For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

IPL 2024ને લઈ મહત્વના સમાચાર, ટૂર્નામેન્ટનું સ્થળ બદલાઈ શકે છે, હવે આ દેશમાં રમાશે IPL

12:36 PM Mar 16, 2024 IST | Chandresh
ipl 2024ને લઈ મહત્વના સમાચાર  ટૂર્નામેન્ટનું સ્થળ બદલાઈ શકે છે  હવે આ દેશમાં રમાશે ipl

IPL 2024 Venue May Change: IPL 2024ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ક્રિકેટની સૌથી રોમાંચક ટુર્નામેન્ટ IPLનું સ્થળ બદલાઈ શકે છે. આ લાખો ભારતીય ચાહકો માટે મોટો ફટકો હોઈ શકે છે, જેઓ લાઈવ મેચ જોવાની રાહ જોઈ રહ્યા હતા. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને IPL 2024નું સ્થળ બદલાઈ શકે છે. ખાનગી મીડિયાના (IPL 2024 Venue May Change) અહેવાલ આપ્યો છે કે બીસીસીઆઈના સ્ત્રોતમાંથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. IPL 2024 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે, પરંતુ તે પહેલા ટૂર્નામેન્ટનું સ્થળ બદલાઈ શકે છે.

Advertisement

કયા દેશમાં IPL રમી શકાય છે
માત્ર ભારતીય જ નહીં પરંતુ કરોડો વિદેશી ચાહકો પણ IPL 2024ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચાહકો પણ ટૂર્નામેન્ટની શરૂઆતની મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, આ દરમિયાન ટૂર્નામેન્ટને લઈને અહેવાલોમાં મોટા દાવાઓ થઈ રહ્યા છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને IPLનું માત્ર 17 દિવસનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આમાંથી એક પણ મેચ દિલ્હીમાં યોજાવાની ન હતી. આજે એટલે કે શનિવારે સાંજે લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થશે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે IPLના બીજા સત્રનું સ્થળ બદલાઈ શકે છે. IPLનું બીજું સત્ર 7 એપ્રિલ પછી રમાશે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સેશન ભારતમાં નહીં પરંતુ UAEમાં રમાઈ શકે છે.

Advertisement

Advertisement

પ્રથમ સેશનમાં 21 મેચો રમાશે
BCCI દ્વારા જાહેર કરવામાં આવેલા IPLના પહેલા હાફના શેડ્યૂલમાં કુલ 21 મેચો યોજાવા જઈ રહી છે. આ સત્રની છેલ્લી મેચ 7મી એપ્રિલે લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. આ પછી IPL UAEમાં રમાઈ શકે છે. વર્ષ 2020માં પણ કોરોનાના કારણે IPLનું આયોજન ભારતમાં નહોતું થયું પરંતુ UAEમાં કરવામાં આવ્યું હતું. આ સિઝનમાં, IPL મેચો 3 મેદાનો પર યોજાઈ હતી, જેમાં દુબઈ, અબુ ધાબી અને શારજાહનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે BCCIએ ખેલાડીઓના પાસપોર્ટ પણ માંગ્યા છે. આનાથી સ્પષ્ટ થાય છે કે IPLનું બીજું સત્ર ભારતમાં યોજાશે નહીં.

Advertisement
Tags :
Advertisement
Advertisement