For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

લોકરક્ષક દળ અને PSI ભરતી મામલે મહત્વના સમાચાર

11:33 AM May 11, 2024 IST | Chandresh
લોકરક્ષક દળ અને psi ભરતી મામલે મહત્વના સમાચાર

Police Bharti 2024: લોકરક્ષક દળ અને PSI ભરતી મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, લોકરક્ષક દળ અને PSI ભરતી મામલે (Gujarat Police Bharti 2024) ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ફરી અરજી કરવામાં આવશે. વિગતો અનુસાર 2 સપ્તાહ સુધી ઉમેદવારો અરજી કરી શકશે. આ સાથે કોલેજના અંતિમ વર્ષ અને ધો.12ના ઉત્તીર્ણ ઉમેદવાર પણ આ ભરતીમાં અરજી કરી શકશે.

Advertisement

પોલીસ વિભાગમાં નોકરી કરવા માંગતા યુવાનો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, લોકરક્ષક અને PSI ભરતી માટે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરી અરજી કરી શકાશે. જેમાં ખાસ કરીને કોલેજના અંતિમ વર્ષ અને ધોરણ 12માં પાસ થયેલા ઉમેદવારો પણ અરજી કરી શકશે. આ સાથે અગાઉ અરજી કરવામાં બાકી રહેલા ઉમેદવારોને પણ તક આપવામાં આવશે. અરજી કરવા માટે 2 સપ્તાહના સમય સાથે અરજીકર્તાઓને તક આપવામાં આવી છે.

Advertisement

Advertisement

પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરી આ અંગે માહિતી આપવામાં આવી છે. વિગતો અનુસાર લોકરક્ષક અને PSI ભરતી મામલે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરી અરજી કરવામાં આવશે. કોલેજના અંતિમ વર્ષ અને ધો.12માં પાસ થયેલા યુવાનો પણ આ અરજીમાં ભાગ લઈ શકે છે. આ સાથે પહેલા અરજી કરવામાં બાકી રહેલા ઉમેદવારને પણ તક આપવામાં આવશે. જેમાં બે સપ્તાહ માટે અરજી માટે તક આપવામાં આવી રહી છે.

ઉલેખીનીય છે કે, તારીખ 9 મે ના રોજ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલ ધો. 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ તેમજ ગુજકેટનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેથી હવે પરિણામ જાહેર થયા પછી હવે જે લોકો પોલીસમાં નોકરી કરવા માંગે છે એ લોકો પણ તેમાં અરજી કરી શકે છે. જેમાં ખાસ કરી કોલેજના અંતિમ વર્ષ અને ધો.12માં પાસ થયેલા ઉમેદવારો પણ અરજી કરી શકશે.

Advertisement

Tags :
Advertisement
Advertisement