Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

કંગના રનૌતે સુભાષચંદ્ર બોઝને ભારત દેશના પ્રથમ વધાપ્રધાન ગણાવ્યા..! જુઓ વિડીયો

04:01 PM Apr 05, 2024 IST | V D

Kangana Ranaut: બોલિવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન કંગના રનૌતે રાજકારણમાં એન્ટ્રી કરી છે. તે બીજેપીની ઉમેદવાર છે અને 2024ની લોકસભા ચૂંટણીમાં હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી ચૂંટણી લડવા જઈ રહી છે. કંગના ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે અને રેલીઓ કરી રહી છે. આ દરમિયાન કંગનાનો(Kangana Ranaut) એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે સુભાષ ચંદ્ર બોઝને દેશના પ્રથમ વડાપ્રધાન કહી રહી છે. જેના કારણે વિપક્ષી નેતાઓ અને ઘણા લોકો તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. આ નિવેદન પર અભિનેતા પ્રકાશ રાજે પણ કંગના અને ભારતીય જનતા પાર્ટીની મજાક ઉડાવી છે.

Advertisement

'ભારતના પ્રથમ વડાપ્રધાન સુભાષ ચંદ્ર બોઝ'...
આ વીડિયો ટાઈમ્સ નાઉ સમિટનો છે, જેમાં કંગના કહી રહી છે, "પહેલાં આજે મને આ વાત સ્પષ્ટ કરવા દો, જ્યારે આપણને આઝાદી મળી ત્યારે ભારતના પ્રથમ વડાપ્રધાન સુભાષ ચંદ્ર બોઝ ક્યાં ગયા હતા?" આ પછી એન્કરે તેમને અટકાવ્યા કે તેઓ વડાપ્રધાન નથી.

કંગના થઇ ટ્રોલ
સોશિયલ મીડિયા પર ઘણા લોકો કંગનાનો વીડિયો શેર કરી રહ્યા છે. અભિનેતા પ્રકાશ રાજે પણ વિડીયો શેર કર્યો અને લખ્યું, "સુપ્રીમ જોકર પાર્ટીની જોકર... શું અપમાન છે." ઘણા લોકો પ્રકાશ રાજની પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે અને કંગનાની મજાક ઉડાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે કંગના આ જ્ઞાનથી ચૂંટણી લડવા જઈ રહી છે. કેટલાક પૂછી રહ્યા છે કે કંગના કઈ સ્કૂલમાંથી ભણી છે.

Advertisement

આલિયા ભટ્ટ સાથે સરખામણી
લોકો કંગના રનૌતની સરખામણી આલિયા ભટ્ટ સાથે કરી રહ્યા છે. આલિયા તેના IQ માટે ઘણી ટ્રોલ થઈ છે. હવે સોશિયલ મીડિયા યૂઝર્સ કંગનાના નામ પર કટાક્ષ કરી રહ્યા છે અને આલિયાનો ઉલ્લેખ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, "જ્યારે આલિયા ભટ્ટે નેશનલ ટેલિવિઝન પર આવું કંઈક કહ્યું ત્યારે તે માત્ર 19 વર્ષની હતી, પરંતુ અહીં આ લગભગ 40 વર્ષનો કહેવાતો રાષ્ટ્રવાદી ઉર્ફે અંધ ભક્ત આ માટે જીનિયસ ઓફ ધ યર છે."

Advertisement

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ કંગના ઘણી વખત ટ્રોલ થઈ ચુકી છે. તાજેતરમાં જ તેમણે કહ્યું હતું કે દેશને વાસ્તવિક આઝાદી વર્ષ 2014માં મળી હતી, જ્યારે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા હતા. આ માટે વિપક્ષ અને ભાજપ વિરોધી લોકોએ અભિનેત્રીને જોરદાર ટ્રોલ કરી હતી.

Advertisement
Tags :
Next Article