Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ- દેશ દુનિયાના ટોચના 50થી વધુ ઉદ્યોગપતિ અને મહાનુભાવો હાજર, જાણો ગુજરાત માટે અદાણી-અંબાણીએ શું કર્યું એલાન

12:47 PM Jan 10, 2024 IST | V D

Vibrant Gujarat Global Summit 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ બિઝનેસ લિડર્સ અને રાષ્ટ્રપ્રમુખોની હાજરીમાં મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત(Vibrant Gujarat Global Summit 2024) ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ધાટન કર્યું છે. વાઇબ્રન્ટ સમિટમાં 4 દેશના રાષ્ટ્રપ્રમુખની સાથે 200 કંપનીઓના સીઇઓ આવ્યા છે. જેમાં 75 જેટલા સીઇઓ ગ્લોબલ કંપનીઓના પણ આવ્યા છે.આ પ્રંસગે રાજ્યના મુખ્યંમત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ચ દેવવ્રત સહિત બિઝનેસ પ્રતિનિધિમંડળા, રાજદ્વારીઓ, વીઆઈપી મહાનુભાવો સહિત 25 હજારથી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત છે.વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024ના ઉદ્ઘાટન સમારોહ પહેલા વિશ્વ નેતાઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ગ્રુપ ફોટો ક્લીક કરાવ્યો હતો.

Advertisement

CM ભૂપેન્દ્ર પટેલે આપ્યું સ્વાગત ભાષણ
આ કાર્યક્રમની શરૂઆતમ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,હું વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 34 ભાગીદાર દેશો અને 130 થી વધુ દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કરું છું. PM મોદીએ 'એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય'નો વિચાર વિશ્વ સમક્ષ લીધો છે. ભારતના G20 પ્રમુખપદની સફળતાએ દેશને ગૌરવ અપાવ્યું છે.આ ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે,G-20 ભારતની મોટી સફળતા છે, આજે વાઇબ્રન્ટ સમિટ સફળ બનાવવા ભેગા થયા છીએ. 2003માં મોદીએ કહ્યું હતું કે, ગુજરાત કેન અને ગુજરાત ડુ. આજે ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ માટે બેસ્ટ ડેસ્ટીનેશન બન્યું છે. ધોલેરા, સાણંદ, મેડિકલ ડીવાઇસ અને ડિફેન્સ ક્ષેત્રે અનેક સફળતા મળી છે. MOUમાં 50 ટકા MOU ગ્રીન MOU હશે, અમૃતકાળમાં આયોજિત થયેલી વાઇબ્રન્ટ અમૃત ભવિષ્ય બતાવશે. UAEના પ્રેસિડેન્ટ આવ્યા તે બદલ આભાર. અચાનક કોઈ કારણસર તેમને જવાનું થયું છે. 2047નું પીએમ મોદીનું વિકસિત ભારતનું સ્વપ્ન પૂરું થશે. આર્થિક વિકાસ પર ભાર મૂકવાની સાથે ગુજરાત સરકારે હંમેશા સામાજિક ક્ષેત્રના વિકાસ અને જીવનની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું ઉદ્ઘાટન
મહાત્મા મંદિરની બહાર પૂરતી પોલીસ સુરક્ષા રાખવામાં આવી છે. જે પણ લોકો આવે છે તેને અલગ અલગ ગેટ પરથી એન્ટ્રી આપવામાં આવી રહી છે. આજે સવારે 9.40 વાગ્યે નરેન્દ્ર મોદી દ્વારા વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ધાટન કરવામાંઆવ્યું હતું. આ વખતે પણ દર વખતની જેમ કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે. UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન પોતાના કાફલા સાથે મહાત્મા મંદિર પહોંચ્યા હતા.આ સાથે જ કીર્તીદાન ગઢવીના સ્વરે "જય જય ગરવી ગુજરાત...." સાથે વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરવામાં આવી હતી.

