For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

પહેલીવાર કાન્સ ફેસ્ટીવલનો ભાગ બની કિયારા અડવાણીએ જીત્યું ફેન્સનું દિલ; જુઓ કિલર લુક

04:22 PM May 18, 2024 IST | Drashti Parmar
પહેલીવાર કાન્સ ફેસ્ટીવલનો ભાગ બની કિયારા અડવાણીએ જીત્યું ફેન્સનું દિલ  જુઓ કિલર લુક

Kiara Advani: બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં તેની ધમાકેદાર સ્ટાઇલ અને લુક સાથે ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. ઐશ્વર્યા રાય બચ્ચન બાદ બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી ફ્રેન્ચ રિવેરા પહોંચી ગઈ છે. અભિનેત્રી કિયારા અડવાણીએ(Kiara Advani) તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સ્ટાઇલિશ પોસ્ટ પોસ્ટ કરી છે,

Advertisement

જેમાં તેનો ખૂબ જ ક્યૂટ લુક જોઈ શકાય છે. રેડ કાર્પેટ પર તેની સુંદરતા દર્શાવતા પહેલા, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ પહેલા જ કિયારા અડવાણીએ ચાહકો સાથે તેના લુકની એક ઝલક શેર કરી છે. જો કે જયારે કિયારા અડવાણી ખરેખર રેડ કાર્પેટ પર ગ્રાન્ડ એન્ટ્રી કરી ત્યારે સૌ કોઈની નજર તેના લુક પર હતી.

Advertisement

કિયારા અડવાણીનું કાન્સ 2024 ડેબ્યુ
તેના કાન્સ 2024 ડેબ્યુ પહેલા, કિયારા અડવાણીએ એક વીડિયો શેર કર્યો જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં, અભિનેત્રી  થાઈ-હાઈ સ્લિટવાળી આઈવરી ક્રેપ બેક સાટિન ડ્રેસ પહેરેલી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ આઉટફિટ પ્રબલ ગુરુંગે ડિઝાઈન કર્યું છે.

Advertisement

આ વીડિયોની શરૂઆત એક્ટ્રેસ કારમાંથી ઉતરતી સાથે થાય છે અને તે અદભૂત પોઝ આપતી જોવા મળે છે. લોકો સોશિયલ મીડિયા પર તેની સુંદરતા અને ફેશન સ્ટાઇલના વખાણ કરતા થાકતા નથી.

કિયારા અડવાણીનો કાન્સ 2024નો લુક
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં કિયારા અડવાણીનો લુક જોઈને તમે પણ અભિનેત્રીના ફેન થઈ જશો. કિયારા અડવાણીના લૂક વિશે વાત કરીએ તો, આ વીડિયોમાં તે સફેદ હાઈ સ્લિટ ગાઉનમાં જોઈ શકાય છે, જેમાં ડીપ નેકલાઈન છે. તેણે મેચિંગ ઈયરિંગ્સ અને હીલ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે કિયારા અડવાણી ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી રહી છે, જેના પર ફેન્સ તેના દિવાના થઈ ગયા છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થયા બાદ વાયરલ થયો હતો.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)

કાન્સ 2024માં બોલિવૂડ સ્ટાર ચમકશે
ઐશ્વર્યા રાય બચ્ચન, શોભિતા ધુલીપાલા, કિયારા અડવાણી અને અદિતિ રાવ હૈદરી સહિત ઘણી ભારતીય અભિનેત્રીઓ પણ કાન્સ 2024નો ભાગ બની છે. દરમિયાન, વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, કિયારા અડવાણી પાસે રામ ચરણની 'ગેમ ચેન્જર' સહિત ઘણી ફિલ્મો છે. YRFની 'Wor 2' અને રણવીર સિંહની 'Don 3' પણ આ લિસ્ટમાં સામેલ છે.

Tags :
Advertisement
Advertisement