For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

જૌનપુર પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક પરિવારના 6 લોકોના કરુણ મોત- 3 ગંભીર

01:42 PM Mar 10, 2024 IST | V D
જૌનપુર પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક પરિવારના 6 લોકોના કરુણ મોત  3 ગંભીર

Jaunpur UP Road Accident: ઉત્તર પ્રદેશના જૌનપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. બિહારના સીતામઢીમાં રહેતો એક પરિવાર આ અકસ્માતનો શિકાર બન્યો છે. આ માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, આ પરિવાર સીતામઢીના રીગાથી કારમાં પ્રયાગરાજ(Jaunpur UP Road Accident) જઈ રહ્યો હતો. આખો પરિવાર લગ્ન માટે છોકરી જોવા જઈ રહ્યો હતો અને અકસ્માતનો ભોગ બન્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું છે.

Advertisement

કાર સાથે ટ્રકની ટક્કર, પરિવારના 6 સભ્યોના મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, બિહારના સીતામઢીમાં રહેતો એક પરિવાર યુપીના જૌનપુરમાં રોડ અકસ્માતનો ભોગ બન્યો છે. એક જ પરિવારના 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના શનિવારે મોડી રાત્રે બની હોવાનું કહેવાય છે જ્યારે ગૌરાબાદશાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રસાદ તિરાહા ખાતે એક પુરપાટ ઝડપે આવતા ટ્રકે કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કુરચો વળી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 6 લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકોની હાલત ગંભીર છે.

Advertisement

સીતામઢીનો પરિવાર લગ્ન માટે છોકરી જોવા ગયો હતો
મળતી માહિતી મુજબ સીતામઢીના રીગા સ્ટેશન રોડ પર રહેતા ગજાધર શર્મા પોતાના પરિવારના 6 સભ્યો સાથે કારમાં મુસાફરી કરી રહ્યા હતા અને પરિવારના એક યુકેના લગ્ન માટે છોકરી જોવા માટે પ્રયાગરાજ જઈ રહ્યા હતા. પરંતુ રાત્રે 2.30 થી 3 વાગ્યાના સુમારે કાર કેરાકટ ચારરસ્તા પાસે પહોંચી ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવતા ટ્રકે કારને ટક્કર મારી હતી.

Advertisement

રસ્તા વચ્ચે મોતની ચીસો ગુંજી
મોડી રાત્રે રસ્તા વચ્ચે મોતનો તાંડવ જોવા મળ્યો હતો. માહિતી મળતા જ વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક અને હેલ્પર સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. મૃતકોમાં બે મહિલાઓ પણ હોવાનું કહેવાય છે. મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ અંગે મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement