For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

6,6,6,4,4,4,4... ધોની CSK ને મેચ તો નાં જીતાડી શક્યો પણ દર્શકોના દિલ જીતી લીધા

12:48 PM Apr 01, 2024 IST | Vandankumar Bhadani
6 6 6 4 4 4 4    ધોની csk ને મેચ તો નાં જીતાડી શક્યો પણ દર્શકોના દિલ જીતી લીધા

IPL 2024 DC vs CSK: ની 13મી મેચમાં કંઈક એવું બન્યું જેની સમગ્ર ક્રિકેટ જગત રાહ જોઈ રહ્યું હતું. આ સિઝનમાં ધોની (MS Dhoni) પહેલીવાર IPLમાં બેટિંગ કરવા આવ્યો હતો. ધોનીએ (Dhoni) દિલ્હી કેપિટલ્સ સામે યાદગાર ઇનિંગ રમીને ચાહકોનું દિલ જીતી લીધું હતું. ધોનીએ 16 બોલમાં 37 રનની ઇનિંગ રમી જેમાં 4 ચોગ્ગા અને 3 સિક્સ મારી હતી. માહીએ 231ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. ધોનીની આવી બેટિંગ જોઈને માત્ર તેના ફેન્સ જ નહીં પરંતુ સમગ્ર ક્રિકેટ જગત પણ આશ્ચર્યચકિત થઈ ગયું હતું કારણકે 42 વર્ષની ઉંમરમાં આવી ઈનિંગ રમવી ચોક્કસપણે આશ્ચર્યજનક છે.ત્યારે ગઈકાલની આ રાત ધોનીના ચાહકો માટે એક યાદગાર રાત બની રહેશે.

Advertisement

કંઈક આવો હતો માહોલ

ધોની જ્યારે બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો ત્યારે તેનું રાજાની જેમ સ્વાગત કરવામાં આવ્યું હતું. ચાહકો માહી-માહી કહીને ચીયર કરવા લાગ્યા હત.આખું સ્ટેડિયમ માહીના ચીયરથી ગુંજી ઉઠ્યું હતું.ખરેખર આ આ દ્રશ્ય જોયા પછી તમારા પણ રૂવાળા ઉભા થઇ જશે. વાસ્તવમાં, 17મી ઓવરના પહેલા બોલ પર દુબે આઉટ થયો હતો, ત્યારબાદ ધોની બેટિંગ કરવા આવ્યો હતો.

Advertisement

 IPL 2024 DC vs CSK મેચમાં ધોનીએ પ્રથમ બોલ પર ચોગ્ગો માર્યો

ધોનીએ મુકેશ કુમારના બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની ઇનિંગની શરૂઆત કરી હતી.જે બાદ ચાહકો પાગલ થઈ ગયા હતા. માહીએ જે રીતે ઈનિંગની શરૂઆત કરી તે જોઈને ફેન્સની ખુશીનો કોઈ પાર જ ન રહ્યો.

Advertisement

  • ઇનિંગના બીજા બોલ પર કેચ ચૂકી ગયો
    બીજા બોલ પર ધોનીએ ઓફ સાઈડ પર શોટ માર્યો પરંતુ ખલીલ અહેમદ કેચ ચૂકી ગયો,તે દરમિયાન ચાહકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.
  • ઇનિંગનો ત્રીજો બોલ - ધોનીએ બીજો ચોગ્ગો ફટકારી ધોનીએ 3 બોલમાં 9 રન બનાવ્યા હતા.ત્યારે ચાહકોની આંખો પહોળી થઇ ગઈ હતી.
  • ધોનીએ ઇનિંગ્સના ચોથા બોલ પર રન લીધો
  • ઈનિંગના પાંચમા બોલ પર ધોનીએ સિક્સ ફટકારી,ખલીલ અહેમદની બોલ પર પણ માહીએ સિક્સ ફટકારી તે દરમિયાન ચાહકો ધોનીના નારા લગાવી નાચવા લાગ્યા હતા.
  • ઇનિંગ્સના છઠ્ઠા બોલ પર કોઈ રન થયો નહીં.
  • ઇનિંગ્સના સાતમા બોલ પર પણ કોઈ ના થયો.
  • ઇનિંગ્સના આઠમા બોલ પર પણ કોઈ રન થયો નહીં.
  • ઇનિંગ્સના નવમા બોલ પર કોઈ રન થયો નહીં.
  • જે બાદ ધોનીએ 10 બોલમાં 17 રન બનાવ્યા હતા.
  • હવે CSKની છેલ્લી ઓવર બોલર એનરિક નોર્કિયા સામે હતી.
  • ઈનિંગના 11મા બોલ પર ધોનીએ ચોગ્ગો માર્યો, ધોનીએ ઓવરની શરૂઆત ચોગ્ગાથી કરી, આખા સ્ટેડિયમમાં એક જ નારા ગુંજી રહ્યા હતા,ધોની...ધોની...

ઈનિંગના 12માં બોલ પર ધોનીએ સિક્સ મારી હતી, તે દરમિયાન ફેન્સને ધોનીની પહેલી સદીની યાદ આવી ગઈ હતી,એક સમયે આ જ મેદાન પર ધોનીએ પોતાની ODI કરિયરની પહેલી સદી ફટકારી હતી.તે દરમિયાન ચાહકો જૂની યાદોમાં જતા રહ્યા હતા.આ દરમિયાન કોમેન્ટેટર ઈયાન બિશપની કોમેન્ટ્રી લોકોને એક અનોખો આનંદ આપી રહી હતી.જેના કારણે ચાહકો વધુને વધુ ઉત્સાહિત થયા હતા.
ધોની ઇનિંગ્સના 13માં બોલ પર રન બનાવી શક્યો ન હતો (0)

ધોનીએ છેલ્લા બોલ પર સિક્સ ફટકારીને CSKની ઇનિંગ્સનો અંત કર્યો હતો. ચાહકો ધોની પાસેથી જે ઈચ્છતા હતા તે માહીએ કર્યું હતું. ચાહકો નાચી રહ્યા હતા, કોમેન્ટેટર બૂમો પાડી રહ્યા હતા, આખું સ્ટેડિયમનો નજારો ભવ્ય નજારો બની ગયો હતો.ભલે દિલ્હી જીતી ગયું પરંતુ ચાહકો ધોની-ધોનીના નામનો જપ કરી રહ્યા હતા.

Advertisement

ધોનીએ 16 બોલમાં 37 રનની અણનમ ઈનિંગ રમી હતી અને તેની ઈનિંગમાં 4 ચોગ્ગા અને 3 સિક્સ ફટકારી હતી.સાચે જ,ચાહકો આ રાત ક્યારેય ભૂલી શકશે નહીં. ધોનીની ઈનિંગ જોઈને દિલ્હીનો કેપ્ટન પંત પણ ધીમે ધીમે હસી રહ્યો હતો.

Tags :
Advertisement
Advertisement