Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ ફંક્શન માટે જામનગર દુલ્હનની જેમ સજાવ્યું, ઝુકરબર્ગ-ગેટ્સ સહિતની અનેક મોટી હસ્તીઓ રહેશે હાજર

12:32 PM Feb 23, 2024 IST | V D

Anant Ambani Pre-Wedding:  દેશની સૌથી વેલ્યુએબલ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી(Anant Ambani Pre-Wedding) જુલાઈમાં મુંબઈમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. તે પહેલા 1 થી 3 માર્ચ દરમિયાન જામનગરના રિલાયન્સ ગ્રીન કોમ્પ્લેક્સમાં લગ્ન પહેલાના અનેક કાર્યક્રમો યોજાનાર છે. ભારત અને વિદેશના બિઝનેસ અને ટેક જગતની ઘણી જાણીતી હસ્તીઓ તેમાં ભાગ લે તેવી શક્યતા છે. તેમાં માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ, મેટા સીઇઓ માર્ક ઝકરબર્ગ, બ્લેકરોકના સીઇઓ લેરી ફિંક, બ્લેકસ્ટોન ચેરમેન સ્ટીફન શ્વાર્ઝમેન, ડિઝનીના સીઇઓ બોબ ઇગ્નર અને ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પનો સમાવેશ થાય છે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 107મા એપિસોડમાં એવી અપીલ કરી હતી કે, આજકાલ કેટલાક પરિવારોમાં વિદેશમાં જઈને લગ્ન કરવાનો માહોલ બનતો જાય છે. શું આ જરૂરી છે? ભારતની ધરતી પર, ભારતના લોકો વચ્ચે જો આપણે લગ્ન પ્રસંગ ઉજવીએ તો દેશનો પૈસો દેશમાં રહેશે. નાનાં લોકોને રોજગારી મળશે. જામનગરમાં જ પુત્રનો પ્રિ વેડિંગ પ્રસંગ ઉજવવાનું નક્કી કરીને અંબાણી પરિવારે PM નરેન્દ્ર મોદીની આ વાતને સાર્થક કરી છે.

વિદેશથી મહેમાનો આવશે
અનંત અને રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની ગુજરાતના જામનગરમાં થશે. 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન બંને કપલના વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવશે. આ ફંકશનમાં દેશની જ નહીં પરંતુ વિદેશમાંથી પણ અનેક જાણીતી હસ્તીઓ ભાગ લેશે. ઇન્સ્ટન્ટ બોલિવૂડના અહેવાલ મુજબ, માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ, મેટા સીઇઓ માર્ક ઝકરબર્ગ અને ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ પણ અનંત અને રાધિકાના લગ્ન પહેલાના સમારોહમાં હાજરી આપવા જામનગર જશે.

Advertisement

કોનો સમાવેશ કરવામાં આવશે?
Adnoc CEO ડૉ. સુલતાન અલ જાબેર, BP CEO મુરે ઓચીનક્લોસ, કતારના PM મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જસિમ અલ થામી, ભૂતપૂર્વ સ્વીડિશ વડા પ્રધાન કાર્લ બિલ્ટ, કોલોની કેપિટલના ચેરમેન અને સ્થાપક થોમસ બેરેક, JC2 વેન્ચર્સના CEO જ્હોન ચેમ્બર્સ, Exor એક્ઝિક્યુટિવ જ્હોન ચેમ્બર્સ, ચેરમેન એન. સીઇઓ એરી ઇમેન્યુઅલ, બ્લેકરોકના ચેરમેન અને સીઇઓ લેરી ફિન્ક.

આ હસ્તીઓ પણ સામેલ થશે
બ્રુસ ફ્લેટ, સીઇઓ, બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ; માઈકલ ગ્રીમ્સ, મેનેજિંગ ડિરેક્ટર, મોર્ગન સ્ટેનલી; સ્ટીફન હાર્પર, કેનેડાના ભૂતપૂર્વ વડા પ્રધાન; Google પ્રમુખ ડોનાલ્ડ હેરિસન; રિચાર્ડ હિલ્ટન, પ્રમુખ, હિલ્ટન અને હાઇલેન્ડ; અજીત જૈન, વાઇસ-પ્રેસિડેન્ટ, બર્કશાયર હેથવે; આર્ચી કેસવિક, બોર્ડ મેમ્બર, મેન્ડરિન ઓરિએન્ટલ; ડૉ. રિચાર્ડ ક્લાઉસનર, વૈજ્ઞાનિક; ટેરી મેકઓલિફ, ભૂતપૂર્વ ગવર્નર; યુરી મિલ્નર; અજીત મોહન, પ્રમુખ – એશિયા પેસિફિક, સ્નેપ ઇન્ક.; જેમ્સ મર્ડોક, સ્થાપક અને સીઇઓ, લુપા સિસ્ટમ્સ; પૂર્ણા સગુર્તિ, વાઇસ પ્રેસિડેન્ટ, બેંક ઓફ અમેરિકા; ભૂટાનના રાજા અને રાણી; જોર્જ ક્વિરોગા, બોલિવિયાના ભૂતપૂર્વ પ્રમુખ; કેવિન રુડ, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન; એરિક શ્મિટ, સ્થાપક, શ્મિટ ફ્યુચર્સ; ક્લાઉસ શ્વાબ, પ્રમુખ, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ; રામ શ્રીરામ, સ્થાપક અને મેનેજિંગ પાર્ટનર, શેરપાલો; જિમ ટીગ, સીઇઓ, એન્ટરપ્રાઇઝ જીપી; ફરીદ ઝકરિયા પણ ગેસ્ટ લિસ્ટમાં છે.

Advertisement

મહેમાનોને સગવડતા મળે તે માટે સવાલ-જવાબ પણ અપાયા છે. જેમાં દિલ્હી-મુંબઈથી ચાર્ટર્ડ ફ્લાઈટની માહિતી અને સામાન લાવવાની સૂચના અપાઈ છે. સાથે સાથે એવો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે કે, વોર્ડરોબ પ્લાનર કાર્ડ માત્ર જાણ માટે સાથે આપવામાં આવ્યું છે બાકી, પ્રસંગને અનુરૂપ અને અતિથિઓને મનપસંદ વસ્ત્રો પહેરીને પ્રસંગમાં અભિવૃદ્ધિ કરી શકે છે.આમંત્રણ કાર્ડના અંતે લખ્યં છે કે આ ત્રણ દિવસ વિકએન્ડનો પ્રસંગ આપણા સૌ માટે જીવનભરની સ્મૃતિ બની રહેશે.

દરેક મહેમાન માટે દિલ્હી-મુંબઈથી ચાર્ટર્ડ ફલાઈટની વ્યવસ્થા
કાર્ડના ઓપનિંગ પેજમાં અનંતનો 'એ' અને રાધિકાનો 'આર' સોનેરી અક્ષરમાં લખવામાં આવ્યા છે. પછીના પેજમાં માહિતી આપવામાં આવી છે કે, અમે ઉત્સાહિત છીએ રાધિકા અને અનંતના પ્રિ-વેડિંગ ફેસ્ટિવ માટે. અમે કેટલીક માહિતી શેર કરીએ છીએ જેથી તેમને જામનગર ટ્રીપમાં વાંધો ન આવે.અમે આના માટે ખાસ ફ્લાઈટ્સની પણ વ્યવસ્થા કરી છે. જે દિલ્હી અને મુંબઈથી જામનગર સુધી આવશે અને પાછી લઈ જશે. ફલાઈટ સવારે 8 વાગ્યાથી 1 વાગ્યા વચ્ચે 1 માર્ચે ઉપડશે.દરેક દિવસની થીમ અને ડ્રેસ કોડ પણ અલગ રખાયાં છે. મહેમાનો માટે હેર સ્ટાઈલિસ્ટ, મેકઅપ આર્ટીસ્ટ અને ડ્રેસ ડિઝાઈનરની વ્યવસ્થા છે.

ગયા વર્ષે સગાઈ થઈ હતી
તમને જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ હવે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં અનંત અને રાધિકાએ મુંબઈમાં ખૂબ જ ધામધૂમથી સગાઈ કરી હતી. બંનેની રિંગ સેરેમનીમાં ઘણા સ્ટાર્સે ભાગ લીધો હતો. હવે અનંત અને રાધિકા તેમના લગ્નને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં મુકેશ અને નીતા અંબાણીએ ત્રણ દિવસીય પ્રી-વેડિંગ ફંક્શનનું કાર્ડ શેર કર્યું હતું. જેમાં લગ્ન પહેલા હલ્દી, મહેંદી અને સંગીત વિશેની તમામ માહિતી હાજર હતી. મુકેશ અંબાણીએ અનંત અને રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની માટે તેમનું વતન જામનગર પસંદ કર્યું છે. જ્યાં રાધિકા અને અનંત તેમના પૂર્વજોના આશીર્વાદ સાથે હંમેશા માટે એકબીજાનો હાથ પકડી રાખશે.

આ દિવસે લગ્ન થશે
જો અહેવાલોનું માનીએ તો, બોલિવૂડના પાવર કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અનંત અને રાધિકાના લગ્ન પહેલાના સમારંભમાં અદભૂત ડાન્સ પરફોર્મન્સ આપશે. ફેમસ સિંગર્સ અરિજીત સિંહ, પ્રીતમ અને હરિહરન પણ સેરેમનીમાં પોતાના ગીતોનો જાદુ ફેલાવતા જોવા મળશે. નોંધનીય છે કે અનંત અને રાધિકાના લગ્ન આ વર્ષે 12 જુલાઈએ મુંબઈમાં થશે.

સમગ્ર જામનગરને દુલહનની જેમ શણગારવામાં આવી રહ્યું છે
આ ઈવેન્ટમાં ભાગ લેવા દેશ અને દુનિયામાંથી ઈન્ડસ્ટ્રીની ઘણી મોટી હસ્તીઓ આવી રહી છે. જેના કારણે જામનગર એરપોર્ટ કે, જ્યાં એક સમયે દિવસભર એક-બે ફ્લાઈટ લેન્ડ અને ટેકઓફ થતી હતી, પરંતુ 1લી માર્ચથી દિવસભર અહીં 50થી વધુ પ્લેન લેન્ડ થશે. લગ્ન પ્રસંગે રિલાયન્સ દ્વારા સમગ્ર જામનગર એરપોર્ટને શણગારવામાં આવી રહ્યું છે, સાથે સાથે RIL રિફાઈનરી કોમ્પ્લેક્સ સુધીનો રૂટ પણ શણગારવામાં તૈયાર કરવામાં આવી રહ્યો છે.

Advertisement
Tags :
Next Article