Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

દેવભૂમિ દ્વારકામાં પાંચ વર્ષ પહેલાની અદાવતમાં ઉભી થઇ મોટી બબાલ, ઢીંકાપાટા સાથે થઇ ખુલ્લા હાથની મારામારી

04:26 PM May 21, 2022 IST | Mansi Patel

હાલમાં જ દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka)માંથી એક ચકચારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડા ગામે બે ટોળાં વચ્ચે ધોકા, ઢીંકાપાટુ તેમજ છુટ્ટા હાથે મારામારી(combat) થઈ હતી, જેનો વીડિયો(Video) વાઇરલ(Viral) થઈ રહ્યો છે. આ ઘટના પાંચ વર્ષ પહેલાં વોર્ડની ચૂંટણીનું જૂનું મનદુઃખ રાખી તેમજ એક ફરિયાદીના ચાલતા મકાનના કામને લઈને બે ટોળાં વચ્ચે મારામારી થઈ હતી હતી. આ ઉપરાંત બંને પક્ષો દ્વારા એકબીજા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવવામાં છે.

Advertisement

એકને ફ્રેક્ચર તથા અન્યને મૂઢમારની ઇજાઓ થઈ:
આ વીડીઓમાં જોઈ શકાય છે કે કેવી રીતે બંને પક્ષો વચ્ચે છુટા હાથે મારામારી થઈ રહી છે. બે પક્ષ લાકડાના ધોકા અને ઢીકાપાટુ વડે એકબીજા પર મારામારી કરી રહ્યા છે. આ સમગ્ર ઘટનામાં એક વ્યક્તિને ફેક્ચર તેમજ બીજી વ્યક્તિઓને મૂઢમારની ઈજાઓ પહોંચી છે. આ અંગે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં મારી નાખવાની ધમકી સહિતની ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

પુરુષોની સાથે મહિલાઓ પણ મારામારીમાં જોડાઈ:
આ ઘટનામાં પુરુષોની સાથે મહિલાઓ પણ મારામારી કરતી જોવા મળી રહી છે. મહિલાઓ ચીસો પાડી રહી છે અને સામે મારામારી પણ કરી રહી છે. આ મારામારી બાદ વાહનોને પણ નુકસાન કરવામાં આવ્યું હતું. તેમજ કેટલીક વ્યક્તિઓને મૂઢમાર વાગતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઈ:
આ ઘટનાને પગલે આસપાસમાં લોકોનાં ટોળા એકઠાં થયાં હતાં. જોકે હાલમાં બંને પક્ષે મીઠાપુર પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાવતાં સમગ્ર ઘટનાની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Advertisement

Advertisement
Tags :
Next Article