Advertisement

ગૌતમ અદાણીનું સંબોધન
ગૌતમ અદાણીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, 10માં વાઇબ્રન્ટ સમિટનો ભાગ બનવું એ સારી બાબત છે. 2014થી ભારતનો જીડીપી અને કેપિટલ ઈન્કમ વધી છે. સોલર એનર્જી પ્લેટફોર્મ અને જી-20ની લીડરશીપે એક બેન્ચ માર્ક સેટ કર્યો છે. પ્રધાનમંત્રીજી, તમે ભવિષ્ય ભાખતા નથી પણ તેને આકાર આપો છો. હજુ ઘણું સારું થવાનું બાકી છે. 2047 સુધીમાં ભારત પૂરેપૂરું વિકસિત થઈ જશે. 2025 સુધીમાં 55 હજાર કરોડનું રોકાણ કરવાનું કહ્યું હતું જેમાં લગભગ 50 હજાર કરોડનું રોકાણ તો થઈ ગયું છે.

કોરોના, વૈશ્વિક મંદી છતાં ભારતનો વિકાસ ખૂબ સારો થયો
કચ્છના ખાવડામાં 30 ગીગા વોટની રિન્યુએબલ એનર્જી બને એ પ્રકારનો પ્લાન્ટ નાખીશું. ગ્રીન સપ્લાય ચેનમાં વધારો કરીશું જેમાં સોલાર પેનલ, વીન્ડ ટર્બાઈન, કોપર અને સમિનેટ્ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આગળના 5 વર્ષ માટે 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે અને 1 લાખ લોકોને રોજગારી મળશે. ખાવડા પાસે 720 કિમીનો ગ્રીન એનર્જી પાર્ક બનશે જે અવકાશમાંથી પણ દેખાય છે. 10મી વાયબ્રન્ટ ગુજરાત સમિટને સંબોધવીએ ખુશીની વાત છે. આ સમિટ PM મોદીના વિઝનનું પરિણામ છે. છેલ્લા એક દાયકાના ભારતના વિકાસના આંકડા ખૂબ સારા છે. કોરોના, વૈશ્વિક મંદી છતાં ભારતનો વિકાસ ખૂબ સારો થયો છે.

Advertisement

5 વર્ષમાં અદાણી જૂથ 1 લાખ રોજગારી આપશે
વૈશ્વિક સ્તરે ભારતની આગવી ઓળખ આજે બની છે. G20 સમિટની યજમાની ભારત માટે મહત્વપૂર્ણ બેન્ચમાર્ક રહી છે. ભારત ગ્લોબલ સોશ્યલ ચેમ્પિયન બની રહ્યું છે. 2047 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે જ. 2025 સુધી અદાણી જૂથ 55000 કરોડનું રોકાણ કરશે. કચ્છના ખાવડામાં અમે ગ્રીન એનર્જી પાર્ક બનાવી રહ્યા છીએ. રિન્યુએબલ એનર્જી ઇકોસિસ્ટમ બનાવવા પર અમારો ભાર છે. કોપર, સિમેન્ટ, ગ્રીન હાઇડ્રોજન વગેરેમાં રોકાણ છે. 5 વર્ષમાં અદાણી જૂથ 2 લાખ કરોડનું રોકાણ ગુજરાતમાં કરશે. તેમજ 5 વર્ષમાં અદાણી જૂથ 1 લાખ રોજગારી આપશે.

મુકેશ અંબાણીનું સંબોધન
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સંબોધન આપતા જણાવ્યું છે કે 10મી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં સ્વાગત છે. 20 વર્ષ સુધી સતત સફળ થઇ હોય એવી બીજી કોઇ સમિટ નથી. ગુજરાત વાયબ્રન્ટ સમિટ વિશ્વની સૌથી મોટી સમિટ છે. વડાપ્રધાન મોદીના વિઝનથી આ સાકાર થયું છે. મને ગુજરાતી હોવાનું અભિમાન છે. વિદેશીઓ હવે ગુજરાતને નવા ગુજરાત તરીકે જુએ છે. વડાપ્રધાન મોદીને કારણે જ એ શક્ય બન્યું છે. જ્યારે નરેન્દ્રભાઇ બોલે છે, બધા સાંભળે છે, વધાવે છે.

