For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

'ખતરો કે ખિલાડી' 14ની શાનદાર ઝલક, જુઓ રોહિત શેટ્ટીએ શેર કરી એક્શન તસવીરો

03:54 PM Jun 09, 2024 IST | V D
 ખતરો કે ખિલાડી  14ની શાનદાર ઝલક  જુઓ રોહિત શેટ્ટીએ શેર કરી એક્શન તસવીરો

Khatron Ke Khiladi 14: રોહિત શેટ્ટીનો સ્ટંટ આધારિત રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી' સીઝન 14 ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. દર્શકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે રોહિત શેટ્ટીએ(Khatron Ke Khiladi 14) આ શોના શૂટની એક તસવીર શેર કરીને દર્શકોના ઉત્સાહમાં વધારો કરી દીધો છે.

Advertisement

રોહિત શેટ્ટીએ આ શોના શૂટની એક તસવીર શેર કરી
રોહિત શેટ્ટીએ 'ખતરો કે ખિલાડી' 14ના શૂટનો એક એક્શન પેક્ડ ફોટો પોસ્ટ કર્યો છે. આ તસવીરમાં એક જીપ દેખાઈ રહી છે અને એક હેલિકોપ્ટર જીપની ઉપર ઉડતું જોવા મળી રહ્યું છે. આ હેલિકોપ્ટર પર રોહિત શેટ્ટી સવાર છે.

Advertisement

રોહિતે જણાવ્યું કે શૂટિંગ રોમાનિયામાં થઈ રહ્યું છે
રોહિત શેટ્ટીએ તસવીર પોસ્ટ કરીને કેપ્શન લખ્યું- ખતરોં કે ખિલાડીની બીજી સીઝન માટે રોમાનિયામાં શૂટિંગ. મને આ શો હોસ્ટ કર્યાને 10 વર્ષ થઈ ગયા છે. વર્ષોથી તમે મને અને શોને જે પ્રેમ આપ્યો છે તેના માટે તમારો આભાર. રોહિતની આ પોસ્ટ પર અર્ચના ગૌતમ, જેકલીન ફર્નાન્ડિસ, મોહિત મલિક સહિત ઘણા સેલેબ્સે કોમેન્ટ કરી છે.

Advertisement

શોમાં જોવા મળશે આ સ્પર્ધકો
જણાવી દઈએ કે, આ વખતે ખતરોં કે ખિલાડીમાં ઘણા એવા ચહેરા જોવા મળશે જે શોમાં દર્શકોની રુચિ વધારી દેશે. આ શોમાં અભિષેક કુમાર, સુમોના ચક્રવર્તી, ગશ્મીર મહાજની, આશિષ મેહરોત્રા, નિમૃત કૌર, અદિતિ શર્મા, ક્રિષ્ના શ્રોફ, અસીમ રિયાઝ અને શિલ્પા શિંદે જોવા મળશે.

Advertisement

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ખતરોં કે ખિલાડીમાં આસિમ રિયાઝની રોહિત શેટ્ટી તરફથી જોરદાર ઝાટકણી કાઢવામાં આવી રહી છે. આ સાથે જ આસિમનો અભિષેક અને શાલિન સાથે ઝઘડો પણ થશે. આ સિવાય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શિલ્પા શિંદે એવી સ્પર્ધક હશે જે સૌથી પહેલા શોમાંથી બહાર થઈ જશે.

Tags :
Advertisement
Advertisement