For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.? એક ક્લિક પર જુઓ ઇતિહાસની ઝલક

02:58 PM Jan 30, 2024 IST | V D
કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ   એક ક્લિક પર જુઓ ઇતિહાસની ઝલક

Mahatma Gandhi: 30 જાન્યુઆરી એટ્લે ગાંધી નિર્વાણ દિવસ . મોહનમાંથી મહાત્મા બનેલાં ગાંધીજીએ(Mahatma Gandhi) ભારતમાં સૌથી પહેલાં સ્થાપેલાં કોચરબ આશ્રમની વાત કરીએ તો સાદુ જીવન અને ઉચ્ચ વિચારનો એક નવો વિચાર લોકો સમક્ષ મૂક્યો અને તેના પરીણામ સ્વરૂપે તેઓ દક્ષિણ આફ્રિકામાં મોહનમાંથી મહાત્મા બનીને સ્વદેશ પરત આવ્યા બાદ 1915માં ભારત પરત આવ્યા ત્યારે આજ આશ્રમ જીવનશૈલી મુજબ આગળના કામ કરવાનો તેમને નિર્ણય કર્યો અને ગાંધીજીએ સમયાંતરે સ્વદેશમાં સ્ત્યાગ્રહાશ્રમ કોચરબ, સત્યાગ્રહાશ્રમ સાબરમતી અને વર્ધા આશ્રમની સ્થાપના કરી હતી.

Advertisement

30 જાન્યુઆરી 1948નો એ દિવસ
શુક્રવાર 30 જાન્યુઆરી 1948ની શરૂઆત એક સામાન્ય દિવસની જેમ થઈ. હંમેશાની જેમ મહાત્મા ગાંધી સવારે સાઢા ત્રણ વાગ્યે ઉઠ્યા પ્રાર્થના કરી. બે કલક પોતાના ડેસ્ટ પર કોંગ્રેસની નવી જવાબદારીઓના મુદ્દા પર કામ કર્યુ અને એ પહેલા કે બીજા લોકો ઉઠી જતા તેઓ છ વાગ્યે ફરી સૂવા જતા રહ્યા. કામ કરવા દરમિયાન તેઓ પોતાના સહયોગીઓ આભા અને મનુનુ બનાવેલ લીંબૂ અને મઘનુ ગરમ પાણી અને ગળ્યુ લીંબુ પાણી પીતા રહ્યા. બીજીવાર સૂઈને તેઓ આઠ વાગ્યે ઉઠ્યા. દિવસના છાપા પર નજર દોડાવી અને પછી બ્રજકૃષ્ણએ તેલથી તેમની માલિશ કરી. ન્હાયા પછી તેમણે બકરીનુ દૂધ, બાફેલા શાક, ટામેટા અને મૂળા ખાધા અને સંતરાનુ જ્યુસ પણ પીધુ. શહેરના બીજા ખૂણામાં જૂની દિલ્હી રેલવે સ્ટેશનના વેટિંગ રૂમમાં નાથૂરામ ગોડસે, નારાયણ આપ્ટે અને વિષ્ણુ કરકરે હજુ પણ ઉંઘી રહ્યા હતા.ડરબનના તેમના જૂના મિત્ર રુસ્તમ સોરાબજી સપરિવાર ગાંઘીને મળવા આવ્યા. ત્યારબાદ રોજની જેમ તેઓ દિલ્હીના મુસ્લિમ નેતાઓને મળ્યા. તેમને બોલ્યા, "હુ તમારા લોકોની મંજુરી વગર વર્ઘા નથી જઈ શકતો".

Advertisement

નથુરામ ગોડ્સ અને ગાંધીજી સામાન્ય બેઠક કરી બેઠા હતા
ગાંધીજીના નિકટના સુધીર ઘોષ અને તેમના સચિવ પ્યારેલાલે નેહરુ અને પટેલ વચ્ચે મતભેદો પર લંડન ટાઈમ્સમાં છપાયેલ એક ટિપ્પણી પર તેમના વિચાર માંગ્યા. જેના જવાબમાં ગાંધીજીએ કહ્યુ કે તેઓ આ મામલો પટેલ સામે ઉઠાવશે જે ચાર વાગ્યે તેમને મળવા આવી રહ્યા છે.અને પછી તેઓ નેહરુ સાથે પણ વાત કરશે જેમની સાથે તેમની સાંજે સાત વાગ્યે મુલાકાત નક્કી થયેલ હતી.બીજી બાજુ બિરલા હાઉસ માટે નીકળતા પહેલા નાથૂરામ ગોડસેએ કહ્યુ કે આજે તેમની ઈચ્છા મગફળી ખાવાની છે. આપ્ટે તેમના માટે મગફળી શોધવા નીકળ્યા પણ થોડી વાર પછી આવીને બોલ્યા - "સમગ્ર દિલ્હીમાં ક્યાય પણ મગફળી નથી મળી રહી. શુ કાજુ કે બદામથી કામ ચાલશે?" પણ ગોડસેને ફક્ત મગફળી જ જોઈતી હતી. આપ્ટે પછી બહાર નીકળ્યા અને આ વખતે તેઓ મગફળીનું મોટુ કવર લઈને આવ્યા. ગોડસે મગફળીઓ પર તૂટી પડ્યા.ત્યારે આપ્ટેએ કહ્યુ કે હવે નીકળવાનો સમય થઈ ગયો છે.

Advertisement

ચાર વાગ્યે વલ્લભભાઈ પટેલ પોતાની પુત્રી મણિબેન સાથે ગાંધીને મળવા પહોંચ્યા અને પ્રાર્થનાના સમય મતલબ સાંજે પાંચ વાગ્યા પછી સુધી મંત્રણા કરતા રહ્યા.સવા ચાર વાગ્યે ગોડસે અને તેમના સાથીયોએ કનૉટ પ્લેસ માટે એક ઘોડાગાડી કરી. ત્યાંથી તેમણે પછી બીજી ઘોડાગાડી કરી અને બિરલા હાઉસથી બે ગજ પહેલા ઉતરી ગયા.બીજી બાજુ પટેલ સાથે વાતચીત દરમિયાન ગાંધી ચરખો ચલાવતા રહ્યા અને આભા દ્વારા પીરસાયેલ સાંજનુ જમવાનુ બકરીનું દૂધ, કાચી ગાજર, બાફેલા શાક અને ત્રણ સંતરા ખાતા રહ્યા.

એક પછી કે ત્રણ ગોળીયો ગાંધીજીના છાતી અને પેટમાં ઉતારી દીધી
ડાબી બાજુથી નાથૂરામ ગોડસે તેમની તરફ નમ્યો અને ગોડસેએ મનુને ધક્કો માર્યો અને તેના હાથમાંથી માળા અને પુસ્તક નીચે પડી ગયા.તે પુસ્તક અને માળા ઉઠાવવા માટે નીચે નમી ત્યારે જ ગોડસેએ પિસ્તોલ કાઢી અને એક પછી કે ત્રણ ગોળીયો ગાંધીજીના છાતી અને પેટમાં ઉતારી દીધી.તેમના મોઢામાંથી નીકળ્યુ, "રામ.." અને તેમનુ જીવનહીન શરીર નીચે તરફ પડવા લાગ્યુ. આભાએ નીચે પડી રહેલા ગાંધીના મસ્તકને પોતાના હાથનો સહારો આપ્યો. પછી નાથૂરામ ગોડસેએ પોતાના ભાઈ ગોપાલ ગોડસેને જણાવ્યુ કે બે છોકરીઓને ગાંધીની સામે જોઈને તેઓ થોડા પરેશાન થયા હતા.

Advertisement

ગોડ્સએ પોતાના પુસ્તકમાં કહી આ વાત
તેમણે જણાવ્યુ હતુ.. "ફાયર કર્યા પછી મેં કસીને પિસ્તોલને પકડતા પોતાનો હાથને ઉપર ઉઠાવી રાખ્યો અને પોલીસ. પોલીસ.. બૂમો પડવા લાગ્યો. હુ ઈચ્છતો હતો કે કોઈ એ જુએ કે આ યોજના બનાવીને અને જાણીજોઈને કરવામાં આવેલુ કામ હતુ. મેં કોઈ રોશમાં આવીને આવુ કામ નહોતુ કર્યુ. હુ એવુ પણ નહોતો ઈચ્છતો કે કોઈ કહે કે મેં ઘટનાસ્થળ પરથી ભાગવાની કે પિસ્તોલ ફેંકવાની કોશિશ કરી હતી. પણ એકાએક બધુ જાણે થંભી ગયુ અને ઓછામાં ઓછા ત્રણ મિનિટ સુધી કોઈ મારી પાસે ફરક્યુ નહી."

પુસ્તક 'ગાંધી વધ ઔર મેં'
નાથૂરામને જેવો પકડવામાં આવ્યો કે ત્યા હાજર માળી રઘુનાથે પોતાની ખૂરપીથી નાથુરામના માથા પર વાર કર્યો જેનાથી તેના માથામાંથી લોહી નીકળવા માંડ્યુ. પણ ગોપાલ ગોડસે પોતાના પુસ્તક 'ગાંધી વધ ઔર મેં' મા આ વાતનુ ખંડન કર્યુ. હા પણ તેમના પકડાયા પછી થોડી મિનિટોમાં જ કોઈએ લાકડીથી નાથૂરામના માથા પર ઘા કર્યો હતો જેનાથી તેમના માથામાંથી લોહી વહેવા લાગ્યુ હતુ. ગાંધીની હત્યાના થોડી જ મિનિટોમાં વાયસરૉય લોર્ડ ત્યા પહોંચી ગયા. કોઈએ ગાંધીનો સ્ટીલ રિમનો ચશ્મા ઉતારી દીધો હતો. મીણબત્તીની લાઈટમાં ગાંધીના નિષ્પ્રાણ શરીરને ચશ્મા વગર જોઈને માઉંટબેટન તેમને ઓળખી પણ શક્યા નહી.

મહાત્મા ગાંધીની શવયાત્રામાં પંડિત જવાહરલાલ નેહરુ સૌથી ભાવુક સંદેશ પાકિસ્તાનથી મિયાં ઈફ્તિખારુદ્દીન તરફથી આવ્યો, 'ગયા મહિનાઓમાં આપણામાંથી જેમણે માસૂમ પુરૂષો, સ્ત્રીઓ અને બાળકો પર પોતાનો હાથ ઉઠાવ્યો છે કે આવી હરકતનું સમર્થન કર્યુ છે, ગાંધીની મોતનો એ ભાગીદાર છે." મોહમ્મદ અલી જીન્નાએ પોતાના શોક સંદેશમાં કહ્યુ, "તે હિંદુ સમુહના મહાન લોકોમાંથી એક હતા."

Tags :
Advertisement
Advertisement