લાખો ભારતીયો બોલે છે મોદી હૈ તો મુમકીન હૈ
લાખો ભારતીયો બોલે છે મોદી હૈ તો મુમકીન હૈ. વિદેશમાં પણ બધા કહે છે મોદી હૈ તો મુમકીન હૈ. મારા પિતા કહેતા કે ગુજરાત તમારી માતૃભૂમિ છે, કર્મભૂમિ રહેશે. હું ફરી કહું છું રિલાયન્સ હંમેશા ગુજરાતી કંપની રહેશે. રિલાયન્સે ભારતમાં 12 લાખ કરોડનું રોકાણ કર્યું છે. તેમાંથી 4 લાખ કરોડ જેટલું રોકાણ રિલાયન્સે ગુજરાતમાં કર્યું છે. રિલાયન્સ ગુજરાતમાં 10 વર્ષમાં સારું એવું રોકાણ કરશે. ગુજરાતને ગ્રીન ગ્રોથમાં લીડર બનાવવામાં રિલાયન્સ રોકાણ કરશે. જામનગરમાં ધીરુભાઇ અંબાણી ગ્રીન કોમ્પલેક્સ સ્થપાશે. 2024ના બીજા ભાગમાં 5000 એકરમાં કોમ્પલેક્સ સ્થપાશે.

મોદી યુગ ગુજરાતને નવી ઉંચાઇઓ પર લઇ જશે
ગુજરાતમાં ઝડપથી 5G બધે લાગુ કરીશુ. 5G આધારિત AIથી મોટાપાયે રોજગારી ઉભી થશે. AI એટલે ઓલ ઇન્ક્લુસિવ ગ્રોથ. રિલાયન્સ કાર્બન ફાયબર ફેસિલિટી હજીરા ખાતે સ્થાપશે. તથા ભારતની આ પ્રકારની પહેલી કાર્બન ફેસિલિટી ગુજરાતમા બનશે. એજ્યુકેશન, સ્પોર્ટ્સમાં પણ રિલાયન્સ ભાગીદારી કરશે. મોદી યુગ ગુજરાતને નવી ઉંચાઇઓ પર લઇ જશે.

રોકાણમાં ગુજરાત ફેવરિટ બન્યુ છે : માઇક્રોન ટેક્નોલોજીના CEO
માઇક્રોનના પ્રેસિડન્ટ સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, વિશ્વમાં ગુજરાતનો ડંકો વાગ્યો છે. રોકાણમાં ગુજરાત ફેવરિટ બન્યુ છે. રોકાણકારોના વિશ્વાસનો પર્યાય એટલે ગુજરાત, મને ખૂબ આનંદ છે કે ગુજરાતમાં વેપારનો મહાકુંભ યોજાયો છે. રોકાણનું ઉત્તમ સ્થળ એટલે ગુજરાત. અમે સાણંદમાં પાંચ હજાર સ્ક્વેર ફૂટમાં પ્રોજેક્ટ સ્થાપીશું. મારા માટે આ ગર્વની વાત છે કે આ સ્ટેજ મને મળ્યું છે. ભારત માટે સેમિકન્ડક્ટરમાં બહુ મોટી તક છે. માઈક્રોન દુનિયાની મોટી સેમિકન્ડક્ટર કંપની છે. ટાટા સાથે પાર્ટનર બનવા બદલ અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ. માત્ર માઈક્રોન અને ગુજરાત અને ભારત માટે નહિ પણ દુનિયા માટે પ્રોડક્શન કરીએ.

