For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ભારતીય વાયુસેનામાં 600થી વધુ પોસ્ટ માટે બમ્પર ભરતી બહાર પડી- આ તારીખ સુધીમાં કરો અરજી

01:35 PM May 31, 2024 IST | Chandresh
ભારતીય વાયુસેનામાં 600થી વધુ પોસ્ટ માટે બમ્પર ભરતી બહાર પડી  આ તારીખ સુધીમાં કરો અરજી

AFCAT Recruitment 2024: ભારતીય વાયુસેનાએ AFCAT 2024નું એક જાહેરાત બહાર પાડવામાં આવી છે. એરમેન અને અગ્નિવીર પછી આ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. એરફોર્સની ફ્લાઈંગ બ્રાન્ચ અને ગ્રાઉન્ડ ડ્યુટી બ્રાન્ચની 304 જગ્યાઓ માટે અરજી (AFCAT Recruitment 2024) મંગાવવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ આ પોસ્ટ માટે તારીખ 30 મેથી 28 જૂન સુધી ફોર્મ ભરી શકે છે. ભારતીય વાયુસેનામાં કારકિર્દી બનાવવા માટે રસ ધરાવતા ઉમેદવારો ઓફિસિયલ વેબસાઈટ afcat.cdac.in પર જઈને આ ફોર્મ સંબંધિત માહિતી મેળવી શકે છે.

Advertisement

AFCAT માટે લાયકત
ફ્લાઈંગ બ્રાન્ચ માટે અરજી કરવા માટે યુવકે ધોરણ 12મા વિજ્ઞાન પ્રવાહ (Maths અને Physics) માં 50 ટકા સાથે પાસ થયેલ હોવું જુરૂરી છે. આ સિવાય BE અને B.Techમાં 60 ટકા મળેલા હોવા જોઈએ.

Advertisement

ગ્રાઉન્ડ ડ્યુટી ટેકનિકલ બ્રાન્ચ
ગ્રાઉન્ડ ડ્યુટી ટેકનિકલ બ્રાન્ચની જગ્યાઓ માટે યુવકે વિજ્ઞાન પ્રવાહમાં 50 ટકા સાથે ધોરણ 12મું પાસ કરેલ હોવું જોઈએ. ઉપરાંત, BE અથવા B.Techમાં 60 ટકા હોવા જરૂરી છે.

Advertisement

ગ્રાઉન્ડ ડ્યુટી (નોન ટેકનિકલ) બ્રાન્ચ
આ પોસ્ટ માટે અરજી કરનારા યુવકો માટે વિજ્ઞાન પ્રવાહ સાથે 12મા ધોરણમાં 50 ટકા હોવા જરૂરી છે. આ સિવાય કોઈપણ પ્રવાહમાં સ્નાતક અને અનુસ્નાતકમાં 60 ટકા હોવા જોઈએ.

AFCAT માટે વય મર્યાદા
ભારતીય વાયુસેનામાં ફ્લાઈંગ બ્રાન્ચની જગ્યાઓ માટે અરજી કરવા માટે, ઉમેદવારની ઉંમર 20થી 24 વર્ષની વચ્ચે અને ગ્રાઉન્ડ ડ્યુટી માટે 20થી 26 વર્ષની હોવી જરૂરી છે.

Advertisement

AFCAT માટે પસંદગી પ્રક્રિયા
ભારતીય વાયુસેનાની AFCAT 2024 નિમણૂક માટેની પસંદગી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યુ અને મેડિકલ ટેસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.લેખિત પરીક્ષા 2 કલાક અને 300 માર્ક્સની હોય છે. તેમાં 100 પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં જનરલ અવેરનેસ, અંગ્રેજીમાં વર્બલ એબિલિટી, ન્યુમેરિકલ એબિલિટી, રિઝનિંગ અને મિલિટરી એપ્ટિટ્યુડ ટેસ્ટ જેવા વિષયોને લગતા ઓબ્જેક્ટિવ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત પરીક્ષામાં નેગેટિવ માર્કિંગનો પણ સમાવેશ કરવામાં આવશે. ખોટા જવાબ માટે 1 માર્ક કાપવામાં આવશે.

આ રીતે અરજી કરો
અરજી કરવા માટે, AFCATની ઓફિસિયલ વેબસાઈટ afcat.cdac.in પર જાવો.

આ પછી હોમ પેજ પર દેખાતી IAF AFCAT 2 2024 લિંક પર ક્લિક કરો.

ક્લિક કર્યા પછી, એપ્લિકેશન ફોર્મ તમારી સ્ક્રીન પર જોવા મળશે.

હવે તેમાં જરૂરી માહિતી ભરો.

જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરો, તેને અપલોડ કરો અને તેમાં સબમિટ કરો.

એપ્લિકેશન ફી જમા કરીને અંતિમ સબમિશન કરો.

હવે ફોર્મની પ્રિન્ટ કાઢીને તમારી પાસે રાખો.

Tags :
Advertisement
Advertisement