Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

ટ્રાફિક મેમો ઉઘરાણી માટે ફોન આવે તો ચેતી જજો; સાંભળો રેકોર્ડિંગ, કેવી રીતે થાય છે ફ્રોડ

12:27 PM Jun 21, 2024 IST | V D

Traffic Signal Memo Fraud Call: સુરત શહેરમાં ટ્રાફિકથી લોકો ત્રસ્ત થયા હતા ત્યારે ટ્રાફિકની વ્યવસ્થા સુધારવા માટે ટ્રાફિક સિગ્નલ વ્યવસ્થાનું પાલન શહેરીજનો કરતા થયા છે.તેમજ જે લોકો યોગ્ય ટ્રાફિકના નિયમોનું પાલન ન કરે તે લોકોને દંડ ફટકારવવામાં આવે છે, ત્યારે કેટલાંક ચીટરોએ(Traffic Signal Memo Fraud Call) લોકોને મેમોનો ડર બતાવી ફોન કરી ઠગવાનું શરૂ કર્યું છે. આવો જ એક ફોન સુરતના એક નાગરિકને આવ્યો હતો, જેની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે.

Advertisement

ડર બતાવી ભોળી જનતાને ફસાવવાનો પ્રયાસ
સુરતની પ્રજા ટ્રાફિકના નિયમોનું યોગ્ય પાલન કરતી થઇ છે. પરંતુ કેટલાક લૂંટારાઓએ ભોળી પ્રજાને લૂંટવાની તક શોધી લીધી છે. સિગ્નલ બ્રેક કરનારાઓને પોલીસ દંડ ફટકારી રહી છે ત્યારે કેટલાંક ચીટરોએ લોકોને મેમોનો ડર બતાવી ફોન કરી ઠગવાનું શરૂ કર્યું છે. જેમાં સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલના નામે મોટું સ્કેમ શરૂ થઈ ગયું છે.જો તમારા પર પણ આવા કોઈ કોલ આવે તો ચેતી જજો અને તેવા લંપટ લોકોની વાતોમાં આવીને રૂપિયા ટ્રાન્સફર ન કરતા બાકી તમે પણ આવા સ્કૅમનો ભોગ બની શકો છો.

ઓડિયો કલીપ થઇ વાયરલ
જુઓ તમારી પર આ રીતે કોલ આવીને ઓડિયો ક્લિપમાં છે એ મુજબ તમને ફસાવવામાં આવશે. જેમાં સૌ પ્રથમ તો એવું કહેવવામાં આવશે કે, તમારા વાહન પર મેમો ઈશ્યુ થયા છે, તમે ઓનલાઈન દંડ ભરી દો તો લાયસન્સ કેન્સલ નહીં થશે તેવો ડર બતાવી ચીટરો લોકોને ડરાવી રહ્યાં છે. સુરતના એક નાગરિકને આવો ફોન આવ્યો હતો, જેમાં ફોન કરનાર ઠગે ઉમરા હીરાબાગ પોલીસ સ્ટેશનથી બોલું છું એવું કહ્યું હતું. અહીં જ સુરતના નાગરિકે ચીટરની લુચ્ચાઈ પકડી લીધી હતી.

Advertisement

ચીટરનું મોયે...મોયે...
હીરાબાગ વિસ્તાર સુરતના વરાછામાં આવ્યો છે, જ્યારે ઉમરા વિસ્તાર અઠવાલાઈન્સ નજીક છે. આ બંને વિસ્તારો એકબીજાથી ઘણા દૂર છે. પરંતુ અન્ય રાજ્યમાંથી ફોન કરનારા આ સાયબર ફ્રોડને તે બાબતનો ખ્યાલ હોય નહીં. ચીટર સુરતના નાગરિકને મેમો ઓનલાઈન ભરી દો નહીં તો ઘરે મેમો આવશે, સમન્સ આવશે, લાયસન્સ કેન્સલ થશે, કોર્ટમાં જવું પડશે તેવી વાતો કરી ડરાવે છે, પરંતુ સુરતના નાગરિક ડરતા નથી અને કહે છે કે હું કોર્ટમાં જઈ મેમો ભરીશ. આખરે ચીટર ફોન કટ કરી દે છે.

Advertisement

આવા ઠગોથી સુરતની પ્રજાએ એલર્ટ રહેવું જોઈએ
આ મામલે સુરત ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ કહ્યું કે, સુરત શહેર ટ્રાફિક પોલીસ તરફથી વાહનચાલકોને કોઈ ફોન કરવામાં આવી રહ્યાં નથી. મેમો તેમના રજિસ્ટર્ડ એડ્રેસ પર મોકલવામાં આવે છે. તે પહેલાં કોઈ ઈન્ટીમેશન કોલ કરાતા નથી. આવા ઠગોથી સુરતની પ્રજાએ એલર્ટ રહેવું જોઈએ.

Advertisement
Tags :
Next Article