For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

નવા વર્ષમાં તમે પણ બાઈક ખારીવા માંગો છો? તો ખાસ જોઈ લેજો આ વિડીયો- પેટ્રોલ મળશે ફ્રી... ફ્રી... ફ્રી...

12:34 PM Dec 24, 2023 IST | Dhruvi Patel
નવા વર્ષમાં તમે પણ બાઈક ખારીવા માંગો છો  તો ખાસ જોઈ લેજો આ વિડીયો  પેટ્રોલ મળશે ફ્રી    ફ્રી    ફ્રી

Jawa-Yezdi year end discount offer details: Czech બ્રાન્ડ જાવાની બાઈક ભારતમાં Yezdiના નામથી વેચાય છે. વર્ષના અંતે Jawa-Yezdi લોકો માટે નવા વર્ષની ભેટ લઈને આવી છે. વાસ્તવમાં, કંપનીએ 'કીપ રાઇડિંગ' અભિયાન શરૂ કર્યું છે. જેમાં કંપનીની નવી બાઇક ખરીદનાર પસંદગીના ગ્રાહકો એક મહિના માટે ફ્રી પેટ્રોલના હકદાર બની શકે છે.(Jawa-Yezdi year end discount offer details) જો કે, કેટલા લીટર પેટ્રોલ આપવામાં આવશે અથવા લોકો તેને કેવી રીતે પસંદ કરશે તે અંગે કંપનીએ કોઈ માહિતી શેર કરી નથી.

Advertisement

લુક અને પાવરટ્રેનમાં રોયલ એનફિલ્ડને પણ ટક્કર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાઇક ખરીદનારા આ સ્કીમનો લાભ 31 ડિસેમ્બર, 2023 સુધી મેળવી શકે છે. આ ઑફર Yezdi Roadster અને Jawa 42ના તમામ વેરિયન્ટ્સ પર લાગુ છે. આ ઉપરાંત, કંપની 30,000 રૂપિયા સુધીના વધારાના લાભો પણ આપી રહી છે, જેમાં નાણાકીય ડિસ્કાઉન્ટ અને અન્ય ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે. આ બાઇકનો દેખાવ અને રોયલ એનફિલ્ડનો દેખાવ એક બીજા સાથે કોમ્પિટિશન કરે છે.

Advertisement

Advertisement

એક્સેસરીઝ પર 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ
Jawa-Yezdi વર્ષના અંતે ચાર વર્ષ અથવા 50,000 km (જે વહેલું પૂર્ણ થાય)ની વોરંટી ઓફર કરે છે. નવી બાઇક ખરીદતી વખતે તમારી જૂની બાઇક આપવા પર તમને રૂ. 10,000 સુધીનું એક્સચેન્જ બોનસ મળશે. આ બધા સિવાય કેટલીક વિશિષ્ટ એક્સેસરીઝ પર 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે. Jawa ભારતમાં Jawa 42, 42 Bobber, Perak અને Roadster ઓફર કરે છે. જ્યારે, યેઝદીના બેનર હેઠળ, અમને યેઝદી રોડસ્ટર, સ્ક્રેમ્બલર અને એડવેન્ચર મોડલ મળે છે. ભારતમાં યેઝદી રોડસ્ટરની કિંમત રૂ. 2.09 લાખ એક્સ-શોરૂમથી શરૂ થાય છે. જ્યારે, Jawa 42 ની બેઝ પ્રાઈસ 1.98 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.

યેઝદી રોડસ્ટર
યેઝદી રોડસ્ટરની વાત કરીએ તો તે કંપનીની ખૂબ જ માંગવાળી બાઇક છે. સ્ટાઇલિશ લુકમાં આ બાઇક 790 mmની સીટ હાઇટ સાથે આવે છે. તેની એન્જિન ક્ષમતા 334 cc છે. આ એક લાંબા રૂટની બાઇક છે, તેમાં આરામદાયક સીટ સાથે 12.5 લિટરની ફ્યુઅલ ટેન્ક છે. કંપનીએ બાઇકમાં 28 kmplની માઇલેજનો દાવો કર્યો છે. આ પ્રારંભિક કિંમત રૂ. 2.07 લાખની એક્સ-શોરૂમ કિંમત છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement