Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

સુરત/ હરે કૃષ્ણ મુવમેન્ટ સુરત અને તળાવિયા પરિવારે મળીને ચૈતન્ય મહાપ્રભુના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી ફૂલોની હોળીથી કરી

11:13 AM Mar 20, 2024 IST | V D

Surat News: વસંત પંચમી થી શરૂ થયેલ ફાગણ મહિનામાં હોળીનો ઉત્સવ હિન્દૂ ધર્મમાં તેમજ વૈષ્ણવ સંપ્રદાયમાં ધૂમધામથી ઉજવાય છે. હોળીનો આ ઉત્સવ ગૌડીય વૈષ્ણવ સંતો ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના અવતરણ દિવસ તરીકે ઉજવે છે. આવનારા ચૈતન્ય મહાપ્રભુના પ્રાગટ્ય ઉત્સવના(Surat News) ઉપલક્ષ્યમાં પરસોત્તમભાઈ તળાવીયા, સંજય તળાવીયા, વિપુલ તળાવીયાના યજમાન પદે સુરતના સરથાણા-સીમાડા વિસ્તારમાં આવેલ પ્રસંગ ફાર્મમાં ફૂલોની હોળી રમાઈ હતી. આ કાર્યક્રમ દરમિયાન ભગવાનની પધરામણી, મહાઅભિષેક, મહા આરતી, મધુર કીર્તનો અને પ્રસાદનું આયોજન કરવામાં આવેલું હતું.

Advertisement

કાર્યક્રમનો લ્હાવો મોટા ભાગના વૈષ્વઓએ લીધો
હરે કૃષ્ણ મુવમેન્ટ સુરત અને તળાવિયા પરિવારે મળીને ફૂલોની હોળીની ઉજવણી કરી હતી.આયોજિત આ કાર્યક્રમની શરૂઆત મધુર સંકીર્તન અને ભજનથી થઈ હતી જેને સાંભળીને સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ કાર્યક્રમ દરમિયાન દૂધ, દહીં, ઘી, ગોળનું પાણી, મધ, અલગ અલગ પ્રકારના ફળના રસ અને ફૂલોથી ભગવાન બલરામ અને કૃષ્ણ સ્વરૂપ નીતાઈ ગૌરંગનો અભિષેક કરવામાં આવ્યો હતો.ત્યારે આ ભવ્ય કાર્યક્રમનો લ્હાવો મોટા ભાગના વૈષ્વઓએ લીધો હતો.

લોકો હરે કૃષ્ણ હરે રામ ધુન ઉપર ગાતા અને નાચતા જોવા મળ્યા
કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રતાપ રુદ્ર દાસ અને રોહિણી નંદન દાસ દ્વારા જીવનમાં ભક્તિ અને ભગવાનના નામ જપનો મહિમા સમજાવ્યો હતો. ત્યારબાદ ભગવાનની મહા આરતી થઈ હતી.જેમાં બધા ઉપસ્થિત લોકોએ પોતાની સહભાગીતા બતાવી હતી. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ફૂલોની હોળી હતી,જેમાં બધા ભક્તો પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી ત્યારે આ દ્રશ્યને લોકો કેમેરામાં કેદ કરતા નજર આવ્યા હતા. કાર્યક્રમના અંત સુધી લોકો હરે કૃષ્ણ હરે રામ ધુન ઉપર ગાતા અને નાચતા જોવા મળ્યા હતા.

Advertisement

હોલી રસિયાઓને રમાડવામાં આવ્યા હતા
હોળીના તહેવારને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે.ત્યારે લોકો ઠેર ઠેર પ્રિ હોળીની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે,ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં વડોદરાથી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના વલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયયે પધરામણી કરી હતી. તેઓએ 10 જેટલા વૈષ્ણવ પરિવારમાં પધરામણી કરી આશીર્વાદ આપ્યા હતા.આ સાથે જ સંધ્યા સમયે કમલમ પાર્ટી પ્લોટમાં હોલી રસિયા પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા.તેમજ ભરૂચના સુપ્રસિદ્ધ કલાકાર દીપેન સોની અને તેમના વૃંદે દ્વારા હોલી રસિયાની લયબધ્ધ સુરાવલીઓ વરસાવી હતી. આ સાથે જ 500 કિલો ગુલાબ અને ગલગોટાની પાંખડીઓથી હોલી રસિયા પ્રસંગે પ્રથમ બાવાશ્રી ઉપર પુષ્પવર્ષા કરી હતી ત્યાર બાદ એમના દ્વારા હોલી રસિયાઓને રમાડવામાં આવ્યા હતા.

Advertisement
Advertisement
Tags :
Next Article