For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

બાળકો માટે ખુશીના સમાચાર: ભૂલકાઓ ભણશે હવે હરતી ફરતી બસમાં! જાણો શું છે આ તેની ખાસિયતો

05:32 PM May 04, 2024 IST | Chandresh
બાળકો માટે ખુશીના સમાચાર  ભૂલકાઓ ભણશે હવે હરતી ફરતી બસમાં  જાણો શું છે આ તેની ખાસિયતો

Indias first balwatika bus in ahmedabad: અમદાવાદમાં ગરીબ બાળકો માટે નવી બાળ વાટિકા બસ શરૂ કરવામાં આવી છે. 6 વર્ષથી નાની ઉંમરના ગરીબ બાળકો માટે બાલવાટિકા ઓન વ્હીલ્સનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. સિગ્નલ સ્કૂલની સફળતા બાદ સિગ્નલ બાલવાટિકાનો (Indias first balwatika bus in ahmedabad) દેશમાં સૌ પ્રથમ પ્રયોગ અમદાવાદમાં કરવામાં આવી રહ્યો છે. જેનો પ્રારંભ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમનાથ તેમજ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે કરાવ્યો છે.

Advertisement

ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, AMC અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા સૌ પ્રથમવાર વિશિષ્ટ પહેલ ચાલુ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં સૌ પ્રથમવાર 6 વર્ષથી નાની ઉમરના ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે સિગ્નલ સ્કૂલ બસની માફક બાલવાટિકા બસ શરૂ કરવામાં આવી રહી છે. આ બાલવાટિકા બસ શહેરના જુદા- જુદા વિસ્તારમાં ફરશે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમનાથ તેમજ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે આ પ્રોજેકટનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે.

Advertisement

અમદાવાદના ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ જણાવ્યું છે કે, અમદાવાદમાં 12 જેટલી સિગ્નલ સ્કૂલ બસ કાર્યરત કરવામાં આવી છે. જે સિગ્નલ પર ભિક્ષાવૃતી કરતા બાળકોને શિક્ષણ આપવાનું કામ કરવાનું રહેશે. નવી શિક્ષણ નીતિ મુજબ 6 વર્ષથી નીચેના બાળકો પણ શિક્ષણથી વંચિત ન રહે તે માટે બાલવાટિકા બસ શરૂ કરવામાં આવી રહી છે.

Advertisement

આ બસમાં બાળકો માટે રંગબેરંગી પુસ્તકો, નોટબુક, રમકડાં,ગીતો ઇન્સ્ટોલ કરેલ હોય તેવા TV સેટ, બ્લેક બોર્ડ અને પાણી ની સુવિધાથી સજ્જ કરવામાં આવી રહી છે. સ્કૂલ વેનમાં બે શિક્ષકો રહશે અને તે બાળકોને અભ્યાસ કરવામાં મદદ કરશે. આ બસમાં એક વર્ષ સુધી બાળકોને અભ્યાસ કરાવવામાં આવશે અને ત્યારબાદ તેમને નજીકની શાળામાં પ્રવેશ આપવામાં આવશે. પાયલોટ પ્રોજેકટ અંતર્ગત આ બસ સાબરમતી વિસ્તારમા ફરશે અને બાળકોને અભ્યાસ કરવામાં મદદ કરશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement