For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

કલ્કી ફિલ્મનું છપ્પરફાડ ઓપનિંગ; પહેલા દિવસે કરી એટલી કમાણી કે...

12:09 PM Jun 28, 2024 IST | V D
કલ્કી ફિલ્મનું છપ્પરફાડ ઓપનિંગ  પહેલા દિવસે કરી એટલી કમાણી કે

Kalki 2898 AD Box Office Collection: પ્રભાસની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'કલ્કી એડી 2898' આજે 27મી જુલાઈએ વિશ્વભરમાં ખૂબ જ ધૂમધામ સાથે રિલીઝ થઈ છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ ચાહકો આ ફિલ્મને અપેક્ષા કરતા ઘણી સારી કહી રહ્યા છે. પેન ઈન્ડિયા સ્ટાર પ્રભાસે(Kalki 2898 AD Box Office Collection) પોતાની હાજરીથી દર્શકોને ચોંકાવી દીધા છે. વાયરલ થઈ રહેલા વિડિયોમાં જોઈ શકાય છે કે થિયેટરોમાં પ્રભાસના પોસ્ટર જોઈને ચાહકો કેવી રીતે આનંદથી ઉછળી રહ્યાં છે. ફિલ્મ જોયા બાદ પ્રભાસના ફેન્સની આ પ્રતિક્રિયા હવે સોશિયલ મીડિયા પર પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે.

Advertisement

પ્રભાસના ફેન્સ ઉત્સાહ સાથે ઉજવણી કરી રહ્યા છે
આવી ઘણી ઝલક સોશિયલ મીડિયા પર સામે આવી છે જેમાં ચાહકો ઉજવણીના મૂડમાં જોવા મળે છે. થિયેટરોની બહાર ઘણા ચાહકો એકઠા થયા હતા અને જબરદસ્ત વાતાવરણ સર્જાયું હતું.

Advertisement

Kalki 2898 AD આ વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંની એક છે. પ્રભાસ, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, કમલ હાસનની ફિલ્મ 27 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને ખૂબ જ સારી ઓપનિંગ મળી છે. રિલીઝના પહેલા દિવસે, ફિલ્મે તમામ ભારતીય ભાષાઓમાં 95 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પ્રભાસ અને અમિતાભ બચ્ચનની ફિલ્મ રિલીઝ થઈ એના થોડા કલાકોમાં જ આ ફિલ્મના રિવ્યુ આવવા લાગ્યા હતા. આ ફિલ્મમાં કેટલીક કમીઓ હોવા છતાં પણ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

Advertisement

ચાહકો પોસ્ટરો અને બેનરો સાથે નાચતા જોવા મળ્યા
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ માત્ર કોઈ ફિલ્મનો પ્રીમિયર ન હતો, પરંતુ પ્રભાસના પ્રશંસકો અને સમર્થકો માટે આ એક ઉજવણીની ક્ષણ હતી. આ દરમિયાન ચાહકો હાથમાં પોસ્ટર અને બેનરો લઈને નાચતા અને ચીયર કરતા જોવા મળ્યા હતા. ક્યાંક તેના ફોટાને દૂધથી સ્નાન કરાવવામાં આવી રહ્યું છે તો ક્યાંક તેના પર ફૂલો અને હાર ચઢાવવામાં આવી રહ્યા છે.

Advertisement

'કલ્કિ એડી 2898'ની વાર્તા અનોખી છે
આ ફિલ્મની વાર્તા ભવિષ્યવાણી દુનિયા પર આધારિત છે. 'કલ્કિ એડી 2898'ની વાર્તા અનોખી છે. ફિઝમે અત્યાર સુધીમાં રૂ. 44.18 કરોડનું એડવાન્સ બુકિંગ લીધું છે. આ ફિલ્મમાં એક્શનની સાથે ખૂબ ડ્રામા પણ છે.

Tags :
Advertisement
Advertisement