Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

જેતપુરના આ શ્રીમંતએ આલીશાન બંગલાને ફેરવ્યો કોવીડ હોસ્પીટલમાં, દિલથી સેલ્યુટ છે આ ગુજરાતીને...

01:30 PM Apr 26, 2021 IST | Shivam Patel

કોરોના દરરોજ હજારો લોકોને પોતાના શંક્જામાં લઇ રહ્યો છે અને વધુમાં વધુ લોકો કોરોનાને કારણે મરી રહ્યા છે. આપણે પણ થોડી ગંભીરતા દાખવવાની જરૂર છે કેમ કે, હાલમાં કોઈ પણ હોસ્પિટલોમાં બેડ ખાલી રહ્યા નથી. હોસ્પિટલની બહાર દર્દીઓની લાઈનો પણ એટલી લાગી છે કે, અમુક દર્દીઓતો હોસ્પિટલ પહોચે એ પહેલા જ મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે હવે ગુજરાતમાં ઘણા લોકો માનવતા દાખવીને કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરવા સામે આવ્યા છે. ચાલો તમને જણાવીએ એક સાચા ગુજરાતી તરીકેની સેવા…

Advertisement

ઘણા ખરા લોકો આ કોરોના દરમિયાન પોતાનાથી થઈ શકે એટલી સેવા કરી રહ્યા છે જયારે જેતપુરથી સમાચાર મળી રહ્યા છે કે ત્યાં એક સેવા ભાવી લોકોએ સેવા યજ્ઞ શરૂ કર્યો છે , આ સેવામાં તેમને પોતાના આલીશાન બંગલાને કોરોનાની હોસ્પીટલમાં તબદીલ કરી દીધો છે જેમાં 15 થી 20 જેટલા બેડની સુવિધા કરવામાં આવી છે જેમાં બેડની સાથે ઓક્સિજનની સુવિધા પણ કરવા આવી છે.

હાલનો સમય જોતા કોરોના રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે જેને કારણે તમારે પણ થોડી ગંભીરતા દાખવવાની જરૂર છે કેમ કે, હાલમાં કોઈ પણ હોસ્પિટલોમાં બેડ ખાલી રહ્યા નથી. બેડ અને ઓક્સીજન ન મળવાને કારણે દર્દીઓ ખુબ જ હેરાનગતિ પામે છે. હોસ્પિટલની બહાર દર્દીઓની લાઈનો પણ એટલી લાગી છે કે, અમુક દર્દીઓતો હોસ્પિટલ પહોચે એ પહેલા જ મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે કોઈ કોરોનાગ્રસ્ત દર્દીને બેડ સાથે ઓક્સિજનની જરૂર હોય તો જેતપુરમાં આવેલ અમરધામ વિસ્તારમાં રહેતા એક સેવા ભાવી નાગરિક જેશુરભાઈ વાળાએ પોતાના આલીશાન બંગલામાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે બેડ અને ઓક્સિજનની સુવિધા કરી આપી છે.

Advertisement

આ વ્યવસ્થામાં ઓક્સીજન આપવા માટે પ્લાસ્ટીકની પાણીની પાઈપ ગોઠવીને આ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને સાથે અહીં કોરોનાગ્રસ્ત દર્દીઓના સ્વાસ્થ્ય અને એમના ઓક્સીજન લેવલનું પણ ખાસ કરીને ધ્યાન રાખવામાં આવે છે અને કોરોના દર્દીઓની સાથે આવેલ પરીવારજનોને જમવાનું પણ આપવામાં આવે છે. અહિયાં દાખલ થયેલા દર્દીઓ અને તેમની સાથે આવેલ પરિવારજનો આ પ્રકારની સેવા જોઇને ગર્વથી છાતી ફૂલી ઉઠે છે. આ કોરોના કાળ દરીમયાન દર્દીઓને જાણે ભગવાન મળી ગયા હોય તેવી અનુભૂતિ થાય છે.

જેસુરભાઈ દ્વારા પોતાના બંગલામાં જેતપુરના દર્દીઓને ઓક્સિજન સાથેના બેડની વ્યવસ્થા શરૂ કરી છે. જેસુરભાઈએ પોતાના બંગલામાં જ 15 થી 20 બેડની વ્યવસ્થા કરી છે. જેસુરભાઈ અહીં તમામ દર્દીને 24 કલાક ઓક્સિજન મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. અહીં આવેલ દર્દીને 24 કલાક ઓક્સિજન મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. દિલથી સેલ્યુટ છે આવા સેવાભાવી લોકોને જે કોરોનાકાળમાં પણ પોતાના જીવને જોખમમાં મુકીને અન્ય લોકોની મદદ કરે છે. આ પરથી કહી શકાય કે ‘માનવતાથી મોટો બીજો કોઈ ધર્મ નથી’.

Advertisement

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Advertisement
Tags :
Next Article