Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

જાડેજા પર લાગ્યા મસમોટા આરોપ- રવીન્દ્રને ક્રિકેટર ન બનાવ્યો હોત તો સારું હતું: પિતાએ ભાવુક થઈ કહ્યું, રિવાબાએ ઊભો કર્યો વિખવાદ...

03:29 PM Feb 09, 2024 IST | V D

Cricketer Ravindra Jadeja: રવિન્દ્ર જાડેજા ભારતીય ક્રિકેટ ટીમના સૌથી ફાસ્ટ અને ચતુર ફિલ્ડર, સૌથી ઓછા સમયમાં ઓવર પુરી કરનારા બૉલર અને જરૂરિયાતના સમયે તાબડતોડ બેટિંગ કરનારા છે.જાડેજાનો ગુજરાતના જામનગરમાં થયો હતો, રવિન્દ્ર જાડેજાએ પોતાના ઓલરાઉન્ડર પ્રદર્શનથી પોતાની જગ્યા બનાવી છે.રવિન્દ્ર જાડેજાને(Cricketer Ravindra Jadeja) દુનિયાના ક્રિકેટ દિગ્ગજો એક મજૂબત ખેલાડી તરીકે ઓળખે છે,જેનાથી આખો દેશ સંતુષ્ટ છે.પરંતુ તેના પિતા જ ના ખુશ છે.એક સૂત્ર દ્વારા એવી વાત સામે આવી હતી કે,રવિન્દ્ર સિંહ જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજાનો રીવાબા અને રવિન્દ્ર સાથે કોઈ સબંધ નથી.તેમજ તેઓ અલગ રહે છે.

Advertisement

રિવાબાએ ઘરે આવતાં જ બધા સંબંધો બગાડી નાખ્યા
અનિરુદ્ધસિંહ જાડેજાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે 'મારા પુત્રને ક્રિકેટર બનાવીને મેં ભૂલ કરી છે, મારા પુત્ર સાથે મારો કોઈ સંબંધ નથી. તેણે રીવાબા સાથે લગ્ન કરીને મોટી ભૂલ કરી છે. તેણે આવીને મારું ઘર તોડી નાખ્યું. તેણે એક પિતા અને એક બહેનને તેમના પુત્ર અને ભાઈથી અલગ કર્યા છે. હું તેને પાંચ વર્ષથી મળ્યો નથી.પોતાનું દર્દ સંભળાવતી વખતે તે થોડા ભાવુક પણ થઈ ગયા. તેણે કહ્યું, 'મેં મારા દીકરા માટે શું ન કર્યું, ચોકીદારી કરી, તેની માતા ગયા પછી તેની બહેન અને મારી દીકરી નયનાબાએ રવિન્દ્ર જાડેજાને દીકરાની જેમ ઉછેર્યો પણ રિવાબાએ ઘરે આવતાં જ બધા સંબંધો બગાડી નાખ્યા.'

'હવે મને એવું લાગે છે કે જાણે મને પુત્ર જ નથી'
' આજે હું તેના વિના જીવતા શીખી ગયો છું, મને તેની જરૂર નથી, તેને માત્ર પૈસામાં જ રસ છે. મારી પાસે ફાર્મ, પેન્શન અને હોટેલ છે. તે મારા માટે પૂરતું છે, તે અમને બોલાવતો નથી, અમે તેને બોલાવતા નથી, હવે મને લાગે છે કે મારો કોઈ પુત્ર નથી.

Advertisement

ક્રિકેટર ન બનાવ્યો હોત તો સારું થાત - રવીન્દ્ર જાડેજાના પિતા
અનિરુદ્ધસિંહ જાડેજાએ આક્ષેપો કરતા કહ્યું કે, તમને એક સત્ય વાત કરી દઉં? મારે રવિ કે તેની પત્ની સાથે કોઈપણ પ્રકારના સંબંધ નથી. અમે તેને નથી બોલાવતાં અને એ લોકો અમને નથી બોલાવતાં. રવિભાઈના લગ્ન કર્યા ત્યાર પછી બે-ત્રણ મહિનામાં જ વિખવાદ ઊભો થઈ ગયો હતો.

Advertisement

હાલ હું જામનગરમાં એકલો રહું છું, જ્યારે રવીન્દ્રનો પંચવટી બંગલો અલગ છે. તે જામનગરમાં જ રહે છે, પણ મેં તેને જોયો નથી. પત્નીએ શું જાદુ કરી દીધું છે ખબર નહિ. દીકરો મારો છે, મારું પેટ બળીને રાખ થઈ જાય છે, ન પરણાવ્યો હોત તો સારું હતું. ક્રિકેટર ના બનાવ્યો હોત તો સારું હતું, નહીંતર અમારી આવી હાલત ન હોત.

Advertisement
Tags :
Next Article