For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

દમ લગા કે હઈસા…આખે આખી ટ્રેનને લોકોએ ધક્કો મારીને પહોંચાડી સ્ટેશન- જુઓ વિડીયો

06:00 PM Mar 23, 2024 IST | V D
દમ લગા કે હઈસા…આખે આખી ટ્રેનને લોકોએ ધક્કો મારીને પહોંચાડી સ્ટેશન  જુઓ વિડીયો

Amethi News: રેલવેને બદનામ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રેલવે કર્મચારીઓ(Amethi News) ટ્રેનના ડબ્બાને ધક્કો મારતા જોવા મળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ટ્રેનનો ડબ્બો અધિકારીઓનો છે, જેમાં તેઓ નિરીક્ષણ માટે જાય છે.સાથે જ કોંગ્રેસે પણ આ વિડીયોને શેર કરીને અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાની પર નિશાન સાધ્યું હતું.

Advertisement

ટ્રેનને ધક્કો મારતા લોકોનો વીડિયો વાયરલ થયો
આ વીડિયો ઉત્તર પ્રદેશના અમેઠીનો છે, જ્યાં લોકો પાટા પર પડેલી ટ્રેનને ધક્કો મારતા જોવા મળ્યા હતા.વાસ્તવમાં, રેલવે અધિકારીઓ માટે બનાવવામાં આવેલી ડીપીસી ટ્રેન પાટા વચ્ચે બંધ થઇ ગઈ હતી, ત્યારબાદ કર્મચારીઓ તેને ધક્કો મારતા જોવા મળ્યા હતા.ત્યારબાદ રેલવે કર્મચારીઓએ ટ્રેનને મુખ્ય લાઇન પરથી હટાવી લૂપ લાઇન પર લઈ ગઈ હતી. ટ્રેનને ધક્કો મારતા કર્મચારીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

જાણો સમગ્ર મામલો
સૂત્રોએ જણાવ્યું હતું કે,જ્યારે ડીપીસી ટ્રેનમાં ખામી સર્જાઈ ત્યારે તે મેઈન લાઈનમાં ઉભી હતી. જે બાદ રેલ્વે કર્મચારીઓ દ્વારા ટ્રેનને મેઇન લાઇનથી લૂપ લાઇન તરફ લઇ જવામાં આવી હતી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને રેલવે વિભાગને બદનામ કરવામાં આવી રહ્યો છે.વીડિયોમાં એવું પણ જોવા મળ્યું હતું કે રેલ્વે ફાટક પાસે ખરાબ થયેલ એન્જીનને કારણે નજીકમાં ઘણા લોકો હાજર હતા જેઓ તેનો વિડીયો બનાવી રહ્યા હતા.

Advertisement

ટ્રેનને ધક્કો મારીને લૂપ લાઈન પર પાર્ક કરવામાં આવી
સમગ્ર મામલો અમેઠીના નિહાલગઢ રેલવે સ્ટેશનનો છે. અધિકારીઓ સુલતાનપુર બાજુથી ડીપીસી ટ્રેન દ્વારા લખનૌ તરફ જઈ રહ્યા હતા, ટ્રેન સ્ટેશનની બહાર રોકાઈ ગઈ. આ ટ્રેન મેઈન લાઈનમાં ઉભી રહેતી હોવાના કારણે અન્ય ટ્રેનોને તેની અસર ન થાય તે માટે તેને ધક્કો મારીને લૂપ લાઈન પર પાર્ક કરવામાં આવી હતી.જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો રેલવે ફાટક પરથી ટ્રેનને ધક્કો મારીને લઈ જઈ રહ્યા છે. કહેવામાં આવ્યું કે હવે આ ટ્રેનને રિપેરિંગ માટે આગળ મોકલવામાં આવી છે. કોઈએ તેનો વીડિયો રેકોર્ડ કર્યો, જે હવે વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

વિપક્ષે કરી ટીકા
સપા પ્રમુખ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વાયરલ વીડિયો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે, "રેલવે મંત્રીને તાત્કાલિક બોલાવો અને એમની પાસે પણ ધક્કો લગાવો. એવું લાગે છે કે ભાજપની 'ડબલ એન્જિન સરકાર'ને આજે ચૂંટણી બોન્ડમાંથી બળતણ મળ્યું નથી, તેથી જ લોકોને અમેઠીના નિહાલગઢ ક્રોસિંગ પર ધક્કા ખાવાની ફરજ પડી છે.''

Tags :
Advertisement
Advertisement