For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

જાફરાબાદ/ જંગલના સાવજ સામે હોશિયારી દેખાડવી યુવાનને પડી ભારે, માંડ-માંડ બચાવ્યો જીવ- જુઓ વિડીયો

04:29 PM Mar 27, 2024 IST | V D
જાફરાબાદ  જંગલના સાવજ સામે હોશિયારી દેખાડવી યુવાનને પડી ભારે  માંડ માંડ બચાવ્યો જીવ  જુઓ વિડીયો

Amreli Lion Video Viral: જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને ખાસ કરીને અમરેલી જિલ્લાના(Amreli Lion Video Viral) અંતરિયાળ વિસ્તારમાં સિંહોના આંટાફેરા એ કંઈ નવી વાત ન કહી શકાય. છાશવારે સિંહો ગામડાંમાં ઘૂસીને શિકાર કરતા હોય છે, જેના ઘણા વિડીયો પણ સામે આવતા રહેતા હોય છે. જોકે રાજુલાના કોવાયા ગામમાં બનેલ આ ઘટના કંઈક અલગ જ જોવા મળી રહી છે.

Advertisement

સિંહની લટાર
રાજુલા જાફરાબાદના સિંહોની સુરક્ષા માટે શેત્રુંજી ડિવિઝન ખાસ ઉભું કરવામાં આવ્યું છે. જિલ્લામાં ત્રણ ત્રણ ડિવિઝન છે છતાં સિંહો અહીં છાશવારે રોડ રસ્તા ઓ અને ખાસ કરી પીપાવાવ પોર્ટ પર આવી ચડે છે ત્યારે સિંહોને અહીંથી સુરક્ષિત રીતે પોર્ટ વિસ્તાર આસપાસ થિ દૂર ખસેડવા માંગ થઈ રહી છે સ્થાનિક ધારાસભ્ય અમરીશ ડેરના જણાવ્યા અનુસાર અહીં 100 જેટલા સિંહો જાફરાબાદ રાજુલામાં વસી રહ્યા છે. જેથી અહીં સરકાર દ્વારા અભ્યારણ બાનવવા માં આવે તેવી માંગ કરી રહ્યા છે.

Advertisement

સાવજ સામે હોશિયારી દેખાડવી શખ્સને ભારે પડી
જે રાજકારણ પણ હોઈ શકે પરંતુ સિંહો છાશવારે રોડ રસ્તા પર આવી જવાની ઘટના સામાન્ય બની રહી છે ત્યારે દરિયાઈ જેટી પાસે સિંહો પહોંચી જતા અહીં વન વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું. કેટલીકવાર હોશિયારી દેખાડવી ભારે પડતી હોય છે. આવી જ ઘટના બની છે રાજુલાના જાફરાબાદમાં. અહીં પીપાવાવ રોડ પર સિંહ સામે હોશિયારી દેખાડવી વ્યકિતને ભારે પડી છે. સિંહને પરેશાન કરવા વ્યક્તિએ પૂરપાટ ઝડપે બાઈક સિંહ સામે લાવી દીધું હતું.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

પરંતુ તેને ક્યાં ખબર હતી કે તેની હોશિંયારી ભારે પડશે. સિંહે બાઈકચાલક સામે દોટ મૂકી અને વ્યક્તિને પરસેવો છૂટી ગયો. સિંહે દોટ મૂકતા બાઇક ચાલકનો જીવ તાળવે ચોંટી ગયો હતો. ઘટનાનો વીડિયો વાયરલ થતા વનવિભાગે તપાસ શરૂ કરી છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement