For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

IND vs PAK: T20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન મેચની ટિકીટોના ભાવ આસમાને, એક મેચ જોવાના લાખો રૂપિયા, જાણો વિગતવાર

07:34 PM Mar 04, 2024 IST | V D
ind vs pak  t20 વર્લ્ડકપમાં ભારત પાકિસ્તાન મેચની ટિકીટોના ભાવ આસમાને  એક મેચ જોવાના લાખો રૂપિયા  જાણો વિગતવાર

IND vs PAK: જ્યારે પણ ભારત અને પાકિસ્તાન (IND vs PAK)ની ટીમો ક્રિકેટના મેદાન પર સામસામે આવે છે, ત્યારે બંને વચ્ચે રોમાંચક મેચ જોવા મળે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો ક્રેઝ એવો છે કે,લોકો ટીવી સ્ક્રીનથી હટતા નથી અને સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા ચાહકો હોબાળો કરતા જોવા મળે છે.

Advertisement

સૌથી ઓછી ટિકિટની કિંમત છ ડોલર એટલે કે 497 રૂપિયા છે
T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાનની ટીમો હવે ક્રિકેટના મેદાન પર આમને-સામને ટકરાશે. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ 2024 9 જૂનથી શરૂ થશે, જેના કારણે પ્રથમ ભારત-પાક મેચની ટિકિટના ભાવ આસમાને છે. યુએસએના તાજેતરના અહેવાલ મુજબ, ભારત-પાક મેચની સૌથી ઓછી ટિકિટની કિંમત છ ડોલર એટલે કે 497 રૂપિયા છે.

Advertisement

ભારત-પાક મેચમાં ટિકિટના ભાવ આસમાને પહોંચ્યા
વાસ્તવમાં, યુએસએના એક અહેવાલ મુજબ, ટિકિટના સત્તાવાર વેચાણમાં IND vs PAK મેચની ટિકિટની સૌથી ઓછી કિંમત 6 ડોલર એટલે કે 497 છે. તે જ સમયે, સૌથી વધુ કિંમતવાળી ટિકિટ 400 ડોલર એટલે કે 33 હજાર 148 રૂપિયા (ટેક્સ વિના) છે. જો કે, StubHub અને SeatGeek જેવા પ્લેટફોર્મ પર ટિકિટની કિંમત ઘણી વધારે છે.

Advertisement

સત્તાવાર વેચાણ પર જે ટિકિટની કિંમત $400 હતી, રિસેલ સાઇટ્સ પર તેની કિંમત $40,000 છે, એટલે કે અંદાજે રૂ. 33 લાખ. જો તેમાં પ્લેટફોર્મ ફી પણ ઉમેરવામાં આવે તો તેની કિંમત $50,000 એટલે કે 41 લાખ રૂપિયા થઈ જશે.તમને જણાવી દઈએ કે સેકન્ડરી માર્કેટમાં સુપર બાઉલ 58 ટિકિટની કિંમત મહત્તમ $9000 છે, જ્યારે NBA ફાઇનલ્સ માટે કોર્ટસાઇડ સીટ મહત્તમ $24,000માં ઉપલબ્ધ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી, પરંતુ આ બંને ટીમો ICC ટૂર્નામેન્ટમાં સામસામે જોવા મળે છે. છેલ્લી વખત બંને ટીમો 2023ના વર્લ્ડ કપમાં સામસામે આવી હતી.

Advertisement

કેટલીક સાઇટ્સ પર ખુબ જ મોંઘી વેચાઇ રહી છે ટિકીટો
જો કે, StubHub અને SeatGeek જેવા પ્લેટફોર્મ પર ટિકિટની કિંમત ઘણી વધારે છે. સત્તાવાર વેચાણ પર જે ટિકિટની કિંમત $400 હતી, રિસેલ સાઇટ્સ પર તેની કિંમત $40,000 છે, એટલે કે અંદાજે 33 લાખ રૂપિયા. જો આને પ્લેટફોર્મ ફીમાં ઉમેરવામાં આવે તો આ કિંમત $50,000 એટલે કે અંદાજે 41 લાખ રૂપિયા સુધી પહોંચી છે.

ભારત-પાકિસ્તાન એક જ ગૃપમાં
T20 વર્લ્ડકપ 2024નું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનારી આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમને પાકિસ્તાન સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવી છે. આ ગ્રુપમાં આ બે મોટી ટીમો છે. આ સિવાય આયર્લેન્ડ, કેનેડા અને અમેરિકા માટે આ બંને ટીમો સામે કોઈપણ મેચ જીતવી મુશ્કેલ હશે. આગામી T20 વર્લ્ડકપમાં ભારતની કમાન રોહિત શર્મા સંભાળશે અને પાકિસ્તાનની કમાન શાહીન આફ્રિદી સંભાળશે.

બન્ને ટીમોનો રેકોર્ડ
આ બંને ટીમો T20 વર્લ્ડકપમાં આઠમી વખત આમને-સામને થશે. આ પહેલા ભારતનો T20 વર્લ્ડકપમાં સાત વખત પાકિસ્તાનનો સામનો થયો છે. ટીમ ઈન્ડિયાએ છ વખત મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાનની ટીમ એક વખત જીતવામાં સફળ રહી છે. ODI અને T20 વર્લ્ડકપ સહિત ભારતીય ટીમ માત્ર એક જ વખત પાકિસ્તાન સામે હારી છે. આ મેચ 2021 T20 વર્લ્ડકપમાં રમાઈ હતી, જે પાકિસ્તાને 10 વિકેટથી જીતી હતી.

Tags :
Advertisement
Advertisement