For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

અમદાવાદી યુવતીને પ્રેમ કરવો મોંઘો પડ્યો- હવસખોર પ્રેમીએ બે-બે વાર ગર્ભવતી કરી ગર્ભપાત કરાવ્યો

09:21 PM Mar 08, 2022 IST | Vidhi Patel
અમદાવાદી યુવતીને પ્રેમ કરવો મોંઘો પડ્યો  હવસખોર પ્રેમીએ બે બે વાર ગર્ભવતી કરી ગર્ભપાત કરાવ્યો

ગુજરાત(Gujarat)ના અમદાવાદ(Ahmedabad)માં એક સગીર વયની છોકરીએ તેના પ્રેમી માટે વાસણા પોલીસ સ્ટેશન(Vasana police station)માં કેસ નોંધાવ્યો છે. મળતી માહિતી અનુસાર આ યુવતી ઘરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ઘરકામ કરવા માટે યુવતીને એક ઘરથી બીજા ઘરે જવા માટે રીક્ષામાં જવું પડે છે. તે દરમિયાન આ યુવતીને એક રીક્ષા ચાલક સાથે પ્યાર થઇ ગયો હતો. યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપીને રીક્ષા ચાલકે તેની સાથે સંબંધ બાંધ્યા હતાં.

Advertisement

મળતી માહિતી અનુસાર યુવતીને બે વાર રીક્ષા ચાલક પ્રેમીએ ગર્ભવતિ બનાવીને ગર્ભપાત(Abortion) કરાવ્યો હતો. જયારે યુવતી ત્રીજી વખત ગર્ભવતી બની ત્યારે રીક્ષા ચાલક પ્રેમી દ્વારા તેને ત્રીજી વખત ગર્ભપાત કરાવવાનું કહેવામાં આવ્યું હતું. જયારે ત્રીજી વખત ગર્ભપાત કરાવવાની યુવતીએ નાં પાડી ત્યારે યુવક દ્વારા યુવતીને ધમકી આપવામાં આવી હતી. જેના કારણે યુવતીએ કંટાળીને પોલીસનો સહારો લીવાનો નિર્ણય લીધો હતો.

Advertisement

Advertisement

લગ્નની લાલચ આપતા બાંધવામાં આવ્યા શારીરિક સંબંધો
મળતી માહિતી અનુસાર ગુજરાતના અમદાવાદમાં વાસણા વિસ્તારની એક છોકરીના ઘરની સ્થિતિ સારી નહીં હોવાને કારણે યુવતી ઘરકામ કરવા માટે બહાર જતી હતી. ઘરકામ કરવા તેને અલગ અલગ ઘરમાં જવું પડતું હતું. જેથી તે રીક્ષામાં જતી હતી. રીક્ષામાં જતી હતી તે દરમિયાન તેને એક રીક્ષા ચાલક સાથે મિત્રતા થઇ જાય છે અને બંને જણા વચ્ચે પ્રેમ સંબંધ પણ બંધાય જાય છે. આ દરમિયાન બંને વારંવાર એકબીજાને મળતા હતા. યુવતીને લગ્નની લાલચ આપતા શારીરિક સંબંધો બાંધ્યા અને યુવતીને બે વખત ગર્ભવતી બનાવવામાં આવી હતી.

ગર્ભવતી બનેલ યુવતીને બે વખત ગર્ભપાત કરાવવામાં આવ્યો: 
ગર્ભવતી બનેલ યુવતીને રીક્ષા ચાલક યુવકે દવાઓ આપીને બે વખત ગર્ભપાત કરાવ્યું હતું. શારીરિક સંબંધો બંધાવાના કારણે યુવતી ત્રીજી વખત ગર્ભવતી બની હતી. જેના કારણે રીક્ષા ચાલક યુવક દ્વારા ગર્ભપાત કરાવવાનું કહેવામાં આવ્યું હતું. પરંતું આ બાબતે યુવતી દ્વારા ઈનકાર કરવામાં આવતા તેને રીક્ષા ચાલક પ્રેમી ધમકાવવા લાગ્યો હતો. તેમજ યુવક દ્વારા યુવતી સાથે લગ્ન કરવાની ના પાડવામાં આવતા યુવકની ધમકીથી કંટાળીને યુવતીએ આખરે યુવક સામે વાસણા પોલીસ સ્ટેશનમાં તેના રીક્ષા પ્રેમીનો કેસ નોંધાવ્યો હતો.

Advertisement

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Tags :
Advertisement
Advertisement