For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

વધુ એક સામુહિક આપઘાત! 3 સગીર બાળકો સાથે પતિ-પત્નીએ ગળેફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન - અંતિમ વિડીયોમાં થયો ચોકાવનારો ખુલાસો

05:09 PM Nov 28, 2023 IST | Dhruvi Patel
વધુ એક સામુહિક આપઘાત  3 સગીર બાળકો સાથે પતિ પત્નીએ ગળેફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન   અંતિમ વિડીયોમાં થયો ચોકાવનારો ખુલાસો

Mass Suicide In Karnataka: કર્ણાટકના તુમકુરુ શહેરમાંથી એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં અતિશય વ્યાજ દરોના ત્રાસથી પરેશાન એક જ પરિવારના પાંચ સભ્યોએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા(Mass Suicide In Karnataka) કરી લીધી છે. પોતાના જીવનનો અંત લાવવાની 5.22 મિનિટ પહેલા પરિવારના વડા ગરીબ સાબે પહેલા બે પાનાની ડેથ નોટ છોડી હતી અને વીડિયો પણ બનાવ્યો હતો. વિડિયોમાં, તેણે વર્ણવ્યું કે કેવી રીતે તે જ બિલ્ડિંગના ભોંયતળિયે રહેતા વ્યક્તિ અને તેના પરિવારના સભ્યોએ તેના પરિવારને ત્રાસ આપ્યો અને અંતિમ પગલું ભરવા મજબુર કર્યો.

Advertisement

વ્યાજખોરી અને હેરાનગતિના કારણે પરિવારનો આપઘાત 
આ ઘટના અંગે પોલીસે સોમવારે જણાવ્યું હતું કે, આ ઘટના રવિવારે રાત્રે તુમાકુરુ શહેરમાં પ્રકાશમાં આવી હતી અને પોલીસે પાંચ આરોપીઓને પણ કસ્ટડીમાં લીધા છે અને તેમની પૂછપરછ કરી રહી છે. ત્યારે વધુ પડતા વ્યાજખોરી અને હેરાનગતિના કારણે એક જ પરિવારના પાંચ લોકોએ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

Advertisement

Advertisement

1.5 લાખની લીધી હતી લોન
વાસ્તવમાં, ચોંકાવનારી વાત એ છે કે, પરિવારે આરોપીઓને 1.5 લાખ રૂપિયા આપવાના હતા, જેના કારણે સદાશિવનગર વિસ્તારમાં કબાબ વિક્રેતા ગરીબ સાબ (36), તેની પત્ની સુમૈયા (32), પુત્રી હજીરા (14), પુત્ર મોહમ્મદ શભાન (10) અને મોહમ્મદ મુનીર (8)નો મૃતદેહ તેમના ઘરે લટકતો જોવા મળ્યો હતો.

આરોપી પરિવારને મારતો હતો માર
મરતા પહેલા ગરીબ સાબે વીડિયોમાં કહ્યું હતું કે, ગ્રાઉન્ડ ફ્લોર પર એક કલંદર રાક્ષસ રહે છે. તે તેની પત્ની અને બાળકોને ત્રાસ આપે છે અને માર મારે છે. કલંદર અપશબ્દોનો પણ ઉપયોગ કરે છે. તેણે વીડિયોમાં આગળ કહ્યું કે, મારી પત્ની અને બાળકોને ડર છે કે, જો હું મરી જઈશ તો તેઓને બક્ષવામાં નહીં આવે. મારી સાથે મારી પત્ની અને બાળકો પણ આત્મહત્યા કરી રહ્યા છે. તે જ સમયે, તિલક પાર્ક પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement