધારણ કરતી વખતે રુદ્રાક્ષ મંત્ર અને રુદ્રાક્ષ મૂળ મંત્રનો 9 વાર જાપ કરવા જોઈએ, સાથે જ સૂતા પહેલા અને રુદ્રાક્ષને ઉતાર્યા પછી પણ આ જાપ કરવા જોઈએ. રુદ્રાક્ષને એકવાર ઉતાર્યા પછી તેને તે પવિત્ર સ્થળે રાખવો જોઈએ, જ્યાં તમે પૂજા કરો છો.

Advertisement

રૂદ્રાક્ષને તુલસીની માળા જેમ જ પવિત્ર માનવામાં આવે છે. તેથી તેને પહેર્યા પછી માંસ-દારૂથી દૂર રહેવું જોઈએ.

Advertisement

એક મહત્વની વાત એ છે કે રૂદ્રાક્ષને ક્યારેય પણ સ્મશાનમાં ન લઈ જવો જોઈએ. આ સિવાય નવજાત શિશુના જન્મ સમયે અથવા જ્યાં નવાજાતનો જન્મ થયો હોય ત્યાં રુદ્રાક્ષ પહેરીને ન જવું જોઈએ.

મહિલાઓએ માસિક ધર્મ દરમિયાન રુદ્રક્ષ ન પહેરવો જોઈએ.

Advertisement

સ્નાન કર્યા વિના રૂદ્રાક્ષને સ્પર્શ ન કરવો જોઈએ. સ્નાન કર્યા પછી તેને શુદ્ધ કર્યા પછી જ પહેરો.

રુદ્રાક્ષ ધારણ કરતી વખતે ભગવાન શિવનું ધ્યાન કરો. તેની સાથે શિવ મંત્ર 'ઓમ નમઃ શિવાય'નો જાપ કરતા રહો.

રુદ્રાક્ષ હંમેશા લાલ કે પીળા દોરામાં ધારણ કરવો જોઈએ. તેને કાળા રંગના દોરામાં ક્યારેય ન પહેરવો જોઈએ. આની અશુભ અસર થાય છે.

જો તમે રુદ્રાક્ષની માળા પહેરી હોય તો તેને બીજા કોઈને ન આપો. આ સાથે જ કોઈ બીજા દ્વારા આપવામાં આવેલ રૂદ્રાક્ષને બિલકુલ ન પહેરો.

રુદ્રાક્ષની માળા હંમેશા વિષમ અંકોમાં જ પહેરવી જોઈએ. પરંતુ તે 27 મણકાથી ઓછી ન હોવી જોઈએ.

હિંદુ ધર્મ અનુસાર જે વ્યક્તિ માંસ ખાય છે અને ધૂમ્રપાન કરે છે તેણે રુદ્રાક્ષ પહેરવાનું ટાળવું જોઈએ. જો તમે માંસ ખાવાનું બંધ કરી શકતા નથી તો રુદ્રાક્ષ ધારણ ન કરો. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ માંસ ખાય છે અથવા ધૂમ્રપાન કરે છે જ્યારે તે રૂદ્રાક્ષ ધારણ કરે છે ત્યારે તે અશુદ્ધ થઈ જાય છે.

ઉપરોક્ત નિયમો પસંદ કરશો તો રુદ્રાક્ષનું માન જળવાઈ રહેશે
જો તમે આ ત્રણ બાબતોને ધ્યાનમાં રાખીને રુદ્રાક્ષ ધારણ કરશો તો ભોલેનાથ પ્રસન્ન થશે અને તેમના આશીર્વાદ તમારા પર રહેશે. જો તમે આ વાતોને અવગણીને રુદ્રાક્ષ ધારણ કરશો તો પરિણામ સારું નહીં આવે.કોઇ અપવિત્ર સ્થાન પર જાવ ત્યારે પણ રૂદ્રાક્ષ ઉતારી દેવો જોઇએ. તેનાથી રૂદ્રાક્ષનું માન અને પવિત્રતા જળવાઇ રહે છે.

Tags :
Advertisement
Advertisement