For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ઈરાનનો ઈઝરાયલ પર મોટો હુમલો, દુનિયામાં ખળભળાટ; ભારતનું સત્તાવાર નિવેદન- જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યું?

01:47 PM Apr 14, 2024 IST | Chandresh
ઈરાનનો ઈઝરાયલ પર મોટો હુમલો  દુનિયામાં ખળભળાટ  ભારતનું સત્તાવાર નિવેદન  જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યું

Iran Attack On Israel: ઈરાને ઇઝરાયેલ પર ડ્રોન અને મિસાઈલ દ્વ્રારા હુમલા કરી રહ્યું છે. ઈરાનના ઇઝરાયેલ પર હુમલા પછી દુનિયાભરમાંથી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ ક્રમમાં ભારતે (Iran Attack On Israel) પણ આ હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને આ હુમલા અંગે તેમજ ભારતીય નાગરિકો માટે ચિંતા વ્યક્ત કરી છે.

Advertisement

એક નિવેદન જારી કરીને ભારતે કહ્યું છે કે, "અમે ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલી દુશ્મનાવટથી ગંભીરતાથી ચિંતિત છીએ, જેનાથી આ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષાને ખતરો વધી રહ્યો છે. અમે તાત્કાલિક તણાવ ઓછો કરવા, સંયમ જાળવવા, હિંસાથી પાછા હટવા અને રાજદ્વારી રસ્તા પર પરત ફરવા આહ્વાન કરીએ છીએ." વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે, "મંત્રાલય ઉભરતી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. આ ક્ષેત્રમાં અમારા દૂતાવાસો ભારતીય સમુદાયના નજીકના સંપર્કમાંરહ્યા છે. તે મહત્ત્વનું છે કે આ ક્ષેત્રમાં સુરક્ષા અને સ્થિરતા જળવાઈ રહે."

Advertisement

ઈરાને ઇઝરાયેલ પર ડઝનેક ડ્રોન છોડ્યા, એ પછી વધારે માત્રમાં મિસાઇલો છોડી. જોકે યુએસ અને ઇઝરાયેલના સૈન્ય અધિકારીઓએ ડ્રોન અને મિસાઇલને નિષ્ક્રિય કરવાનો દાવો કરવામાં આવ્યો છે. ઇરાકમાં અમેરિકાના સૈન્ય મથક પર પણ હુમલાની માહિતી આપવામાં આવ્યું છે. જાણીતું છે કે ઇઝરાયેલે સીરિયામાં ઈરાનના મથકોને નિશાન બનાવીને હવાઈ હુમલા કરવામાં આવ્યું હતા.

Advertisement

જેમાં ઈરાનનો ટોપ કમાન્ડર માર્યો ગયો હતો. આ પછી તહેરાને બદલો લેવાની ચેતવણી આપી હતી. ઇઝરાયેલ ત્યારથી જ એલર્ટ થઈ ગયું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને પણ ઈરાનને આવું ન કરવાની ચેતવણી આપી હતી. જોકે ઈરાન પર તેની કોઈ અસર થઈ નથી. તેહરાને આખરે ઇઝરાયેલ પર હુમલો કરી દેવામાં આવ્યો છે. તેલ અવીવના આકાશમાં એક સાથે ડઝનબંધ ડ્રોન અને મિસાઈલો જોવા મળ્યું હતું.

Advertisement

ઇઝરાયેલી દળોનો દાવો
ઇઝરાયેલના સંરક્ષણ દળનો દાવો કર્યો છે કે તેણે મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ આયર્ન ડોમની મદદથી ઈરાન દ્વારા છોડવામાં આવેલી મિસાઈલ અને ડ્રોનને તોડી નાખવામાં આવ્યા છે. બીજી બાજુ ઈરાની હુમલાને બેઅસર કરવા માટે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન આગળ આવ્યું છે. અમેરિકા અને બ્રિટનની વાયુસેનાએ ઇઝરાયેલ વતી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ફ્રાન્સે ઈરાની હુમલાથી ઇઝરાયેલને બચાવવા માટે પોતાના યુદ્ધ જહાજને તૈનાત કરી રહ્યું છે. આ બધાની વચ્ચે ઇઝરાયેલે સંયુક્ત રાષ્ટ્રને સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક બોલાવવાની માંગ કરી રહ્યું છે, જેથી ઈરાનના હુમલા સામે નક્કર પગલાં લઈ શકાય.

અમેરિકન મિલિટરી બેઝને નિશાન બનાવ્યું
ઇરાકમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. એરબિલ એરપોર્ટ નજીક યુએસ લશ્કરી થાણું છે. આ સૈન્ય મથકને નિશાન બનાવીને હુમલો થયો હોવાની માહિતી આપી રહ્યું છે. આ પહેલા શનિવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ઈરાનને ઇઝરાયેલ પર હુમલો ન કરવાની ચેતવણી પણ આપી હતી. જો કે, આ ચેતવણીઓની ઈરાન પર કોઈ અસર થઈ નથી. બીજી બાજુ ઈરાને પણ અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે તે આમાં વચ્ચે ન પડે, નહીં તો તેનું પરિણામ ભોગવવું પડશે.

Tags :
Advertisement
Advertisement