Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

જનવિશ્વાસ યાત્રાની કાર બેકાબૂ થતાં તેજસ્વી યાદવના કાફલાને નડ્યો ભીષણ અકસ્માત- એકનું ઘટના સ્થળે જ મોત, 6થી વધુ લોકો ગંભીર

03:50 PM Feb 27, 2024 IST | V D

Bihar Accident: બિહારથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. આજે બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવના કાફલાને ભીષણ અકસ્માત(Bihar Accident) નડ્યો છે. મળતી વિગતો પ્રમાણે સ્કાઉટ કાર અને સિવિલિયન કાર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં સ્કાઉટ કારના ડ્રાઈવર મોહમ્મદ હલીમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું છે. આ સાથે અકસ્માતને પગલે 6 પોલીસકર્મીઓ અને બીજી કારમાં સવાર અન્ય ચાર લોકો પણ ઘાયલ થયા છે. સુત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે અત્યારે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં ઘાયલ થયેલા પાંચ લોકોની હાલત અત્યારે અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઘટનાની માહિતી મળતા જ એસપી ઉપેન્દ્રનાથ વર્મા જીએમસીએચ પહોંચ્યા જ્યાં તેમણે ડૉક્ટરને તમામ ઘાયલોને યોગ્ય સારવાર આપવા સૂચના આપી. વર્માએ કહ્યું કે NH 31 પર પૂર્ણિયા પોલીસના વાહનનો અકસ્માત થયો હતો. જેમાં એકનું મોત થયું છે જ્યારે 6 પોલીસકર્મીઓ સહિત અનેક નાગરિકો ઘાયલ થયા છે. જો કે, તેમણે તેજસ્વી યાદવના કાફલા વિશે બોલવાનો ઇનકાર કર્યો હતો. તમને જણાવી દઈએ કે જન વિશ્વાસ યાત્રા દરમિયાન તેજસ્વી યાદવનો કાફલો પૂર્ણિયાના બેલૌરીથી પસાર થઈ રહ્યો હતો. આ સ્કોટ વાહન પણ આ કાફલામાં સામેલ હતું. પૂર્ણિયા કટિહાર ચાર લેન રોડ પર વાહન રોંગ સાઇડમાં ગયું હતું. જે બાદ તે કટિહાર તરફથી આવી રહેલી કાર સાથે અથડાઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ મૃતકના પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. મૃતકની પત્ની અને તેના પરિવારજનો ભારે આક્રન્દ કરી રહ્યા હતા.

જીએમસીએચ હોસ્પિટલમાં માતમનો માહોલ સર્જાયો
ઘટના જાણ થતા જ મૃત્તકના પરિવારજનો હોસ્પિટલ આવી પહોંચ્યા હતાં. અત્યારે હોસ્પિટલમાં માતમનો માહોલ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે, મૃતકના પરિવારજની હાલત અત્યારે દયનિય થઈ પડી છે. આજે વિપક્ષના નેતા તેજસ્વી યાદવ પૂર્ણિયા, અરરિયા, કિશનગંજની જન વિશ્વાસ યાત્રા પર આવ્યા હતા. તે રાત્રે લગભગ સાડા દસ વાગ્યે પૂર્ણિયાથી કટિહાર જઈ રહ્યો હતો. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ છે.

Advertisement

ઘટનાની જાણકારી મળતા જ એસપી ઉપેન્દ્ર નાથ વર્મા પૂર્ણિયા જીએમસીએચ પહોંચ્યા. એસપી ઘાયલોને મળ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને આ સમગ્ર દુર્ઘટના પર ખેદ વ્યક્ત કર્યો હતો. એસપી ઉપેન્દ્ર નાથ શર્માએ જણાવ્યું કે અકસ્માત બાદ તરત જ સ્કોટ ગાડીની એર બેગ ખુલી ગઈ. જેના કારણે તમામનો જીવ બચી ગયો હતો.

Advertisement
Advertisement
Tags :
Next Article