Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

ભારતે ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી, 29 જૂને આફ્રિકા સામે થશે મહામુકાબલો

03:05 PM Jun 28, 2024 IST | V D

INDvsENG T20 World Cup: ભારતે ઇંગ્લેન્ડ સામે શાનદાર 68 રને જીત મેળવીને T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ટીમ ઈન્ડિયા 10 વર્ષ બાદ T20 વર્લ્ડ કપની(INDvsENG T20 World Cup) ફાઈનલ રમશે. તે 29 જૂને દક્ષિણ આફ્રિકા સાથે ટકરાશે. આ જોરદાર જીત બાદ કેપ્ટન રોહિત શર્માએ ટીમના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે તમામ ખેલાડીઓએ સાથે મળીને સારો પ્રયાસ દર્શાવ્યો છે.

Advertisement

ભારતે ઇંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું
ICC T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું. આ મેચમાં જીત સાથે ટીમ ઈન્ડિયાએ ત્રીજી વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ફાઈનલ મેચ 29 જૂને બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકા સામે રમાશે. ઈંગ્લેન્ડની ટીમ સેમીફાઈનલમાં ભારત સામે બિલકુલ ટકી શકી ન હતી. મેચમાં ભારતે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 171 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 103 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાની આ જીતની સાથે જ મેચમાં 6 મોટા અને અદ્ભુત રેકોર્ડ પણ બન્યા છે. જે આ પ્રમાણે છે.

અક્ષર પટેલ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો
ઇંગ્લેન્ડ સામેની બીજી સેમિફાઇનલમાં ભારતની શાનદાર જીતનો હીરો સ્ટાર સ્પિનર ​​અક્ષર પટેલ રહ્યો હતો. જેણે 4 ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ લીધી હતી. પાવરપ્લેમાં પ્રથમ બોલિંગ કરવા આવેલા અક્ષરે ઘાતક બોલિંગ કરીને ઈંગ્લેન્ડના ટોપ ઓર્ડરને તોડી પાડ્યો હતો. આ મેચ વિનિંગ સ્પેલ માટે અક્ષરને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Advertisement

ભારતે ઈંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું
ભારતે ઇંગ્લેન્ડને 68 રને હરાવીને T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતે આપેલા 172 રનના ટાર્ગેટના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 16.4 ઓવરમાં 103 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ 68 રનના વિશાળ અંતરથી મેચ હારી ગયા હતા. ઈંગ્લેન્ડ તરફથી હેરી બ્રુક (25 રન) સૌથી વધુ સ્કોરર રહ્યો હતો. કેપ્ટન જોસ બટલરે પણ 15 બોલમાં 23 રનની ઇનિંગ રમી હતી. તે જ સમયે, ભારત તરફથી, સ્પિનરો અક્ષર પટેલ અને કુલદીપ યાદવે 3-3 વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પણ 2 સફળતા મળી છે.

Advertisement

લિવિંગસ્ટોન અને રાશિદ રન આઉટ થયા હતા.
આ મેચમાં ઈંગ્લેન્ડની છેલ્લી આશા લિયામ લિવિંગસ્ટોન અને આદિલ રાશિદ રન આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા હતા. ભારત હવે ફાઇનલમાં પહોંચવાથી માત્ર 1 વિકેટ દૂર છે.

ક્રિસ જોર્ડન 1 રન બનાવીને આઉટ થયો હતો
ભારતીય સ્પિન બોલર કુલદીપ યાદવે 13મી ઓવરના બીજા બોલ પર ક્રિસ જોર્ડન (1)ને LBW આઉટ કર્યો હતો. ભારત હવે જીતથી માત્ર 3 વિકેટ દૂર છે. 13 ઓવર પછી ઈંગ્લેન્ડનો સ્કોર (73/7)

કુલદીપ યાદવે હેરી બ્રુકને ક્લીન બોલ્ડ કર્યો હતો
ભારતના સ્ટાર સ્પિનર ​​કુલદીપ યાદવે સારી બેટિંગ કરી રહેલા હેરી બ્રુકને 11મી ઓવરના ચોથા બોલ પર 25 રનના અંગત સ્કોર પર ક્લીન બોલ્ડ કર્યો હતો. બ્રુક રિવર્સ સ્વીપ કરી રહ્યો હતો, પરંતુ બોલ ચૂકી ગયો. 11 ઓવર પછી ઈંગ્લેન્ડનો સ્કોર (68/6)

Advertisement
Tags :
Next Article