For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં ફરી એક વાર આતંકવાદી હુમલો- નિવૃત્ત પોલીસ અધિકારીને ગોળી મારી કરી હત્યા

12:08 PM Dec 24, 2023 IST | Dhruvi Patel
જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં ફરી એક વાર આતંકવાદી હુમલો  નિવૃત્ત પોલીસ અધિકારીને ગોળી મારી કરી હત્યા

Another terrorist attack in Jammu and Kashmir: રવિવારે સવારે જમ્મુ-કાશ્મીરના બારામુલામાં આતંકવાદીઓએ નિવૃત્ત એસએસપી મોહમ્મદ શફીની ગોળી મારીને હત્યા કરી હતી. શફી જેન્ટમુલ્લા શેરી મસ્જિદમાં સવારની નમાજ અદા કરી રહ્યા હતા. તે જ સમયે આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો.(Another terrorist attack in Jammu and Kashmir) હોસ્પિટલમાં લઈ જતી વખતે તેનું મોત થયું હતું.

Advertisement

કાશ્મીર ઝોન પોલીસે આપી માહિતી
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 4 દિવસમાં આ ત્રીજી મોટી આતંકવાદી ઘટના છે. આ પહેલા 21 ડિસેમ્બરે રાજૌરીમાં આતંકીઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો હતો. જેમાં 5 જવાન શહીદ થયા હતા. 23 ડિસેમ્બરે આતંકવાદીઓએ અખનૂરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષાદળોના ગોળીબારમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.

Advertisement

Advertisement

21 ડિસેમ્બરે સેનાના કાફલા પર હુમલો, 5 જવાનો શહીદ
21 ડિસેમ્બરે, આતંકવાદીઓએ પૂંચ અને રાજૌરી વચ્ચે ડેરા ગલીમાં સેનાના કાફલા પર હુમલો કર્યો હતો. જેમાં 5 જવાન શહીદ થયા હતા, જ્યારે 2 જવાનો ઘાયલ થયા હતા. આતંકવાદી જૂથ પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ (PAFF) એ આ હુમલાની જવાબદારી લીધી હતી. આતંકવાદીઓએ અમેરિકન એમ-4 કાર્બાઈન એસોલ્ટ રાઈફલ્સથી સેના પર હુમલો કર્યો હતો.

Advertisement

અખુનારમાં એક આતંકવાદી માર્યો ગયો
23 ડિસેમ્બરે અખનૂરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર 4 આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન એક આતંકી માર્યો ગયો હતો. ભારતીય સેનાના વ્હાઇટ નાઈટ કોર્પ્સના જણાવ્યા અનુસાર, સર્વેલન્સ કેમેરામાં ચાર આતંકવાદીઓ જોવા મળ્યા હતા. આ દરમિયાન સુરક્ષાદળોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. બાદમાં ત્રણ આતંકવાદીઓ એક મૃતદેહને આંતરરાષ્ટ્રિય સરહદ પાર ખેંચતા જોવા મળ્યા હતા.

5 મહિનામાં 10 આતંકવાદી ઘટનાઓ
16 ડિસેમ્બરે, BSFના એક વરિષ્ઠ અધિકારીએ ગુપ્ત માહિતીને ટાંકીને માહિતી આપી હતી કે 250 થી 300 આતંકવાદીઓ પાકિસ્તાન સરહદ પરના લોન્ચપેડ પર છે. તેઓ જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અધિકારીએ કહ્યું કે સુરક્ષા દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સરહદ પારથી ઘૂસણખોરીના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવશે.

BSF IG અશોક યાદવે પુલવામામાં કહ્યું કે, આતંકવાદી ગતિવિધિઓને જોતા અમે (BSF) અને સેના સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખી રહ્યા છીએ અને સતર્ક છીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં સુરક્ષા દળો અને કાશ્મીરના લોકો વચ્ચેના સંબંધોમાં વધારો થયો છે. જો લોકો અમને સહકાર આપે તો અમે વિકાસના કામને વધુ સારી રીતે આગળ વધારી શકીશું.

Tags :
Advertisement
Advertisement