Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

બાપ દીકરીના પવિત્ર સંબંધને લાંછન લગાવતો કિસ્સો- મહેસાણામાં સગા બાપે જ 17 વર્ષીય દીકરીને બનાવી ગર્ભવતી

12:55 PM Apr 14, 2024 IST | V D

Mehsana Crime: મહેસાણામાંથી એક સનસનીખેજ સમાચાર સામે આવ્યા છે, ખરેખરમાં ખુદ બાપે સગી દીકરીને ગર્ભવતી બનાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહેસાણાના વડસ્મા ગામમાં પિતાએ પોતાની સગી દીકરી પર દુષ્કર્મ આચર્યુ અને બાદમાં તેને ગર્ભવતી બનાવી દીધી હોવાની ફરિયાદ લાંઘણજ(Mehsana Crime) પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. હાલમાં પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.

Advertisement

સગા બાપે પોતાની જ 17 વર્ષીય સગી દીકરી સાથે દુષ્કર્મ આચર્યુ
મહેસાણામાં સગા બાપે જ સગી દીકરીને પીંખી નાંખી છે. પિતા જ હેવાન બન્યો છે ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ, મહેસાણા જિલ્લામાં આવેલા વડસ્મા ગામમાં એક પરપ્રાંતિય પરિવાર રહે છે, આ હેવાન પિતા અહીં વડસ્માની સાંકેત આર્યુવેદીક કૉલેજ ચોકીદારનું કામ કરે છે, આ પરપ્રાંતિય પરિવાર અહીં કૉલેજ કેમ્પસમાં રહે છે, પરિવારમાં માતા-પિતા એક દીકરો અને એક 17 વર્ષની દીકરી છે. આ પરિવારમાં પિતાની દાનત પોતાની જ દીકરી બગડી અને તેને પોતાની જ 17 વર્ષીય સગી દીકરી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. જોકે, વારંવાર દુષ્કર્મથી સગી દીકરી ગર્ભવતી બની ગઇ હતી. જ્યારે માતાને આ વાતની જાણ થઇ તો હેવાન પિતાએ દીકરીની માતાને પણ જીવથી મારી નાંખવાની ધમકી આપી દીધી હતી. બાદમાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતાં જ ખુદ ઘરના દીકરાએ સગા પિતા વિરૂદ્ધ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

ચોંકાવનારો ખુલાસો થયો
બે દિવસ પૂર્વે 17 વર્ષની સગીર દીકરીને ઉલટી વળતી હોઇ નજીકના દવાખાને લઈ જતાં ડોક્ટરને તેણી ગર્ભવતી હોવાની ખબર પડી હતી. જેને લઇ તેમણે સગીરાને આ અંગે પૂછતાં રડતાં રડતાં તેણીએ પોતાના પિતાએ જ એક મહિના પૂર્વે પોતાના ઉપર ઓરડીમાં દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

Advertisement

પોલીસે દુષ્કર્મ, છેડતી અને પોક્સો એકટ હેઠળ ગુનો નોંધ્યો
સમગ્ર ઘટના અંગે સ્થાનિક તબીબે લાંઘણજ પોલીસને જાણ કરતાં પોલીસે તેના ભાઈને જાણ કરી હતી. બહેન ઉપર નીચ કૃત્ય કરનારા નરાધમ પિતા વિરુદ્ધ તેણે ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કર્મ, છેડતી અને પોક્સો એકટ હેઠળ ગુનો નોંધી નરાધમ પિતાને હસ્તગત કરી પૂછપરછ કરી હતી. ઉલ્લેખનીય છે કે, કેટલાક દિવસો પૂર્વે મહેસાણામાં પણ માતાની ગેરહાજરીનો લાભ લઈ પિતાએ સગીર દીકરી ઉપર છ મહિના સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.

Advertisement
Advertisement
Tags :
Next Article