For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરતમાં બે સગા રત્નકલાકાર ભાઈઓએ અનાજની ગોળીઓ ખાઈ કર્યો આપઘાત, એકના 8 મહિના પહેલાં જ લગ્ન થયા'તા...

06:13 PM Mar 21, 2024 IST | V D
સુરતમાં બે સગા રત્નકલાકાર ભાઈઓએ અનાજની ગોળીઓ ખાઈ કર્યો આપઘાત  એકના 8 મહિના પહેલાં જ લગ્ન થયા તા

Surat News: ગુજરાતમાં આર્થિક તંગીને કારણે આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે સુરતમા(Surat News) વધુ એક આપઘાતની ઘટના બની છે જેમાં બે સગા ભાઈઓએ ઝેરી દવા પી આપઘાત કર્યો છે. તેમજ બંને ભાઈઓ આર્થિક સંકળામણમાંથી પસાર થતા હોવાની વિગતો સામે આવી છે. ત્યારે હાલ આ મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

Advertisement

લોનના હપ્તા નહીં ભરાતા બંને ભાઈઓએ આ પગલું ભર્યું
ભાવનગરના વલભીપુર ખાતેના વતની અને સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા બે સગા ભાઈઓએ અનાજમાં નાખવાની દવા પીને મોતને વહાલું કરી લીધું છે.બંને ભાઈઓએ આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યો હોવાનું કહેવાય રહ્યું છે.પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર બંને ભાઈઓના નામ હિરેન સુતરિયા અને પરીક્ષિત સુતરીયા હોવાનું જાણવા મળ્યું છે.બંને ભાઈ છેલ્લા લાંબા સમયથી રત્ના કલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. 22 વર્ષ પહેલા પિતાનું મોત થયા બાદ પરિવારની જવાબદારી માટે બંને ભાઈઓ રત્ન કલાકાર તરીકે કામ કરી પરિવારને આર્થિક મદદ કરી રહ્યા હતા.તેમજ સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે લોનના હપ્તા નહીં ભરાતા બંને ભાઈઓએ આ પગલું ભર્યું છે.

Advertisement

સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી
બન્ને સગાભાઇઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જેમાં સારવાર દરમીયાન બન્નેનું મોત નીપજ્યું છે. શહેરના ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા ઘણા લાંબા સમયથી મંદીનું મોજું ફરી વળ્યું છે. આવામાં આર્થિક સંકડામણને લઈ ઘણા લોકો આપઘાત કરી રહ્યાં છે. જેમાં અગાઉ એક જ પરિવારના ચાર લોકોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. સાથે જ માતા-પુત્રીના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ. તો થોડા કલાકો બાદ પુત્રનું પણ મોત નિપજ્યું હતુ.

Advertisement

ડાયમંડ ઉદ્યોગમાં જે રીતે મંદી હતી તેના કારણે તેમને કામ મળતુ ન હતુ. જેના કારણે તેઓ સતત માનસિક તાણમાં રહેતા હતા. જેને લઈને પોતાના ઘરે અનાજમાં નાંખવાની ઝેરી દવા પી લીધા બાદ પોતાના પરિવારના સભ્યોને જાણ કરી હતી. જોકે બંને યુવકોના મોત થવાની સાથે જ સુતરીયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement