Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

લાંચ લઈને કરોડપતિ બનનારી IAS પૂજા સિંઘલએ જેલમાં કેવી રીતે વિતાવી પહેલી રાત? અને કર્યા એવા ભવાડા...

06:06 PM May 12, 2022 IST | Sanju

મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલી IAS પૂજા સિંઘલ(Pooja Singhal)ની ED પાંચ દિવસ સુધી પૂછપરછ કરવામાં આવશે. કોર્ટે EDને પૂછપરછ માટે રિમાન્ડ(Remand) લેવાની મંજૂરી આપી છે. જોકે EDએ પૂજાની પૂછપરછ કરવા માટે કોર્ટ(Court) પાસે 12 દિવસની મંજુરી માંગી હતી. પરંતુ માત્ર પાંચ દિવસની જ પરવાનગી આપવામાં આવી હતી. પૂજાને રિમાન્ડ પર લેવા માટે EDની ટીમ આજે સવારે 10 વાગ્યે હોટવાર(Hotwar), રાંચી(Ranchi)ની બિરસા મુંડા સેન્ટ્રલ જેલ(Birsa Munda Central Jail) પહોચ્યા હતા. પાંચ દિવસની પૂછપરછ બાદ પૂજા સિંઘલને 16 મેના રોજ ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Advertisement

જણાવી દઈએ કે, વર્ષ 2018માં EDએ જેઈ રામ વિનોદ પ્રસાદ સિન્હા વિરુદ્ધ બે કરોડ 79 લાખ 69 હજાર રૂપિયાની મની લોન્ડરિંગના આરોપમાં ચાર્જશીટ દાખલ કરી હતી. સીએ સુમન સિંહ બાદ પૂજા સિંઘલને પણ આ જ કેસમાં કોર્ટે રિમાન્ડ પર મોકલી છે. હવે આ જ કેસમાં પૂજા સિંઘલ અને અન્યો સામે પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. અહીં, મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલ પૂજા સિંઘલના સીએ સુમન સિંહના પાંચ દિવસના પોલીસ રિમાન્ડનો સમયગાળો ગુરુવારે પૂરો થાય છે. પાંચ દિવસની મુદત પૂર્ણ થયા બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ પહેલા તેની મેડિકલ તપાસ કરવામાં આવશે.

ખનન સચિવ પૂજા સિંઘલને ED દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ બુધવારે સાંજે વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. ધરપકડ પહેલા પૂજા સિંઘલની ED ઓફિસમાં મેડિકલ તપાસ કરવામાં આવી હતી. સદર હોસ્પિટલની મેડિકલ ટીમને ત્યાં બોલાવવામાં આવી હતી. આ ટીમમાં ડો. મયુખ હાજર હતા. જેમણે પૂજા સિંઘલનું બીપી અને પલ્સ ચેક કર્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે, તબીબી તપાસમાં કોઈ સમસ્યા નથી અને મેડિકલ રિપોર્ટ સામાન્ય છે.

Advertisement

મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલી ઝારખંડની ખનન-કમ-ઉદ્યોગ સચિવ પૂજા સિંઘલ બુધવારે રાત્રે બિરસા મુંડા સેન્ટ્રલ જેલમાં હતી. રાત્રે 10 વાગે જેલમાં પ્રવેશતા જ મુખ્ય દરવાજો ખૂલ્યો ત્યારે તેનું બ્લડ પ્રેશર નોંધપાત્ર રીતે વધી ગયું હતું. તે બેભાન અવસ્થામાં પડી ગઈ. જેલ પ્રશાસનના બે કોન્સ્ટેબલ દવાની દુકાને દોડી ગયા અને બ્લડ પ્રેશરની દવા લઈ આવી અને પૂજા સિંઘલને આપી. દવા લીધા પછી, પૂજા સિંઘલનું બ્લડ પ્રેશર સામાન્ય થઈ ગયું અને તેની સ્થિતિ સારી થઈ. આ પછી પૂજા સિંઘલને મહિલા વોર્ડમાં મોકલવામાં આવી હતી.

રાત્રે ઘણી મહિલા કેદીઓ તેની પાસે આવતી. પરંતુ તેણે કોઈની સાથે વાત કરી ન હતી. તે તેના સેલમાં ગઈ અને લાંબા સમય સુધી બેઠી. મહિલા કેદીઓએ સાંત્વના આપી, પરંતુ કોઈની સાથે વાત કર્યા વિના સૂઈ ગઈ હતી. જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂજા સિંઘલ રાતે પડખા ફરતી રહી. અહીં જેલમાં પહોંચતા પહેલા જેલ પ્રશાસને તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી. કારણ કે રક્ષકોએ સંતરીઓ તરફથી રાત્રે આવતા કેદીઓ માટે દરવાજા ખોલવાના હતા. રજિસ્ટરમાં એન્ટ્રીઓ કરવામાં આવી હતી. જેલર મો નસીમે જણાવ્યું કે પૂજા સિંઘલને સામાન્ય કેદીઓથી અલગ સેલમાં રાખવામાં આવી છે.

Advertisement

પૂજા સિંઘલ જ્યારે જેલમાં ગઈ ત્યારે તે નારાજ થઈ ગઈ હતી અને તેને ખાવા માટે રોટલી, શાક, દાળ અને સલાડ આપવામાં આવ્યું પરંતુ બે ટુકડા કઈને છોડી દીધું. પીવા માટે મિનરલ વોટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. આખી રાત પાણી પીને જ વિતાવી. મહિલા વોર્ડના સુરક્ષા કર્મચારીઓ આઈએએસ માટે વિવિધ વ્યવસ્થામાં રોકાયેલા હતા.

જેલમાં મચ્છરોની સમસ્યા છે. મહિલા વોર્ડમાં મચ્છરો વધુ છે. પૂજા સિંઘલ માટે જેલ પ્રશાસન દ્વારા મચ્છરદાની અને તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, તેણે તેના સૂવાની જગ્યાએ મચ્છરદાની ન લગાવી, તેણે ઓલઆઉટથી કામ ચલાવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Advertisement
Tags :
Next Article