For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

વરસાદ પડતાં જ ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: શાકભાજીના ભાવ આસમાને, જાણો આજના નવા ભાવ

02:38 PM Jun 20, 2024 IST | V D
વરસાદ પડતાં જ ગૃહિણીઓ પર મોંઘવારીનો માર  શાકભાજીના ભાવ આસમાને  જાણો આજના નવા ભાવ

Vegetable Prices Surge: ઉનાળાની કાળઝાળ ગરમીની અસર લીલોતરી શાકભાજી પર પડી છે. છેલ્લા 15 દિવસથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. બીજી બાજુ લોકલ આવક બંધ થતા લીલા શાકભાજીની અછત ઉભી થઈ છે. મોંઘવારીકાળમાં કઠોળ બાદ લીલા શાકભાજીના ભાવ આસમાને(Vegetable Prices Surge) પહોંચી ગયા છે.જેના કારણે ગૃહિણીઓ ભારે ચિંતામાં મુકાઈ છે, કારણકે શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

Advertisement

શાકભાજીના ભાવમાં ધરખમ વધારો
રાજકોટ જિલ્લામાં હાલ 80 ટકા શાકભાજી પંજાબ, મધ્યપ્રદેશ, યુપી, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી આવે છે. જેમાં ટમેટાં, ભીંડો, આદુ, ગલકા, રીંગળ, ગુવાર, કોથમીર, અને બટેટા વગેરેનો સમાવેશ થાય છે. આ શાકભાજીમાં છૂટક બઝારમાં 50 ટકાથી વધારે ભાવ વધારો નોંધાયો છે. શાકભાજીમાં ભાવ વધારા અંગે ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. ગૃહિણીઓએ શાકભાજીના ભાવને શેરબજારના ભાવ સાથે સરખાવ્યા હતાં અને જણાવ્યું હતું કે અમો પેલા શાકભાજીની ખરીદીમાં બજેટમાં મેનેજ થઈ જતું હતું.

Advertisement

ટામેટાના ભાવમાં વધારો
લીલા શાકભાજીની સાથે બટાકા અને ડુંગળીના ભાવોમાં કિલોએ 4 રૂપિયાનો વધારો થયો છે. સામાન્ય દિવસોમાં ડુંગળી અને બટાકા 15 રૂપિયે કિલો મળી રહ્યા હતા અત્યારે 44 રૂપિયે કિલો મળી રહ્યા છે. જ્યારે લીલા શાકભાજી 100થી 160 રૂપિયે કિલો મળી રહ્યા છે. ટામેટાની આવક ઓછી થતા 40 રૂપિયે કિલો મળતા હતા તે 60 રૂપિયે કિલો મળી રહ્યા છે.તો બીજી તરફ દેશના ઘણા ભાગોમાં છેલ્લા 15 દિવસમાં ટામેટાના ભાવ લગભગ બમણા થઈ ગયા છે. એવું માનવામાં આવે છે કે તેની કિંમતમાં વધારાનો ટ્રેન્ડ ઓછામાં ઓછા આગામી 20 દિવસ સુધી ચાલુ રહેશે. તેનું મુખ્ય કારણ પુરવઠામાં ઘટાડો મુખ્યત્વે તેની ખેતી માટે નિર્ધારિત વિસ્તારના ઘટાડાને કારણે છે.

Advertisement

પહેલાના અને અત્યારે ભાવો માં 40થી 50 ટકાનો ફેર છે. પહેલા કરતા અત્યારે 50 ટકા શાકભાજી મોંઘું છે. સાથે હજુ એકથી દોઢ મહિના સુધી આવા ભાવો યથાવત રહેશે, ત્યારબાદ શાકભાજીની આવક શરૂ થશે એટલે ભાવ કાબુમાં આવી જશે.

  • શાકભાજી હોલસેલ અને બજાર ભાવ કિલોમાં...
  • હોલસેલ ટામેટા 50 થી 55 કિલો...બજાર ભાવ 90થી 100 આસપાસ કિલો..
  • ગુવાર હોલસેલ ભાવ 90 આસપાસ ગુવાર બજાર ભાવ 140 આસપાસ
  • મરચા હોલસેલ ભાવ 50 થી 60 આસપાસ બજાર ભાવ 100 આસપાસ
  • કોથમરી હોલસેલ ભાવ 100 આસપાસ બજાર ભાવ 200 આસપાસ
  • રીંગણા હોલસેલ ભાવ 30 આસપાસ બજાર ભાવ 70 થી 80 આસપાસ
  • ભીંડો હોલસેલ ભાવ 50 થી 60 આસપાસ બજાર ભાવ 100 થી 120 આસપાસ
  • ફ્લાવર હોલસેલ ભાવ 60 આસપાસ બજાર ભાવ
    100 થી 110 આસપાસ

આ રીતે બધા શાકભાજીના અલગ અલગ ભાવો છે એટલે શાકભાજીના ભાવોમાં હાલ 50 ટકાથી પણ વધારે ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement