For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

કળયુગી પિતા: અમદાવાદમાં સગા બાપે જ પોતાની 11 વર્ષની દીકરી સાથે અડપલા કરી દુષ્કર્મ કરવાની કોશિશ કરી, જાણો સમગ્ર મામલો

02:30 PM Mar 27, 2024 IST | V D
કળયુગી પિતા  અમદાવાદમાં સગા બાપે જ પોતાની 11 વર્ષની દીકરી સાથે અડપલા કરી દુષ્કર્મ કરવાની કોશિશ કરી  જાણો સમગ્ર મામલો

Ahemdabad News: અમદાવાદમાં પિતા-પુત્રીના સંબંધો લાજવાયા. આ શર્મસાર કરતો કિસ્સો રામોલથી સામે આવ્યો(Ahemdabad News) છે. નશાની હાલતામાં પિતાએ પોતાની જ સગી દીકરી સાથે અડપલા કરી દુષ્કર્મ કરવાની કોશિશ કરી હતી. આ વાતની પરિવારના અન્ય સભ્યોને જાણ થતાં પોલીસ મથકે દીકરી સાથે છેડતી કરનાર નરાધમ પિતાની ધરપકડ કરી છે. શું છે સમગ્ર ઘટના? જોઈએ આ સમાચાર.

Advertisement

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશેડી બાપે પોતાની સગી દીકરી સાથે કર્યા અડપલા. આ આરોપીને બે દીકરીઓ છે, જેમાં એક દીકરી ધો. 10માં અભ્યાસ કરે અને નાની દીકરીઓ 11 વર્ષની ધો.6 માં અભ્યાસ કરે છે. તેઓ આરોપીની બે બહેન-બનેવી સાથે રહે છે.

Advertisement

આરોપીને સંતાનમાં 2 દીકરીઓ છે
આરોપીની પત્નીનું 11 વર્ષ પહેલાં અવસાન થયું હતું. તેને સંતાનમાં બે દીકરીઓ છે. બે દિવસ પહેલા આરોપીના બહેન બનેવી બંને મજૂરી કામે ગયા હતા અને મોટી દીકરી અને ભત્રીજો અન્ય પરિજનના ઘરે વેકેશન કરવા ગયાં હતા અને અન્ય એક બહેન સવારે મજૂરી માટે ગઈ હતી ત્યારે નશાની હાલતમાં ઘરે આવ્યો હતો.

Advertisement

નશાની હાલતમાં અડપલા કર્યા
જે સમયે ઘરમાં નાની દીકરી હાજર હતી આરોપીએ તેની સાથે અડપલાં કરી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. સગીર દીકરીએ બુમાબુમ કરતા આરોપી ઘરમાંથી બહાર જતો રહ્યો હતો, જોકે બાદમાં સગીરાના ફોઈ ઘરે આવતા તેણે આ ઘટનાની જાણ કરી હતી,

જે બાદ ઘરના અન્ય સભ્યોને જાણ થતાં અંતે આ મામલે સગીરાના ફોઈએ ભાઈ વિરુદ્ધ છેડતી અંગેની ફરિયાદ રામોલ પોલીસ મથકે નોંધાવી હતી. આરોપી નશાની ટેવ ધરાવતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.જોકે ક્યાં સંજોગોમાં આ બનાવ બન્યો તેને લઈને રામોલ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપી છૂટક મજૂરી કરે છે.

Advertisement

તેની એક બહેનના પતિનું અવસાન થયું છે અને તેની પત્નીનું પણ અવસાન થયું હોય તે અન્ય બહેન બનેવી સાથે રહે છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

Tags :
Advertisement
Advertisement