For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ભારતીય સેનાના જવાનોએ અમેરિકાના સૈનિકોને 'જય શ્રી રામ'ના નારા શિખવ્યાં- જુઓ દિલ જીતી લેતો વાયરલ વિડીયો

06:47 PM Jan 04, 2024 IST | V D
ભારતીય સેનાના જવાનોએ અમેરિકાના સૈનિકોને  જય શ્રી રામ ના નારા શિખવ્યાં  જુઓ દિલ જીતી લેતો વાયરલ વિડીયો

Indian Army Teach US Army Soldiers: ભારતે આજે દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. ભારતે આજે આખા વિશ્વમાં સનાતનનો ડંકો વગાડ્યો છે.ત્યારે ભારતીય સેના( Indian Army Teach US Army Soldiers )ની મદ્રાસ રેજિમેન્ટના બહાદુર સૈનિકોએ અમેરિકી સેનાના સૈનિકોને "જય શ્રી રામ" અને "છત્રપતિ શિવાજી મહારાજ કી જય" ના નારા લગાવતા શીખવ્યું હતું.જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યો છે. જેને જોઈ ભારતના લોકો એક ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.

Advertisement

વિડીયો જોઈ ભારતીયોની છાતી ગદગદ ફૂલી
ભારત આજે સમગ્ર વિશ્વમાં સાંસ્કૃતિક એકતા અને શાંતિના સંદેશને એક ખાસ રીતે રજૂ કરે છે. ભારતીય સેનાની મદ્રાસ રેજિમેન્ટના બહાદુર સૈનિકોએ અમેરિકાના જવાનોને જય શ્રી રામ અને છત્રપતિ શિવાજી મહારાજ કી જયના ઉદઘોષ કેવી રીતે કરી શકાય છે તે અંગે શિખવ્યું હતુ.ભારતીય સેનાની મદ્રાસ રેજિમેન્ટના બહાદુર સૈનિકોએ અમેરિકી સેનાના સૈનિકોને "જય શ્રી રામ" અને "છત્રપતિ શિવાજી મહારાજ કી જય" ના નારા લગાવતા શીખવ્યું, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.તેમજ આ વાઇરલ વિડીયો દરેક ભારતીયોના દિલ પર રાઝ કરી રહ્યો છે.

Advertisement

સંયુક્ત સૈન્ય અભ્યાસ દરમિયાન લેવામાં આવ્યો
આ વીડિયો સંયુક્ત સૈન્ય અભ્યાસ દરમિયાન લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આમાં ભારતીય સૈનિકો તેમના મિત્ર અમેરિકન સાથીઓને આ શક્તિશાળી હિન્દી શબ્દસમૂહો ઉચ્ચારતા શીખવતા જોવા મળે છે. અમેરિકન સૈનિકો પણ પૂરા ઉત્સાહ સાથે શીખી રહ્યા છે અને ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓ વિશે આદર અને જિજ્ઞાસા તેમના ચહેરા પર દેખાય છે.જેના લોકો વખાણ કરતા થાકતા નથી.

Advertisement

ભારતીય જવાનોના થઇ રહ્યા છે વખાણ
ભારતીય સૈનિકોની ઉદારતા અને અમેરિકન સૈનિકોની ખુલ્લેઆમ શીખવાની ભાવના, સદ્ભાવના અને મિત્રતાનું પ્રતીક છે. સોશિયલ મીડિયા પર લોકો ભારતીય જવાનોના વખાણ કરી રહ્યા છે. તેમને દેશનું ગૌરવ, સંસ્કૃતિના રક્ષક અને ભારત-અમેરિકા મિત્રતાના મજબૂત ઉદાહરણ તરીકે વર્ણવવામાં આવી રહ્યા છે.અને આવા જ વીર જવાનના કારણે આજે દેશના લોકો આરામથી રહી શકે છે તેમજ દેશની બહેન અને દીકરી સુરક્ષિત છે.

Advertisement

બંને દેશોની સંસ્કૃતિઓ વચ્ચે સેતુ
કેટલાક લોકોનું કહેવું છે કે આ વીડિયો માત્ર યુદ્ધ કૌશલ્ય જ નહીં પરંતુ સાંસ્કૃતિક આદાનપ્રદાનનું પણ મહત્વ દર્શાવે છે. આ બંને દેશોની સંસ્કૃતિઓ વચ્ચે સેતુ બનાવે છે અને પરસ્પર સમજણને પ્રોત્સાહન આપે છે. આ ભારતીય સૈનિકોની બહાદુરી અને સમર્પણ તેમજ ભારત-અમેરિકા મિત્રતાની તાકાતનો પુરાવો છે.સોશિયલ મીડિયા પર લોકો ભારતીય સૈનિકોની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે અને તેમને આ માટે અભિનંદન પણ પાઠવી રહ્યા છે. આ સાથે અમેરિકાના સૈનિક ખુબ જ ઉત્સાહપૂર્વક શિખી રહ્યા છે અને તેમના ચહેરા પર ભારતીય સંસ્કૃતિ તથા પરંપરા પ્રત્યે જિજ્ઞાસા પણ જોવા મળે છે.

Tags :
Advertisement
Advertisement