Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

સરકારી અધિકારી હોય તો રવજીભાઈ ગાબાણી જેવા- જાણો કેવી રીતે માનવતા મહેકાવી

04:58 PM Mar 15, 2021 IST | Vandankumar Bhadani

બરવાળાના તાલુકા વિકાસ અધિકારી રવજીભાઈ ગાબાણી ઓફિસનું સામાન્ય કામ પૂરું કરીને ફિલ્ડ વિઝીટ પર જવા માટે એમની ચેમ્બર બહાર નીકળ્યા તો ગામડાનો એક ગરીબ માણસ બહાર ઉભો હતો. ગાબાણી સાહેબએ એ ભાઈને જોયા એટલે પૂછ્યું, ‘કોઈ કામથી આવ્યા છો? કોઈ રજુઆત કરવાની છે?’ પેલા ભાઈએ કહ્યું, ‘સાહેબ, તમને એકલા મળવું છે. અત્યારે તમે બહાર જાવ છો એટલે હું કાલે તમે કહો ત્યારે આવી જઈશ.’ ગાબાણી સાહેબે કહ્યું, ‘કાલે બીજી વાર શુ ધક્કો ખાવો, આવ્યા જ છો તો મળી લઈએ.’

Advertisement

ચેમ્બરમાં જઈને અરજદારે કહ્યુ, ‘સાહેબ, હું નાવડા ગામમાં રહું છું. મારું નામ પ્રવીણભાઈ ચૌહાણ છે. આવાસ યોજનામાં મારું મકાન મંજૂર થયું છે અને પહેલા હપ્તાની રકમ પણ મળી ગઈ છે. હવે બીજા હપ્તાની રકમ વહેલી મળી જાય એ માટે વિનંતી કરવા આવ્યો છું.’ ગાબાણી સાહેબે એ ભાઈએ સમજાવતા કહ્યું, ‘તમારું મકાન લિંટલ લેવલ સુધી પહોંચી જાય એટલે તમને બીજો હપ્તો મળે. તમારું મકાન કેટલે પહોંચ્યું?’

પેલા ભાઈએ કહ્યુ, ‘સાહેબ, મકાન હજુ એટલે સુધી નથી પહોંચ્યું પણ રકમ બધી ખર્ચાઈ ગઈ છે. મારી ઘરવાળીને એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવું પડે એમ છે. 10,000 રૂપિયાની જરૂર છે. તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે એમ છે ને ઘરમાં હવે કાંઈ વધ્યું નથી અને હવે બધો જ આધાર આ બીજા હપ્તા પર છે. જો બીજો હપ્તો મળી જાય તો એમાંથી પહેલા ઓપરેશન કરાવી લવ અને પછી મકાનનું કામ કરશું.’

Advertisement

ગાબાણી સાહેબે કહ્યું, ‘ભાઈ, એવી રીતે નિયમોની ઉપરવટ જઈને તારો બીજો હપ્તો મંજૂર ન થઇ શકે. પહેલા તમે લિંટલ લેવલનું કામ કરો પછી જ હપ્તો મંજૂર થાય.’ એ ભાઈ સાથેની વાતચીત દરમ્યાન ક્યાં ઓપરેશન કરાવવાનું છે એ વિગત જાણીને ગાબાણી સાહેબે ડોકટરને ફોન કરી ખાતરી કરી લીધી કે એ ભાઈ ખોટું નથી બોલતા ને! સંવેદનશીલ અધિકારીએ ગામડાની એ અજાણી વ્યક્તિને મદદ કરવા માટે પોતાના વિશ્વાસુ કર્મચારીને પોતાનું એટીએમ કાર્ડ અને પાસવર્ડ આપી એટીએમમાંથી 10000 ઉપાડી લાવવાનું કહ્યુ.

રકમ આવી એટલે એ ભાઈના હાથમાં આપતા કહ્યુ, ‘હું તમારો આવાસ યોજનાનો બીજો હપ્તો તો મંજૂર નથી કરી શકતો પણ ઓપરેશન માટે આ રકમ મારા તરફથી આપું છું એ લઈ જાવ અને ઓપરેશન કરાવી લો.’ પેલા ભાઈએ આનાકાની કરી પણ ગાબાણી સાહેબે પરાણે એ ભાઈને રકમ આપીને વિદાય કર્યા.’

Advertisement

અમુક સમય બાદ એ ભાઈનું મકાનનું કામ આગળ વધ્યું અને બીજો હપ્તો પણ ચૂકવાઈ ગયો. થોડા દિવસ પછી પ્રવીણભાઈ પોતાની પત્ની સાથે મળવા આવ્યા અને પેલા 10000 પાછા આપ્યા. ગાબાણી સાહેબે કહ્યું, ‘એ પાછા નથી આપવાના તમને મદદ તરીકે જ આપ્યા છે.’ દંપતીએ પણ પરાણે રકમ પરત કરીને કહ્યું, ‘સાહેબ, કોઈ બીજાને જરૂર હોય તો એને મદદ કરજો.’ એક અધિકારીની સંવેદનશીલતા અને એક સામાન્ય માણસની ખાનદાની બંનેના દર્શન થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Advertisement
Next Article