ઓટોમોબાઈલ માર્કેટમાં ભારત આગળ વધ્યું: જાપાનના સુઝુકી મોટર કોર્પોરેશનના પ્રમુખ
જાપાનના સુઝુકી મોટર કોર્પોરેશનના પ્રમુખ શિહિરો સુઝુકીએ સંબોધનમાં કહ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં વડાપ્રધાન મોદીનો ખૂબ સપોર્ટ રહ્યો છે. ઓટોમોબાઈલ માર્કેટમાં ભારત આગળ વધ્યું છે. ભારતમાં પ્રોડક્શન કેપેસિટી વધી છે. 1.7 ગણું પ્રોડક્શન અને 2.7 નિકાસની અમે 10 વર્ષ પહેલા અપેક્ષા રાખતા હતા પણ અમને સપોર્ટ મળ્યો છે એટલે અમે આગળ પણ રોકાણ કરીશું. ભારતમાં પ્રોડક્શન કરીને જાપાન અને યુરોપિયન દેશમાં એકસપોર્ટ કરીશું. ઈવી પ્રોડક્શનને પણ વધારીશું અને 204 કરોડ રૂપિયાનું રોકાણ કરીએ છીએ. 2.5 લાખ યુનિટ પ્રતિ વર્ષ ઉત્પાદન કરી શકશે. 7.5 લાખ 1 મિલિયન યુનિટ સુધી ઉત્પાદન થશે. બીજા પ્લાન્ટના માટે અમે 25 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાના છીએ.

લક્ષ્મી મિત્તલનું સંબોઘન
લક્ષ્મી મિતલે જણાવ્યું હતું કે, ગત વર્ષે સપ્ટેમ્બરમાં હું આવ્યો હતો. નરેન્દ્ર મોદીએ વન ફેમિલી, વન ફ્યુચરનું કહ્યું હતું. નરેન્દ્ર મોદીએ ગ્લોબલ સાહસના અવાજને પણ બુલંદ કર્યો છે. ઓટોમેટિવ ઇન્ડસ્ટ્રીઝ, રેલવે, ગ્લોબલ ટેકનોલોજીને લાવીને અમે નવી ટેકનોલોજીથી કામ કરી રહ્યા છીએ. 2021માં નરેન્દ્ર મોદીએ હજીરા સાઈટનું ભૂમિપૂજન કર્યું હતું જેનું 2026માં કામ પૂરુ થઈ જશે. 24 મિલિયન ટન હજીરા સાઈટ વિશ્વનું સૌથી વધુ સ્ટીલ ઉત્પાદન કરતો પ્રોજેક્ટ બની જશે. 2047ના વિઝનને પૂરુ કરવા માટે અમે તૈયાર છીએ. અમને વિશ્વાસ છે કે ગુજરાત સરકારની સાથે અમે આ પ્રોજેક્ટ જલ્દી પૂરા કરીશું.

લોર્ડ તારીક એહમદ મિનિસ્ટર ઓફ સ્ટેટ યુકેનું સંબોધન
ભાઈઓ અને બહેનો, ભારત સરકારને નમસ્કાર અને શુભેચ્છાઓ. ભારત સાથે બહુ ઊંડો સબંધ છે. દરેક રીતે આ સમિટ ખૂબ ફાયદાકારક છે. બંને દેશો વચ્ચે જો કંઈ મહત્વનું હોય તો ક્રિકેટ છે. યુકેમાં ભારત બીજું સૌથી મોટું રોકાણકાર છે. ગયા વર્ષે 24 ટકા રોકાણનો વધારો કર્યો છે. લંડન ફાયનાન્સ માટે નંબર 1 છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી યુકેના આર્કિટેક દ્વારા બનાવવામાં આવ્યું છે. અમારે આગળ વધવું છે. એજ્યુકેશન સેક્ટરમાં આગળ વધવા માંગીએ છીએ. ક્રિએટીવ અર્નીંગમાં આગળ વધીને પણ રોજગારી ઊભી કરવા માંગીએ છીએ.

Advertisement
Tags :
Next Article