For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ટીમ ઇન્ડિયાને લઇ માઠા સમાચાર- ઈંગ્લેન્ડ સામેની બાકીની ટેસ્ટમાં પણ નહીં રમે વિરાટ કોહલી, જાણો કારણ

11:21 AM Feb 10, 2024 IST | Chandresh
ટીમ ઇન્ડિયાને લઇ માઠા સમાચાર  ઈંગ્લેન્ડ સામેની બાકીની ટેસ્ટમાં પણ નહીં રમે વિરાટ કોહલી  જાણો કારણ

Virat Kohli Out from test Series: પૂર્વ ભારતીય કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની બાકીની ત્રણ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં હોય. રિપોર્ટ અનુસાર, કિંગ કોહલીએ (Virat Kohli Out from test Series) ઈંગ્લેન્ડ સામેની બાકીની ત્રણ ટેસ્ટ મેચમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. કોહલી અંગત કારણોસર પ્રથમ બે ટેસ્ટમાં પણ રમી શક્યો ન હતો.

Advertisement

મીડિયા રીપોર્ટના અહેવાલ અનુસાર, પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ શ્રેણીની છેલ્લી ત્રણ મેચોમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે અને BCCIને પોતાના નિર્ણયની જાણ કરી દીધી છે. રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે કોહલીએ શ્રેણીની શરૂઆતમાં કેપ્ટન રોહિત શર્મા સાથે વાત કરી હતી અને તેણે અંગત કારણોસર પ્રથમ બે ટેસ્ટ ન રમવાનો નિર્ણય લીધો હતો.

Advertisement

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે BCCIએ હજુ સુધી છેલ્લી ત્રણ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી નથી, જ્યારે ત્રીજી ટેસ્ટ શરૂ થવામાં પાંચ દિવસથી પણ ઓછો સમય બાકી છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે કોહલીના કારણે જ ટીમની જાહેરાત કરવામાં આવી નથી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે કેપ્ટન રોહિત શર્મા કોહલીને કોઈપણ કિંમતે ટીમમાં ઈચ્છે છે, જ્યારે કોહલી તેની ઉપલબ્ધતા અંગે નિર્ણય નથી આપી રહ્યો અને તેથી જ ટીમની જાહેરાત થઈ રહી નથી.

Advertisement

હવે જો રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો કોહલીએ બોર્ડને પોતાના નિર્ણયની જાણકારી આપી દીધી છે. આવી સ્થિતિમાં પસંદગીકારો આજે જ છેલ્લી ત્રણ ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે. કોહલીની વાપસી ન થવાને કારણે સરફરાઝ ખાન અને રજત પાટીદાર જેવા યુવા ખેલાડીઓ ટીમમાં રહી શકે છે. જોકે, શ્રેયસ અય્યર આખી શ્રેણીમાંથી બહાર થઈ શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement