For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

42 છગ્ગા, 523 રન અને વર્લ્ડ રેકોર્ડ રનચેઝ...પંજાબ-કોલકાતા મેચમાં T20 ઈતિહાસમાં પ્રથમવાર લાગી આટલી સિક્સ!

02:52 PM Apr 27, 2024 IST | Chandresh
42 છગ્ગા  523 રન અને વર્લ્ડ રેકોર્ડ રનચેઝ   પંજાબ કોલકાતા મેચમાં t20 ઈતિહાસમાં પ્રથમવાર લાગી આટલી સિક્સ

IPL 2024 PBKS vs KKR: હાલ ભારતમાં ક્રિકેટનો તહેવાર IPL 2024 ચાલી રહ્યું છે. અને ગઈકાલે તારીખ 26 અપ્રિલે 42મી મેચમાં અએવુ થયું કે જે આજ સુધીના ઇતિહાસમાં નથી બન્યું. આ 42મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી, અને આ મેચમાં ઈતિહાસનો સૌથી (IPL 2024 PBKS vs KKR) મોટો રન ચેઝ થયો હતો.

Advertisement

જોની બેયરસ્ટોએ શાનદાર સદી ફટકારી, જેના કારણે પંજાબ કિંગ્સે T20 ક્રિકેટમાં સૌથી વધુ રનનો પીછો કરવાનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. કોલકાતા નાઈટ રાઈડર્સે પંજાબ કિંગ્સને 262 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને પંજાબે આઠ બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો અને તેને કોલકાતાને 8 વિકેટે હરાવ્યો હતો.

Advertisement

Advertisement

આઈપીએલ તો શું ટી20 ક્રિકેટની હિસ્ટ્રીમાં પણ નથી થયું આવું
ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં KKRએ પ્રથમ બેટિંગ કરીને 261 નો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં પંજાબની ટીમે જોની બેયરસ્ટોની સદી (108*)ની મદદથી 18.4 ઓવરમાં આ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ સાથે જ ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં એવો રેકોર્ડ નોંધાયો જે આજ સુધી IPL તો શું ટી20 ક્રિકેટની હિસ્ટ્રીમાં નથી થયું.

Advertisement

ટી20ના ઈતિહાસમાં સૌથી મોટો રન ચેઝ
કોલકાતા અને પંજાબ વચ્ચેની આ મેચમાં આઈપીએલની સાથે ટી20ના ઈતિહાસમાં સૌથી મોટો રન ચેઝ થયો હતો. પંજાબ કિંગ્સે આ રન ચેઝ સાથે સાઉથ આફ્રિકાનો રેકોર્ડ પણ હાલ તોડી નાખ્યો હતો. મળતી માહિતી અનુસાર, આફ્રિકન ટીમે 2023માં સેન્ચુરિયનમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં 259 રન બનાવીને જીત મેળવી હતી. વર્ષ 2023માં જ, મિડલસેક્સે ટી20 બ્લાસ્ટ ટૂર્નામેન્ટમાં 253 રન બનાવીને સરે સામેની મેચ જીતી હતી. વર્ષ 2018માં ઓકલેન્ડમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ સામે 244 રન બનાવીને મેચ જીતી હતી.

પંજાબ કિંગ્સે 24 સિક્સર ફટકારી
પંજાબે આ ઇનિંગમાં 24 સિક્સર ફટકારી હતી, જે IPLમાં કોઈપણ ટીમ દ્વારા ફટકારવામાં આવેલી આ સૌથી વધુ સિક્સર મારી છે. આ સાથે જ કોલકાતા અને પંજાબના બેટ્સમેનોએ મળીને મેચમાં 42 સિક્સર ફટકારી આપી હતી. જે મેન્સ T20 ઈતિહાસમાં સૌથી વધુ છગ્ગા માર્યા છે.

Tags :
Advertisement
Advertisement