For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

વિરાટ કોહલીના નામે નોંધાયો અનોખો રેકોર્ડ, IPLમાં આવું કરનારો બન્યો પ્રથમ ભારતીય ક્રિકેટર...

12:51 PM Apr 26, 2024 IST | Chandresh
વિરાટ કોહલીના નામે નોંધાયો અનોખો રેકોર્ડ  iplમાં આવું કરનારો બન્યો પ્રથમ ભારતીય ક્રિકેટર

Virat Kholi new record: IPL 2024ની 41મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહી છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPLમાં તેની 250મી (Virat Kholi new record) મેચ રમવા આવી હતી. RCB માટે મેદાનમાં ઉતરતાની સાથે જ વિરાટ કોહલીના નામે એક અનોખો રેકોર્ડ નોંધાઈ ગયો, જે IPLના ઈતિહાસમાં આ પહેલા કોઈ ખેલાડીએ હજી સુધી આ નથી કર્યું.

Advertisement

વાસ્તવમાં, વિરાટ કોહલી પ્રથમ સિઝનથી RCB સાથે જોડાયેલો છે. તે IPL ઈતિહાસનો પ્રથમ ખેલાડી બન્યો છે જે ટીમની પ્રથમ અને 250મી બંને મેચની પ્લેઈંગ ઈલેવનનો ભાગ બન્યો છે. જો કે, RCB પહેલા મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલમાં 250 મેચ રમી હતી, પરંતુ મુંબઈમાં એવો કોઈ ખેલાડી નહોતો જે ટીમની પ્રથમ અને 250મી મેચ રમ્યો હોય.

Advertisement

RCB બીજી ટીમ બની
તમને જણાવી દઈએ કે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ IPL ઈતિહાસમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 250મી મેચ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPLના ઈતિહાસમાં 250 મેચ રમનારી બીજી ટીમ બની ગઈ છે. આ પહેલા માત્ર મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આ કારનામું કર્યું છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ હજુ સુધી એક પણ આઈપીએલ ટાઈટલ જીતી શકી નથી.

Advertisement

કોહલીએ અડધી સદીની ઇનિંગ રમી હતી
વિરાટ કોહલીએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમતા અડધી સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ 41 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 51 રન બનાવ્યા હતા. ઉનડકટે તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. વિરાટ ઉપરાંત રજત પાટીદારે અડધી સદીની ઇનિંગ રમી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement