For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ગુજરાતના આ મંદિરમાં ખોડીયાર માં મગરના સ્વરૂપમાં આપે છે સાક્ષાત દર્શન, ચાર હજાર વર્ષ જૂનું છે મંદિર- જાણો તેની પૌરાણિક કથા

06:59 PM Mar 05, 2024 IST | V D
ગુજરાતના આ મંદિરમાં ખોડીયાર માં મગરના સ્વરૂપમાં આપે છે સાક્ષાત દર્શન  ચાર હજાર વર્ષ જૂનું છે મંદિર  જાણો તેની પૌરાણિક કથા

Khodiyarmata Mandir: ભારત દેશમાં હજારો દેવી દેવતાઓના મંદિર અનેક જગ્યાએ આવેલા છે, આ મંદિરોમાં ભક્તો અનેક જગ્યાએથી દર્શન માટે આવતા હોય છે અને આશીર્વાદ મેળવીને તેમની મનોકામના પુરી કરતા હોય છે. દરેક મંદિર ને પોતાનો ઇતિહાસ હોય છે અને કઈક રહસ્ય છુપાયેલું હોય છે. આવું જ એક ખોડિયાર માતાજીનું મંદિર(Khodiyarmata Mandir) ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સુગાળા ગામે આવેલું છે.ખોડિયાર માતાજીના આ મંદિરમાં ભક્તો અલગ અલગ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે,આ મંદિરમાં ખોડીયાર માં આરતીના સમયે મગરના રૂપમાં આવીને ભક્તોને સાક્ષાત દર્શન આપે છે.

Advertisement

માતાજી આરતીના સમયે મગરના રૂપમાં આવીને ભક્તોને સાક્ષાત દર્શન આપે છે
ભારત એક ધાર્મિક દેશ છે આપણા હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી-દેવતાની પૂજવામાં આવે છે ભારતમાં દરેક દેવી દેવતાના નાના મોટા મંદિરો આવેલા છે ભારતમાં આવેલા આ મંદિરોમાં અલગ અલગ દેવી-દેવતા બિરાજમાન છે.મંદિરમાં રોજ અવનવા ચમત્કાર જોવા મળતા હોય છે આ ચમત્કાર જોઈને ભગવાન પ્રત્યે શ્રદ્ધા વધી જતી હોય છે,ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સુગાળા ગામે ખોડિયારમાનું મંદિર આવેલું છે આ મંદિરનું નામ આઈ શ્રી ખોડીયાર જે મંદિરમાં ખોડીયારમાં સાક્ષાત બિરાજમાન છે ખોડીયારમાના આ મંદિરમાં ખોડીયાર માં આરતીના સમયે મગરના રૂપમાં આવીને ભક્તોને સાક્ષાત દર્શન આપે છે

Advertisement

મંદિરમાં માનતા રાખવાથી પુત્ર પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થાય છે
મંદિરના બાજુમાં આવેલા તળાવમાં આરતીના સમયે મગર આવે છે આઈ શ્રી ખોડીયાર મંદિરમાં દૂર દૂરથી ભક્તો ખોડીયાર માતાના દર્શન કરવા માટે આવતા હોય છે. મંદિરમાં રહેવા તથા જમવાની સગવડ પણ આપવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે ,મંદિરમાં માનતા રાખવાથી પુત્ર પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થાય છે. જ્યારે મનોકામના પૂર્ણ થાય ત્યારે ભક્તો મંદિરમાં આવીને બાળકનો ફોટો મુકતા હોય છે અને પોતાની માનતા પૂર્ણ કરતા હોય છે.

Advertisement

ખોડિયાર માતાજીના મંદિરમાં ભક્તો આરતી કરવા માટે આવે છે
આ મંદિરમાં ખોડિયાર મા હાજરાહજૂર બિરાજમાન છે. તેથી મંદિરમાં આવતા દરેક શ્રદ્ધાળૂ ભક્તો ખોડિયાર માતાજીના દર્શન ચોક્કસ કરતા હોય છે. અહી માતાજીના દર્શન માત્રથી જ ભક્તોના બધા દુઃખો દૂર થાય છે અને તેમની મનોકામનાઓ ખોડિયાર મા પુરી કરે છે.આ મંદિરમાં દિવસમાં બે વાર આરતીના સમયે માતાજીના વાહન તરીકે મગર દર્શન આપે છે. તેથી મોટી સંખ્યામાં ખોડિયાર માતાજીના મંદિરમાં ભક્તો આરતી કરવા માટે આવતા હોય છે. કહેવાય છે કે સાક્ષાત ખોડિયાર મા આ મંદિરમાં બિરાજમાન છે.

સારા રસ્તા બનાવવા સરકારને વિંનતી
ખોડીયાર જયંતી, દિવાળી તેમજ અન્ય રજાઓ માં ભારે ભાવીકો ઊમટતા હોય છે. ભક્તો એ કલાકો સુધી કતારો માં ઊભા રહી મા ના દર્શન કરે છે તો સાથેજ અહીં નદીમાં ખોડિયાર માંનું વાહન મગર પણ દર્શન આપે છે. ત્યારે આ લોકો માટે આસ્થા સાથે પર્યટન સ્થળ પણ બન્યું છે.પણ ભક્તો અને ગામના લોકો સરકાર ને વિનંતી કરી રહ્યા છે કે, અહીં સારા રસ્તાઓ ન હોય તેમજ આ સ્થળ ને યોગ્ય પ્રસિદ્ધિ ન મળી હોવાના કારણે સોમનાથ આવતા ભાવિકો અહીં પહોંચી શકતા નથી. જેના કારણે મંદિર નો વિકાસ કરવામાં આવે અને યોગ્ય માર્ગ બનાવવામાં આવે તો આ મંદિર અને આસપાસનો વિસ્તાર રમણીય પ્રવાસન સ્થળ બની શકે છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement